રાહુલ ગાંધીએ PM Cares Fund ના ડોનેશન સામે ઉઠાવ્યા સવાલો.કરી ઓડિટ ની માંગ અને જનતાને જાણકારી આપવા કહ્યું
The #PmCares fund has received huge contributions from PSUs & major public utilities like the Railways.
— Rahul Gandhi (@RahulGandhi) May 9, 2020
It’s important that PM ensures the fund is audited & that the record of money received and spent is available to the public.
હાલમાં કોરોના મહામારી વધતી જ જાય છે. એક બાજુ લોકડાઉન પણ વધતું જાય છે. આ લોકડાઉન વધવાને કારણે મજૂરવર્ગ અને નાના ધંધાર્થીઓના ધંધા પણ ભાંગી પડ્યા છે. ગરીબ વર્ગ ને ખાવા માટે ફાફા પડી રહ્યા છે. આવા સમયમાં ઘણી સંસ્થાઓ લોકોને અને દાનવીરો મદદ કરવા માટે સામે આવી રહ્યા છે. સરકાર દ્વારા ઘણી રાહતો આપી રહી છે. બીજી બાજુ ઘણી બધી પ્રાઈવેટ સંસ્થાઓ, મોટી મોટી સેલિબ્રિટીઓ પીએમ કેર ફંડ માં ખુલા હાથે દાન કરી રહી છે.
હવે આ પીએમ કેર ફંડમાં કેટલા રૂપિયાનુ દાન આવ્યું છે કોઈને જાણ પણ નથી. તેમની સામે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પહેલી વખત સામે આવ્યા છે. રાહુલ ગાંધીએ શુક્રવારે યોજાયેલ વિડીયો કોન્સફરન્સ માં અને ટવીટર દ્વારા જણાવ્યુ હતું કે કોરોના સામે ની જંગ માટે બનેલા પીએમ કેર ફંડમાં જે ડોનેશન આવ્યું છે તેની ઓડિટ થવી જોઈએ અને તેની જાણકારી પબ્લિક સેક્ટર સુધી પોચડવી જોઈએ. આ પીએમ કેર ફંડમાં કેટલીક પીએસયુ અને રેલ્વે જેવી સેવાઓ એ પણ દાન આપ્યું હતું.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્ર સરકાર પાછી પીએમ કેર ફંડ બાબતે આમને સામને આવી છે. આ પહેલા પણ રાહુલ ગાંધીએ મજદૂરો પાસેથી લેવાતા રેલ્વે ભાડા માટે પણ આમને સામને આવી હતી અને ચર્ચા જગાવી હતી.
રાહુલ ગાંધીએ ઘણી વખત પીએમ કેર ફંડ બાબતે મોદી સરકારને સવાલો કર્યા છે અને હિસાબ માગ્યો છે. બીજી બાજુ CAG (Comptroller and Auditor General of India) એ ઓડિટ કરવાની મનાઈ ફરમાવી છે. CAG એ સૂચવ્યું હતું કે પીએમ કેર ફંડમાં જમા થયેલ રાશિ કે ડોનેશન છે. તેમની ઓડિટ કરવી એ અધિકાર નથી એટલે કે એમને તેના ઓડિટ નો અધિકાર નથી.
No comments