Breaking News

Apple કંપનીનો સનસનાટી ભર્યો આ મામલો આવ્યો સામે. કાર્યવાહી ની માંગ


પ્રસ્તાવના

આ ટેક્નોલોજીનો જમાનો છે. હાલમાં આ ટેકનૉલોજીનો ઉપયોગ વરદાન સમાન છે. પણ ક્યારેક આ વરદાન આ વરદાન તેમના યુજર્સ માટે શાપ પણ બની જાય છે. આવું જ કઈક આઇફોન બનાવટી કંપની એપલ ના ગ્રાહકો સાથે બન્યું.

શું હતો એપલ કંપનીનો મામલો  

ઘણા સમય પહેલા એપલ સાથે જોડાયેલો એક મામલો સામે આવ્યો હતો કે એપલ પોતાના વોઇસ આસિસ્ટન્ટ સાથે થયેલી વાતો સાંભળતું હતું. પરંતુ કંપનીએ કહ્યું હતું કે આ એક આસિસ્ટન્ટનો ઉપયોગ બહેતર કરવા માટે નું પગલું હતું પરંતુ ત્યારબાદ તેને બંધ કરી દીધું હતું. આ ખુલાશો કંપનીના એક કર્મચારી કર્યો હતો. આમ એપલ કંપની પર યુજર્સની ગુપ્ત વાતો સાંભળવાનો આરોપ લાગ્યો હતો. આ વાતનો ખુલાશો કરનાર એક એક્સ કોન્ટ્રાકટર દુનિયાની સામે આવ્યો છે અને તેને એપલ સામે કાર્યવાહીની માંગ કરી છે. થોમલ લે બોનીક એ એપલ ના વોઇસ આસિસ્ટન્ટ Siri સાથે જોડયેલા ગ્રેડિંગ પ્રોજેકટ પર કામ કર્યું હતું. આ પ્રોજેકટ માં યુજર્સની વાતો સાંભળવી તેનો પણ સમાવેશ હતો.

એપલ પર કોઈ કાર્યવાહી ના થવાથી નારાજ

આ કોન્ટ્રાકટરએ બતાવ્યુ હતું કે એપલ સાથે કામ કારથી વખતે કંપનીએ યુજર્સની ગુપ્ત વાતો અને ઓડિયો રેકોર્ડિંગ પણ સાંભળ્યા. આ રેકોર્ડિંગમાં કાનૂની વાતો, મેડિકલની વાતો અને કેટલાક બીજનેસ ને લગતી જાણકારી અને વાતો હતી. આ વાત ને લઈને તે હવે દુનિયા ની સામે આવ્યો છે અને એપલ કંપની પર કોઈ કાર્યવાહી ના થવા બદલ તે નારાજ છે.

ખુલા પત્ર થી કરી રાવ

લે બોનીક તરફથી યુરોપીયન ડેટા પ્રોટેક્ષન રેગ્યુલેટર્સ ને એક ખૂલો પત્ર મોકલીને એપલ વિરુદ્ધ એક્શન લેવા માંગ કરી હતી. આ લેટરમાં તેને રાખ્યું હતું કે એપલ ઘણી વખત યુજર્સના ડેટા ચોરી કરી તેમના અધિકારોનું ઉલંઘન કરે છે અને એમની આ ભૂલ ને નજરઅંદાજ કરાઇ છે. તેમણે કહ્યું કે એપલ એક યુજર્સ તરફથી જઇ રહેલી હજારો રેકોર્ડિંગ્સ સાંભળે છે.

એપલ કંપનીએ ભૂલ માની

એપલ કંપની ખરેખર યુજર્સના અનુભવને વધુ બહેતર બનાવવા માટે વોઇસ આસિસ્ટન્ટ Siri પર કામ કરી રહી હતી. એક સૂત્રો પર થી સામે આવ્યું કે આ કામ માટે કેટલાક પ્રોજેકટ સાથે જોડાયેલા કંપનીના લોકોને યુજર્સના રેકોર્ડિંગને સાંભળવાનું કામ સોપ્યું હતું. આ વાત જુલાઇ 2019 માં સામે આવ્યા બાદ એપલ કંપનીએ પોતાની ભૂલ માની લીધી હતી. તેમણે કહ્યું કે યુજર્સની જાણકારી આપ્યા વિના Siri ને કમાન્ડ આપવામાં આવે છે પરંતુ હવે આ પ્રોજેકટ બંધ કરી દીધો છે.

No comments