કોરોના મહામારી માં આ કંપની બની બેરોજગારો માટે વરદાન 50 હાજર લોકોને આપશે નોકરી
હાલમાં દેશમાં કોરોના મહામારીએ જોર પકડ્યું છે. લોકો ત્રાહિમામ થઈ ગયા છે. દેશ માં લોકડાઉનની સ્થિતિ છે. લોકડાઉનના ચોથા ચરણ સુધીમાં તો બધાના ધંધા પડી ભાંગ્યા છે. લોકો બેરોજગારીનો ભોગ બન્યા છે. અર્થવ્યવસ્થા પર તેની ગંભીર અસર થઈ છે. લોકો ધંધાની શોધમાં છે. લોકો હવે ઘરે બેઠા કામ ની ટેવ પાડી રહ્યા છે. લોકડાઉનની આ સ્થિતિમાં ઓનલાઈનની માંગ વધી છે. આનો ફાયદો ઈ-કોમર્સ કંપની Amazon India એ ઉઠાવ્યો છે.
50 હજારને નોકરીની વ્યવસ્થા
ઈ-કોમર્સ કંપની Amazon India એ કહ્યું કે હાલમાં કોરોના વાઇરસ ની મહામારી ને કારણે જે ઓનલાઈનની માંગ વધી છે અને તેમાં તેજી આવી છે.લોકોની આ ઓનલાઈન માંગ ને પૂરી કરવા માટે મોટો નિર્ણય કર્યો છે. તેને ધ્યાન માં લઈને અસ્થાયી રીતે 50 હજાર લોકોને નોકરી પર રાખશે. ઈ-કોમર્સ કંપની Amazon વિશ્વ માં નામના ધરાવતી ઘણી મોટી ઈ-કોમર્સ કંપની છે. આ કંપનીમાં ઘણા બધા વિભાગો હોય છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ નોકરીની તકો મોટા ભાગે વેરહાઉસિંગ અને ડિલિવરી વિભાગમાં ઊભી થઈ છે.
લોકડાઉનમાં લાભ
કંપનીએ એવા સમયે આ ઘોષણા કરી છે કે જ્યારે લોકડાઉનની સ્થિતિ સામાન્ય થઈ હોય. એમને એવા ક્ષેત્રોમાં પોતાની સેવા આપવાની શરૂ કરી દીધી છે કે જ્યાં કોરોના સંક્રમણ વધુ ન હોય. સાથે અર્થવ્યવસ્થા પણ એચએએલ નીચે પડી છે તેનો લાભ લઈ અને ઓનલાઇનની વધતી જતી માંગ ને ધ્યાને લઈ લોકોને નોકરીએ રાખવાનું નક્કી કર્યું છે. સાથે સ્વીગી, જોમેટો, ઓલા જેવી કંપનીઓ એ કર્મચારીઓની છટણી કરી છે તેનો પણ લાભ ઉઠાવ્યો છે.
કઈ રીતે નોકરી માટે રજીસ્ટ્રેશન કરી શકે
કંપનીએ કહ્યું છે કે જે લોકો આ નોકરી માટે ઇછુક હોય તે 1800-208-9900 પર કોલ કરી શકે છે. ઉપરાંત કંપની ના ઈમેઇલ આઇડી સીજનલહાયરીંગઈન્ડિયા@અમેજોન ડોટ કોમ પર પણ ઈમેઇલ મોકલી શકે છે. આમ જે બેરોજગાર લોકો નોકરી મેળવવા માટેની ઇચ્છા હોય તેમના માટે એક વરદાન છે.
Amazon ના ઉપાધ્યક્ષ નો સંદેશ-ગર્વની વાત
Amazon ના ઉપાધ્યક્ષ અખિલ સક્સેના એ કહ્યું કે આ મહામારીમાં અમારી કંપનીએ એક બાબત શીખી છે કે અમારી કંપની અમારા ગ્રાહકો, નાના વ્યવસાયો અને દેશ માટે કેટલી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. અમે આ કપરા સમયમાં લોકો સુધી બધી સુવિધાઓ પહોચડવા માટે અમારી ટીમ જે કામ કરી રહી છે તેના પર અમને ગર્વ છે. અમે ભારતમાં બધે ગ્રાહકોને તેમણે જોઈતી બધી વસ્તુઓ પૂરી પાડી રહ્યા છીયે. જેથી તે એકબીજાથી દૂરી બનાવી ઘરે જ બેસી રહે અને કોરોના સામે લડે. પરંતુ હજુ આ સ્ટાફ પૂરતો નથી તેથી હજુ 50 હજાર લોકોને ડિલિવરી અને વેરહાઉસિંગ વિભાગમાં અસ્થાયી રૂપે નોકરી પર રખવાનું નક્કી કર્યું છે.

No comments