NASA મંગળ ગ્રહ પર મોકલવા માટે તૈયાર કરી રહ્યું છે એક રોબોટિક હેલીકોપ્ટર INGENUITY
માનવી પૃથ્વી પર જીવન વિતાવી રહ્યો છે. પૃથ્વી પર રહેલા માનવીની બુદ્ધિ ધીમે ધીમે વિકસતી ગઈ છે. તે પૃથ્વી પરથી હવે ચંદ્ર અને મંગળ ગ્રહ પર પહોચવાના પ્રયાસો કરી રહ્યો છે. મંગળ ગ્રહ પર પહોચવા માટે ISRO અને NASA જેવી સંસ્થાઓએ કેટલાય મિશન હાથ ધર્યા છે.
NASA એ હાલમાં મંગળ મિશન માટે કોઈ વ્યક્તિ નહીં પરંતુ મોકલવા માટે કવાયત હાથ ધરી છે. NASA ના આ માર્સ હેલિકોપ્ટરને ભારતીય મૂળની અલબમા હાઇસ્કૂલની એક વિધ્યાર્થિનીએ કહેલાં નામ ઉપરથી આ મંગળ મિશનનું નામ Ingenuity રાખવામા આવ્યું હતું. NASA દ્વારા “”Name the Rover ” વિષય પર નિબંધ સ્પર્ધા ગોઠવાઈ હતી. ત્યારે વાણીજા રૂપાણી નામની વિધ્યાર્થિનીએ Ingenuity નામ આપ્યું હતું.
માર્સ મિશન 2020 એ NASA ના માર્સ એક્સ્પ્લોરેશન પ્રોગ્રામ નો એક ભાગ છે. આ મિશન મુજબ એ પરીક્ષણ અને તારણ મેળવવામાં આવે છે કે મંગળ પર જીવન અને પાણી છે કે નહીં. માર્સ હેલિકોપ્ટર એ પણ આ જ માર્સ મિશન 2020નો એક ભાગ છે.
માર્સ મિશન 2020 ના મુખ્ય 3 ભાગમાં વહેચઇ ગયું છે. માર્સ હેલિકોપ્ટરએ પહેલી વખત પોતે અને દુનિયાભરના પ્રાયોગિક પ્રદર્શન છે. પર્સિવન્સ રોવરની ડીજાઇન કુરુઓસીટી રોવર જેવી કરવામાં આવી. જે નુકસાન કુરુઓસીટી રોવરના વ્હીલ ને થયું તે નુકસાન માર્સ હેલિકોપ્ટરને ના થાય તે ધ્યાન રાખી રહ્યું છે. વધુ માં માર્સ હેલિકોપ્ટરનું વજન પર્સિવન્સ રોવરના વજન કરતાં 17% વધુ છે. એટલે કે લગભગ 899 કિગ્રા થી 1050 કિગ્રા છે.
પર્સિવન્સ રોવર માં ઉપર ના ભાગ ના જે ડ્રોન જેવુ દેખાય છે એ માર્સ હેલિકોપ્ટર ને Ingenuity નામ આપવામાં આવ્યું છે. આ માર્સ હેલિકોપ્ટર Ingenuity ને જુલાઇ 17 થી ઓગસ્ટ 5, 2020 વચ્ચે લોન્ચ કરવામાં આવશે. તેમનું લોન્ચ લોકેસન કેપ કાનવેરલ એર ફોર્સ સ્ટેશન- ફ્લોરિડા છે. પર્સિવન્સ રોવર માર્સ 2020 નું પણ લોન્ચ લોકેસન સરખું છે.મોટા ભાગના NASA દ્વારા લોન્ચ થતાં મિશન ના લોન્ચ લોકેસન આ જ હોય છે. માર્સ હેલિકોપ્ટર Ingenuity ની લેંડિંગ સાઇટ મંગળ ની જીરો ક્રેટર લાઇન હતી. જ્યારે કુરુઓસીટી રોવરની લેંડિંગ સાઇટ હતી ગેલ ક્રેટર. માર્સ હેલિકોપ્ટર Ingenuityની લેંડિંગ તારીખ 18 ફેબ્રુઆરી, 2021 બતાવવામાં આવી રહી છે. આ મિશન પૂરું થતાં લગભગ 30 દિવસ લાગે છે.
આમ માર્સ હેલિકોપ્ટર Ingenuity એ મંગળ ગ્રહ પર પરીક્ષણ કરવા માટેનું સૌ પ્રથમ પ્રાયોગિક પ્રદર્શન છે.
No comments