Tesla ની આ ઇલેક્ટ્રિક કાર થશે ભારત માં લોન્ચ, એક વખત ચાર્જ થી ચાલશે 498 કિમી
પ્રસ્તાવના
માનવી પૃથ્વી પર જીવન વિતાવી રહ્યો છે. પૃથ્વી પર રહેલા માનવીની બુદ્ધિ ધીમે ધીમે વિકસતી ગઈ છે. તે પૃથ્વી પરથી હવે ચંદ્ર અને મંગળ ગ્રહ પર પહોચવાના પ્રયાસો કરી રહ્યો છે. માનવી આદિમાનવ માથી માનવ બનતો જાય છે. માનવી એવી ટેકનૉલોજી વિકસાવી રહ્યો છે કે આખી દુનિયા હાથમાં આવી જાય. ઓટોમોબાઇલ ક્ષેત્રે પણ વિશ્વ આગળ વધી રહ્યું છે. પહેલા પેટ્રોલ અને ડીજલ થી ચાલતી કાર બનાવનાર માનવી આજે ઇલેક્ટ્રિસિટી થી ચાલતી કાર બનાવવા લાગ્યો છે. ઇલેક્ટ્રિસિટી થી ચાલતી કાર બનાવવા નું મોટું ઉદાહરણ Tesla કાર કંપની એ પૂરું પડ્યું છે. આ કાર એક વખત ચાર્જિંગ કર્યા બાદ 498 કિમી સુધી દોડે છે. આ કાર ભારત માં પણ હવે ઉપલબ્ધ છે.
સાચી દિશા પકડી આપી દુનિયાને ભેટ
Tesla નું લક્ષ્ય ટકાઉ ઉર્જાને વિશ્વમાં વેગ આપવાનું છે. Tesla ની સ્થાપના 2003 માં એક એંજિનિયરોના જુથ દ્વારા કરવામાં આવી હતી. આ જુથ એ સાબિત કરવા ઈછતું હતું કે ઇલેક્ટ્રિક વાહન ચલાવવા કોઈ સમાધાન કરવું જોઈએ નહીં. ઇલેક્ટ્રિક વાહન ગેસોલીન કાર કરતાં વધુ જડપી અને આનંદદાયક હોય શકે છે. Tesla ફક્ત ઇલેક્ટ્રિક વાહન જ નહીં પરંતુ સ્વચ્છ ઉર્જાનું ઉત્પાદન અને સંગ્રહ પણ કરે છે. Tesla માને છે કે પુનઃ અપ્રાપ્ય ઉર્જાસ્ત્રોતો પર આધાર રાખવાનું છોડી દેવું જોઈએ અને પુનઃ પ્રાપ્ય ઉર્જાસ્ત્રોતો પર આધાર રાખવાનું ચાલુ કરી દેવું જોઈએ કેમ કે હવે એ જ આપનું ભવિષ્ય છે. પુનઃ પ્રાપ્ય ઉર્જાસ્ત્રોતો થી પૃદૂષણ પણ ફેલાતું નથી અને તે અખૂટ ઊર્જાના સ્ત્રોત હોય ગમે ત્યારે ઉપલબ્ધ રહે છે.
દુનિયાને સતત નવી કારની ભેટ
2008 માં Tesla દ્વારા Roadster બહાર પાડવામાં આવી ત્યારે દુનિયાને તેમણે કટિંગ એજ બેટરી ટેક્નિક અને ઇલેક્ટ્રિક પાવર ટ્રેન નું ઉદાહરણ પૂરું પડ્યું. ત્યાથી આગળ વધીને Tesla એ વિશ્વ ની પ્રથમ ઇલેક્ટ્રિક કારની ભેટ આપી. આ કાર સેડાન હતી અને તેમનું મોડલ એસ શ્રેષ્ઠ કારનું ઉદાહરણ બન્યું. આ કાર માં 21 સદી સાથે દોડીને હાથ મિલાવવા માટે લાંબી રેન્જ, Over The Air સૉફ્ટવેર થી અપડેટ કરીને દુનીયા માં સ્પર્ધા માં આવી ગયું. સાથે રેકોર્ડ 0 મોટર ટ્રેડ દ્વારા માપવામાં આવેલ વેગ જે 2.28 સેકન્ડ માં 60 માઇલ નું અંતર કાપતી. હજુ Tesla એ પોતાની પ્રગતિ બરકરાર રાખી અને 2015માં મોડેલ X સાથે વિશ્વ ને સૌથી જડપી, સલામત અને સક્ષમ કાર આપી. આ કારને નેશનલ હાઇ વે ટ્રાફિક સેફ્ટી એડ્મીનીસ્ટ્રેશન દ્વારા 5 માથી 5 રેટિંગ આપેલ છે. 2016 માં CEO એલોન મસ્કની દ્વારા સિક્રેટ માસ્ટર પ્લાન દ્વારા મોડેલ 3 રજૂ કરી જે કિમતમાં સસ્તી, ઉચ્ચ ઇલેક્ટ્રિક વાહન હોય 2017 માં તેનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું. ત્યારબાદ તરત જ Tesla Truck ની ભેટ આપી.
સૂર્ય ઊર્જાના ઉપયોગની દિશા તરફ એક પગલું
સંપૂર્ણ ટકાઉ ઉર્જાનો ઉપયોગ કરવા માટે Tesla દ્વારા સોલર છત નો એક સમૂહ બનાવામાં આવ્યો જે નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન, સંગ્રહ અને વપરાશને સંચાલિત કરવા માટે વિશ્વના બધા વર્ગને સક્ષમ કરે છે. Teslaની Gifafectory 1 એ Tesla ના ઓટોમેટિવ ઉત્પાદનોને ટેકો આપે છે. આ ખૂબ જ ઉપયોગી ટેક્નિક છે જે બેટરીસેલ ના ઉપયોગમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. મકાન ની છત પર આ સોલર સેલ માટે જરૂરી વોલ્યૂમ માં બેટરીઓનું ઉત્પાદન પણ કરે છે.
Tesla ની આધુનિક ટેક્નોલૉજીથી સજ્જ ફેક્ટરી
બધા જ Tesla વાહનોનું ઉત્પાદન કેલિફોર્નિયાના ફ્રેમોંટમાં થાય છે. અહી વાહનોના બીજા પાર્ટસ પણ બનાવામાં આવે છે. આ તેમનું ઉત્પાદિત ક્ષેત્ર વિશ્વમાં સલામતિનો એક અભિગમ પૂરું પાડી રહ્યું છે. અહી એવી ટેક્નોલૉજી છે કે કોઈ કર્મચારી ફેક્ટરીમાં પગ મૂકે એ પહેલા તેમણે મલ્ટી ડે ટ્રેનીંગ પ્રોગ્રામ માં ભાગ લેવો જરૂરી છે. આ પ્રોગ્રામ નો મુખ્ય હેતુ નોકરી પરની તાલીમ અને tesla ની કાર્યપધ્ધતિ શું છે અને કેમ ઉત્પાદન સાઇકલ ઘટાડી ઉત્પાદન માં વધારો કરી શકાય છે તે છે અને સાથે તેમણે સલામતીના પણ પાઠ આપવામાં આવે છે.
આ હજુ શરૂઆત, હજુ આનાથી પણ સસ્તી કાર બનાવશે
Tesla એ કહ્યું કે આ તો હજુ શરૂઆત છે. તે હજુ લોકો ને પોસાય તેવી આનાથી પણ સસ્તી કાર બનાવવા પ્રયત્ન કરી રહી છે. Tesla એ ઉત્પાદનોને સુલભ અને સસ્તા બનાવવાનું સતત ચાલુ રાખ્યું છે અને ભવિષ્યમાં પણ ચાલુ રાખશે. Tesla માને છે કે નવીનીકરણીય ઉર્જા અને તેનો સંગ્રહ, બેટરી, ઇલેક્ટ્રિક કાર બધુ સ્વતંત્ર છે પરંતુ જો તેમને જોડવામાં આવે તો તે વધુ શક્તિશાળી બને છે અને તે જ અમારે ભવિષ્યમાં જોઈએ છે.




No comments