કોરોના લોકડાઉન
માં હવે ઘણી છૂટછાટો આપવામાં આવી રહી છે. રાજ્ય સરકારો દ્વારા લોકોને પોતાના વતન
જવા માટે પણ મંજૂરી આપવામાં આવી રહી છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને પણ હવાઈ અને
સમુદ્ર માર્ગ દ્વારા લવાઈ રહ્યા છે. આ માટે દુનિયાભરમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે "વંદે ભારત મિશન (Vande
Bharat Mission)" અને "મિશન સમુદ્ર સેતુ (Mission
Samudra Setu)" જોરશોર થી ચાલી
રહ્યું છે. અત્યાર સુધીમાં 8 ફ્લાઇટ્સ દ્વારા 1425 ભારતીયોને લવાયા છે. એકબાજુ નૌ સેના પણ આ કામગીરીમાં લાગી ગઈ છે. ભારતીય નૌ
સેના ના યુધ્ધપોત INA જલશ્વ 698
ભારતીયોને લઈને
માલદિવની રાજધાની માલે થી કેરળના કોચી આવવા રવાના થઈ ચૂક્યું છે.

હાઉસિંગ અને અર્બન
અફેરના ઇંડિયન યુનિયન મિનિસ્ટર હરદીપ સીઘ પુરીએ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી
હતી કે "વંદે ભારત મિશન (Vande Bharat Mission)" પહેલા દિવસે કોજીકોડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર
દુબઈ થી આવેલી ફ્લાઇટ માં 177
ભારતીયો અને કોચીન
એરપોર્ટ પર અબુધની થી આવેલી ફ્લાઇટ માં 181
ભારતીયો સવાર હતા
અને તેમણે ભારત આવીને હાશકારો મેળવ્યો હતો. ઉપરાંત શુક્રવારે બહરિન થી કોચી આવેલી
ફ્લાઇટ માં 182, સીંગપુરથી દિલ્લી આવેલી ફ્લાઇટમાં 234, બંગલાદેશના ઢાકાથી શ્રીનગર આવેલી ફ્લાઇટમાં 138 વિધ્યાર્થીઓ, રિયાદ થી કેરલ આવેલી ફ્લાઇટમાં 152
અને દુબઈથી ચેન્નઈ
આવેલી ફ્લાઇટમાં 356 ભારતીય નાગરિકોને લવાયા છે.
આ મુજબ ગુરુવારે 2 ફ્લાઇટ અને શુક્રવારે 5 ફ્લાઇટ દ્વારા વિદેશથી નાગરિકોને લવાયા હતા.
બહરિન, ઢાકા અને સીંગપુરથી આવેલા ભારતીયોએ વતન આવીને
હાશકારો મેળવ્યો હતો. બીજીબાજુ માલદીવ થી આવેલા ભારતીયો વતન આવીને ખુશખુશાલ થયા
હતા.
હવે 250 ભારતીય વિધ્યાર્થીઓ અને યાત્રીઓ યુકે થી ક્યારે ભારત માટેની ફ્લાઇટ રવાના થશે
તેની રાહ જોઈ રહ્યા છે. જેમ બને તેમ જલ્દી આ ભારતીયોને મુંબઈ લાવવા માટેની તૈયારી
થઈ રહી છે. અને ત્યારબાદ તેમને કોરનટાઈન માટે મોકલી દેવામાં આવશે.
આ બધા ભારતીયોને
સ્ક્રિનિંગ માટે અને ત્યારબાદ કોરનટાઈન માટે મોકલી દેવાયા છે.ઉપરાંત હિમાચલ પ્રદેશ, પંજાબ અને ઉત્તરપ્રદેશ ના નાગરિકોને બસ દ્વારા તેમણે વતન મોકલી દેવાયા છે.
No comments