Breaking News

ભારતમાં MI મોબાઇલ કંપની 108 મેગાપિક્સલ કેમેરાવાળો મોબાઇલ લોન્ચ કરશે

ચીનની મોબાઈલ કંપની Xiaomi એ ભારત માં સારું એવું માર્કેટ કવર કરી લીધુ છે. તે નવા નવા સ્માર્ટફોન કઈક નવા ફીચર્સ સાથે ભારતમાં લોન્ચ કરતી હોય છે. હાલમાં તે 108 મેગાપીક્સલ કેમેરા વાળો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. 108 મેગાપીક્સલ કેમેરા વાળો સ્માર્ટફોન ભારતમાં આગલા વર્ષે જાન્યુઆરી માં લોન્ચ થાય શકે છે.

91મોબાઇલ્સ ના રિપોર્ટ મુજબ આ 108 મેગાપીક્સલ કેમેરા વાળો સ્માર્ટફોન લોન્ચ થશે તે Mi Note 10 હશે. આ મોબાઇલ લોન્ચ થતાં દુનિયાનો સૌથી પહેલો 108 મેગાપીક્સલ કેમેરા વાળો સ્માર્ટફોન બનશે. 91મોબાઇલ્સ રિપોર્ટ મુજબ હાલમાં આ સ્માર્ટફોન ઈન્ડિયા પ્રાઈસ ટેગ સાથે Mi ઈન્ડિયા કૉમ્યુનિટી પેજ પર જોવા મળ્યો હતો.

આ જ સ્માર્ટફોન Mi CC9 Pro ના નામે યુરોપ અને ચીન માં લોન્ચ થઈ ચૂક્યો છે. ભારતમાં Xiaomi મોબાઈલ કંપની મિડ રેન્જ મોબાઈલ પર ફોકસ કરી રહી છે પરંતુ તે આ વખતે કઈક સારા ફીચર્સ અને વધુ કિમત સાથે ભારત માર્કેટ માં હાથ અજમવવા માગે છે. આ સ્માર્ટફોન ની કિમત 40,000 રૂપિયા આંકવામાં આવી રહી છે. Xiaomi મોબાઈલ કંપનીએ એક વિશ્વ ફોટોગ્રાફી ચેલેન્જ ચાલુ કરી છે.આ ચેલેન્જ મુજબ વિજેતાને 46,832 રૂપિયાનો Mi Note 10 સ્માર્ટફોન મળશે. પરંતુ હાલમાં ભારતમાં તેમની અંતિમ કિમત સ્પષ્ટ કરવામાં આવી નથી. પરંતુ તે ઈન્ડિયા માર્કેટમાં સૌથી મોંઘો મોબાઈલ હશે.

Mi Note 10 સ્માર્ટફોન શક્તિશાળી કેમેરાની સાથે પાતળી જાડાઈની ડિજાઈન અને બીજા ઘણા સ્પેસિફીકેશન ધરાવે છે. એચએએલ માં આ મોબાઈલ તેમની કિમતને કારણે ચર્ચાનો વિષય બન્યો છે.

આ સ્માર્ટફોન 8GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. તેમાં જણાવ્યા મુજબ 108 મેગાપીક્સલનો કેમેરો પણ છે. આ સ્માર્ટફોનમાં  ક્વોલકોમ સ્નાઈપડ્રેગન 730G ચીપસેટ છે. આ સ્માર્ટફોનમાં 6.47 ઇંચની FHD+ એમોલેડ ડિસ્પ્લે છે. આ સ્માર્ટફોનમાં 32 મેગાપીક્સલનો સેલ્ફિ કેમેરો પણ આપવામાં આવ્યો છે. તેથી તેમાં સેલ્ફિ પણ સારી પડી શકાય છે. આ ઉપરાંત તેમનું બેટરી પાવર બેકઅપ પણ સારું છે. આ સ્માર્ટફોનમાં 5260 mAh ની બેટરી છે અને 30W નો ચર્જિંગ સપોર્ટ પણ છે.


No comments