Breaking News

એક તરફ કોરોના જેવી મહામારીથી દુનિયા પરેશાન છે તો બીજી તરફ દિવસેને દિવસે એંટાર્કટીકામાં બરફ ઓછો થતો જાય છે


એંટાર્કટીકા મહાસાગર બારેમાસ બરફથી આચ્છાદિત રહે છે પરંતુ તેમની સ્થિતીમાં હાલ સુધારો જોવા મળ્યો. કેટલીક જગ્યા એ બરફ ખૂબ જલ્દીથી જમા થતો જોવા મળે છે જ્યારે કેટલીક જગ્યાએ બરફની ચટ્ટાનો પીગળતી જોવા મળે છે. આ ડેટા નાસા ને સેટેલાઈટથી જાણવા મળ્યો છે. આ પરથી સંશોધકો ને જાણવા મળે છે કે આહિયા બરફ ઓછો થતો જાય છે અને અને કેટલીક જગ્યાએ વધતો જાય છે. આવું પહેલા ક્યારેય બન્યું ના હોવાથી વૈજ્ઞાનિકો વધુ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે અને એમના વિષે જાણવામાં પણ રસ દાખવી રહ્યા છે. સાઇન્સ જર્નલ ની લેખિકા હેલેન એ આ ડેટા એકસાથે આવવા પર સ્ટડી સરળ બનશે એવું કહ્યું છે. 


પહેલા કોઈ ઉપકરણ સ્પેસ માં હતા નહીં પરંતુ હાલ માં નાસા એ ICESat-2 ની મદદ થી આ ડેટા ખૂબ જ બારીકાઈથી મેળવ્યો છે.નાસા દ્વારા આ સેટેલાઈટ અર્થ ઓબ્સર્વિંગ સિસ્ટમ દ્વારા અવકાશ માં તરતો મુકાયો હતો. આ સેટેલાઈટ ઘણાબધા ઉપકરણો અને તકનિકથી સચોટ માહિતી આપે છે. લાઇટનું પૂંજ એટ્લે કે ફોટોન્સ દ્વારા આ માહિતી સચોટ મેળવી શકાય છે.

સંશોધકોએ આ ઘટનાની અસર તાપમાન પર શું થાય છે તે જોવામાં આવ્યું. આ માહિતી 2003 થી 2019 ની વચ્ચે ના તાપમાનમા થતાં બદલાવની મેળવવા માં આવી. જોવા મળ્યું કે જ્યાં બરફની ચટ્ટાનો પીગળી છે ત્યાં સમુદ્રસ્તર 6 કિમી ઉપર આવ્યું છે, પશ્વિમ એંટાર્કટીકા  અને એંટાર્કટીકા પેનિનસૂલામાં આ બદલાવ ઓછો અને પૂર્વ માં આ બદલાવ મોટો જોવા મળે છે. સાંસોધકો દ્વારા આવું અનુમાન લાગવાયું હતું કે તાપમાન વધશે તો આવા ફેરફારો થશે.


સાંસોધકો દ્વારા પૂરતા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પુરાવા બરાબર સચોટ ના હોવાથી કલાઇમેટ ચેંજ વિશે વધુ માહિતી આપી ના શકાય. પરંતુ હાલ માં જે ફેરફારો જોવા મળ્યા છે તે અગાઉ ના સમય માં જોવા મળ્યા નથી તેથી આ ડેટા નો ઉપયોગ પ્રાયોગિક તારણો કાઢવા થાય શકે છે. સંશોધકો એ પણ તારણ લગાવી શકે છે કે ક્યાં ક્યાં બરફ ના સ્તર કે ચટ્ટાનો ઘટ્યા અને ક્યાં બરફ ના સ્તર માં વધારો થયો. અને તેના પર થી ભવિષ્ય માં કેવા ફેરફારો થશે તે પણ જાણી શકાય છે. આ ડેટા સિવાય બીજો કોઈ ડેટા કે માહિતી પણ તાપમાન બદલાવ થી મળતી નથી. પરંતુ જે અવકાશ કે સ્પેસ માં એંટાર્કટીકા મહાસાગર નો નજારો જોવા મળ્યો તે પહેલા ક્યારેય જોવા મળ્યો નથી તેથી તેના પર થી ઘણા બધા તારણો કાઢી શકયા છીએ.  




2 comments: