આ રાજ્યોની જેલોના કેદીઓ સુધી પહોંચ્યો કોરોના. સુપ્રીમ કોર્ટે આપ્યા આ આદેશો.
પ્રસ્તાવના
દેશમાં કોરોના મહામારીએ દોડધામ કરાવી મૂકી છે. તંત્ર દોડતું થઈ ગયું છે. ત્યારે આજે લોકડાઉનના ચોથા ચરણ નો પહેલો દિવસ છે. આ ચરણમાં જ્યાં ભીડ થતી હોય તેવા સ્થળોને છૂટછાટ આપવામાં આવી નથી. આર્થિક ગતિવિધી ને વેગ આપવા ઉધ્યોગોને મંજૂરી અપાઈ છે. ત્યારે બીજી બાજુ સુપ્રીમ કોર્ટે જેલમાં રહેલા કેદીઓને છોડવાના આદેશ કર્યા છે. કોરોના મહામારીને લઈને આ પગલું લેવામાં આવ્યું છે.
40,000 કેદીઓને છોડવાનો નિર્ણય
સુપ્રીમ કોર્ટે કરેલા આદેશ મુજબ 11 રાજયોના 40,000 કેદીઓને છોડવાના આદેશ આપ્યા છે. તેને પગલે રાજ્ય સરકારોએ કેદીઓને છોડવાનું શરૂ કર્યું છે. આ કેદીઓને અસ્થાયી જમાનત પર છોડવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર માં 7200 થી વધુ કેદીઓને છોડ્યા છે. મધ્ય પ્રદેશ માં 6500 થી વધુ કેદીઓને છોડવા મંજૂરી અપાઈ છે. તેમાં 3900 કેદી પૈરોલ અને 2600 અંતરીમ જમાનત પર છોડ્યા છે. સેંટ્રલ મુંબઈ સ્થિત આર્થર રોડ ની જેલમાં 100 થી વધુ કેદી અને સ્ટાફ કોરોનાના ભોગ બન્યા છે. પંજાબમાં લગભગ 10,000 કેદીઓને છોડી મુકાયા છે. ઉપરાંત ગુજરાતમાં 2500, તામિલનાડુમાં 6000, પશ્વિમ બંગાળમાં 3000, ઓડિશમાં 7200, આસામમાં 3500, છતીસગઢમાં 3418 અને ગોવા માંથી 44 કેદીઓને છોડી મુકાયા છે. બિહાર ની જેલે 4500 કેદીઓને શિફ્ટ કર્યા છે.
કેટલીક જેલોમાં રેંડમ સેમ્પલિંગ
ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોની જેલમાં રેંડમ સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે આગરાની જેલમાં એક કેદીનું કોરોનાથી મોત થયું ત્યારબાદ ઉત્તર પ્રદેશ સરકારે આ પગલું ઉઠાવ્યું હતું. તેમજ જયપુર જેલમાં 140 કેદીઓ કોરોનાથી સંક્રમિત હતા ત્યારબાદ રાજસ્થાનની સરકારે સેમ્પલિંગ લેવાના આદેશ આપ્યા હતા.
સારવાર માટે સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
પંજાબની લુધિયાના જેલમાં પણ 1 મહિલાને કોરોના પોજિટિવ આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે જયપુરની જેલમાં બંધ કેદીઓને 2 મહિના માટે જમાનત આપી છે. આ દર્દીઓ કોરોના સંક્રમિત હતા તેથી ઉપલી અદાલતે તેમણે સારવાર માટે જમાનતને મંજૂરી આપી છે. ઉપરાંત ગુરુગ્રામની ભોંડસી જેલમાં 2 કેદીઓને કોરોના પોજિટિવ આવતા સારવાર માટે જમાનત આપી છે.

No comments