4.7 ની તીવ્રતા ના ભૂકંપને કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ ની ધરા ધ્રુજી ઉઠી
હાલની પ્રાકૃતિક ઘટના લઈએ તો ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં ભૂકંપના આચકા અનુભવાયા છે. આ આચકાને લીધે પોરબંદર અને ગીર સોમનાથની ધારા ધ્રુજી ઉઠી છે. 5 થી 7 સેકન્ડ સુધી ભૂકંપના આચકા અનુભવાયા છે. આ આચકાને લીધે સ્થાનિક લોકોમાં ખરભડાટ મચી ગયો હતો. સ્થાનિક લોકો ત્રાહિમામ થઈ ગયા હતા. સ્થાનિક લોકોમાં ભય ફેલાય ગયો હતો.
પોરબંદરમાં સ્થાનિક લોકો બપોરે સૂઈ રહ્યા હતા. ત્યારે બપોરે 3 વાગ્યે ને 35 મિનિટે સ્થાનિક લોકોએ હળવા આચકાનો અનુભવ કર્યો હતો. પોરબંદરના નાગરવાળા, કુંભારવાડા સહિતના લોકો બહાર નીકળી ગયા હતા.પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આચકા અનુભવાયા હતા.
ગીર સોમનાથ માં પણ કેટલાક વિસ્તારોમાં આ આચકો અનુભવાયો હતો. આ આચકો વેરાવળ થી માંગરોળ અનુભવાયો છે. ગીર સોમનાથમાં બપોરે લગભગ 3 વાગ્યે ને 30 મિનિટે લોકોએ આચકાનો અનુભવ કર્યો હતો.
જુનાગઢના પણ કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આચકા અનુભવાયા છે. ત્યાં 3 વાગ્યે ને 41 મિનિટે સ્થાનિક લોકો એ આચકાનો અનુભવ કર્યો હતો. ત્યાના ગાંધીગ્રામ જેવા વિસ્તારોની ધારા ધ્રુજી ઉઠી હતી. સ્થાનિક લોકોના કહેવા મુજબ કેશોદ માં પણ આચકા અનુભવાયા છે.
ક્યાં કારણોસર આ આચકો આવ્યો તે હજુ સિસ્મોલોજિકલ વિભાગ દ્વારા સ્પષ્ટ કહેવામા આવ્યું નથી. હજુ સચોટ કારણ જાણવા માટે તંત્ર કામે લાગ્યું છે. તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે કે સિસ્મોલોજિકલ સ્કેલ મુજબ આ આચકો 4.7 ની તીવ્રતા નો હતો અને તેમનું કેન્દ્ર બિંદુ માંગરોળથી 44 કિમી દૂર જણાયું છે.
આમ ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં 3 સ્થળોએ ભૂકંપને લીધે ધારા ધ્રુજી હતી પરંતુ આ ભૂકંપના આચકાને લીધે કોઈ જાનહાની કે માલહાની થઈ ન હતી.
No comments