Breaking News

મોબાઇલ કંપની Vivo ભારતમાં 12 મે એ કરી રહી છે નવું મોડેલ લોન્ચ

મોબાઈલ કંપની Vivo એ ભારતમાં સારું માર્કેટ કવર કરી લીધું છે. Vivo ભારત માં નવા નવા સ્માર્ટફોન લોન્ચ કરતી હોય છે. હાલમાં જ મોબાઈલ કંપની Vivo ભારતમાં એક નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. Vivo ના આ સ્માર્ટફોનના મોડેલ નું નામ છે Vivo V19.

Vivo V19 સ્માર્ટફોન ની ભારતમાં લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. કોરોના મહામારી ને કારણે આ સ્માર્ટફોનની લોન્ચ તારીખ 2 વખત પાછળ ગઈ છે. પરંતુ હવે કંપની એ આ મોબાઈલ ભારતમાં 12 મે ના લોન્ચ કરવાનું નક્કી કર્યું છે.આ સ્માર્ટફોન બીજા દેશોમાં લોન્ચ થઈ ચૂક્યો છે.  Vivo V19 સ્માર્ટફોનના ભારતીય વર્જનમાં પણ કઈક અલગ ફીચર્સ આપવામાં આવે તેવું એક રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું હતું.

Vivo V19 સ્માર્ટફોન 6.44 ઇંચ ફૂલ એચડી+ડ્યુઅલ આઇવ્યૂ E3 સુપર યેમોલેડ ડિસ્પ્લે ધરાવે છે. આ સ્માર્ટફોન સ્નાઈપડ્રેગન 712 નું પ્રોસેસર ધરાવે છે. આ સ્માર્ટફોનમાં 8GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ ધરાવે છે. આ સ્માર્ટફીણ ની કિમત 24,990 બતાવામાં આવી રહી છે. આ કંપની દ્વારા સ્માર્ટફોન ભેગા બ્લેક કે સિલ્વર રંગના હેન્ડસેટ પણ આપવામાં આવી રહ્યા છે. હેન્ડસેટ માં 48 મેગાપીક્સલ પ્રાયમરી, 8 મેગાપીક્સલ સુપર વાઈડ એંગલ, 2 મેગાપીક્સલ માઇક્રો અને 2 મેગાપીક્સલ ડેપ્થ સેન્સર છે. Vivo V19 સ્માર્ટફોન માં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સ્કેનર પણ છે.

Vivo V19 સ્માર્ટફોનના રિયર કેમેરામાં ક્વાડ-કેમેરા સેટઅપ છે. ઉપરાંત ફ્રન્ટ માં 32 મેગાપીક્સલનો લેન્સ અને સાથે 8 મેગાપીક્સલનો વાઈડ એંગલ લેન્સ પણ છે. Vivo V19 સ્માર્ટફોન 4500 mAh ની બેટરી ધરાવે છે અને 33W ફ્લેશ ચાર્જ ટેક્નોલૉજી પણ ધરાવે છે. 


No comments