શું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના આ અલગ નિર્ણયોથી રેલ સેવા અને હવાઈ સેવા શરૂ થવામાં થશે વિલંબ?
પ્રસ્તાવના
હાલમાં કોરોના મહામારી વચ્ચે લોકડાઉન નું ચોથું ચરણ ચાલી રહ્યું છે. આ ચોથા ચરણમાં રાજ્ય સરકારોએ અર્થતંત્રને દોડતું કરવા માટે ઘણી બધી છૂટ છાટો આપી છે. ધીમે ધીમે રેલ્વે સેવા અને હવાઈ સેવા પણ ચાલુ કરી દેવામાં આવશે. ટૂંક સમયમાં હવાઈ સેવા પણ ચાલુ કરે દેવામાં આવશે. હાલ આંશિક રીતે રેલ સેવા ચાલુ કરી દેવામાં આવી છે. આમ સરકાર દ્વારા અર્થતંત્ર ને પાછું પાટા પર લાવવા માટે ધીમે ધીમે બધુ શરૂ કરવાનો નોરને લેવાયો છે.
આરોગ્ય સેતુ એપ નો ઉપયોગ
કેન્દ્ર સરકારે જ્યારે 25 મે થી હવાઈ સેવા અને 1લી જૂન થી રેલ સેવા ચાલુ કરવાની ઘોષણા કરી છે. આ પહેલા સરકારે વહેલી રેલ સેવા ચાલુ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ ત્યારબાદ બદલવી નાખ્યો હતો. જ્યારે સરકારે હવાઈ સેવા અને રેલ સેવા ચાલુ કરવાની ઘોષણા કરી તો લોકોના મન માં પોતાને વતન જઇ કામ કરવાની ઉમ્મીદ જાગી. સરકારે ઘોષણા કર્યા બાદ કેટલાય લોકોએ ઓનલાઈન ટિકિટ પણ બૂક કરાવી દીધી છે. સરકારે કોરોનાથી થતું સંક્રમણ રોકવા માટે એરપોર્ટ અને રેલ્વે સ્ટેશનો એ થર્મલ સ્ક્રિનિંગ ફરજિયાત કરાવ્યુ છે. સરકારે કહ્યું કે જે લોકોને ઉધરસ, શરદી અને બીજા કોરોનાના લક્ષણો નહીં હોય તેને જ જવાની મંજૂરી મળશે. ઉપરાંત આરોગ્ય સેતુ એપ નો ઉપયોગ કરવા પણ સલાહ આપી હતી.
કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે આનાકાની
. કેટલાય પ્રવાસીઓ આ કોરોના લોકડાઉનને કારણે જે સ્થળે છે ત્યાં જ ફસાઈ ગયા છે તેમણે પણ બૂકિંગ કરાવી દીધા છે. પરંતુ અલગ અલગ રાજ્ય સરકારો એરપોર્ટ અને રેલ્વે સ્ટેશનો એ થર્મલ સ્ક્રિનિંગ ઉપરાંત હોમ કોરનટાઈન જેવી ગાઈડલાઇન બહાર પાડી છે. ઉદ્દયન મંત્રી હરદીપ પૂરી એ ઉપરાંત આરોગ્ય સેતુ એપ નો ઉપયોગ કરવા પણ સલાહ આપી હતી. પરંતુ કેટલીક રાજ્ય સરકારો આ માણવા માટે તૈયાર નથી.
રાજ્ય સરકારોના અલગ નિર્ણયો
રાજ્ય સરકારો ક્યારેક પોતાની રીતે નિર્ણય લેતી હોય છે. તેમાં પંજાબ અને ઝારખંડ જેવા રાજ્યો એ જે યાત્રીઓ બહારથી આવે છે તેને ફરજિયાત કોરનટાઈન થવાનું કહ્યું છે. મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે 19 મે સુધી લોકડાઉન માં કોઈ ફેરફાર કરાયો નથી. ઉપરાંત મહારાષ્ટ્રમાં હવાઈ સેવા માટે પણ અનુમતી અપાઈ નથી. કર્ણાટકમાં સરકારે ટ્રેન થી આવનારા પ્રવાસીઓને 14 દિવસ માટે કોરનટાઈન થવાનું કહ્યું છે. ગુજરાત,દિલ્લી અને રાજસ્થાનમાં પણ સરકારે આવનારા પ્રવાસીઓને 7 દિવસ માટે કોરનટાઈન થવાનું કહ્યું છે. ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષના બાળકો અને બીમાર લોકોને કોરનટાઈન નહીં કરવામાં આવે. કર્ણાટક માં 13 મે ના રાજધાની એક્સપ્રેસ થી આવેલા 50 યાત્રીઓને દિલ્લી પાછા રવાના કર્યા હતા કારણકે આ પ્રવાસીઓએ કોરનટાઈન થવા માટે મનાઈ કરી હતી.
રાજ્ય સરકારોના નિર્ણયોથી પ્રવીસી ચિંતાતુર
હવાઈ સેવા અને રેલ સેવા બાબતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના નિર્ણયો અલગ પડે છે. તેને કારણે કેન્દ્ર સરકારે રાજ્યો પર આનો નિર્ણય છોડી દીધો છે. લોકડાઉન ના ત્રીજા ચરણ સુધી જેમ કેન્દ્ર તરફ થી આદેશ આવતા તે મુજબ રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન માં વહેચવામાં આવતા પરંતુ ચોથા ચરણમાં બધા નિર્ણયો રાજ્યો પર છોડી દીધા છે. કેટલક સ્થળોએ મુસાફરી કરવાથી 14 દિવસ કોરનટાઈન તો કેટલાક સ્થળોએ 7 દિવસ કોરનટાઈન કરાઇ છે. તેથી જો કોઈ પ્રવાસીને બધે થી પસાર થવાનું હોય તો પોતાના સ્થળે પહોચતા મહિનો પણ લાગી જાય છે તેથી રાજ્ય સરકારો ના અલગ અલગ નિર્ણયથી પ્રવાસીઓ ચિંતા માં ડૂબી ગયા છે.
હવાઈ સેવા અને રેલ સેવા બાબતે કેટલાક નિર્ણયો
- 1લી જૂન થી 100 જેટલી ટ્રેનો ચાલુ કરવા માટે લીલી ઝંડી
- દિલ્લી રુટ પર પણ ચલશે ટ્રેનો
- સોમવારથી આંશિક સ્થળો શરૂ થશે હવાઈ સેવા
- બધા નિર્ણયો રાજ્ય સરકારો પર છોડવામાં આવશે

No comments