વિશાખાપટ્ટનમમાં ગેસ લિકેજની ઘટનાથી 11 ના મૃત્યુ અને 1000 બીમાર
એક બાજુ ભારતમાં COVID-19 કોરોના વાઇરસ ને કારણે હજારો લોકોના મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ ઘણી ચોકાવનારી અને હૈયાફાડ ઘટનાઓ બનતી હોય છે. આવી જ ઘટના આંધ્ર પ્રદેશ ના વિશાખાપટ્ટનમ ના આર આર વેંકટપુરમ ગામ માં આવેલી એલજી પોલીમર ફેક્ટરીમાં સવારે જેરી ગેસનું લીકેજ થવાથી બની હતી. આંધ્ર પ્રદેશ ના ડીજીપી સવાંગ એ બતાવ્યુ કે આ ઘટના ગુરુવારે 3:30 એ બની હતી. આ ગેસ એટલો જેરી હતો કે લોકો શ્વાસ પણ લઈ શકતા ન હતા અને કેટલાય લોકો ઊંઘમાં જ મૃત્યુ પામ્યા હતા. તેને કારણે 11 લોકો ના મૃત્યુ થયા હતા અને હજારોની સંખ્યા માં બીમાર પણ પડ્યા હતા.તેમાં એક વ્યક્તિ નું મોત દોડ ધામ થવાથી થયું હતું. આ ઘટના ને કારણે હજારોની સંખ્યામાં પ્રાણીઓના પણ મૃત્યુ થયા હતા. એક રિપોર્ટ મુજબ કંપની માં આ સમયે 2000 થી વધુ લોકો હતા.
NDRF ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી. આ ગેસની અસર 1 થી 1.5 કિમી ના એરિયા માં જોવા મળી હતી પરંતુ આ ગેસ ની અસર સ્થાનિક લોકો 2 થી 2.5 કિમી અંતરે પણ અનુભવ કરી રહ્યા હતા. વિશાખાપટ્ટનમના કમિશ્નર આર કે મીણા એ બતાવ્યુ કે ગેસ લીકેજ થી પ્રભાવિત લોકો નું ઘરે ઘરે પરીક્ષણ થઈ રહ્યું છે.વિશાખાપટ્ટનમની કિંગ જ્યોર્જ હોસ્પિટલમાં લગભગ 245 લોકોની સારવાર ચાલી રહી છે અને તેમાથી 20 વેન્ટિલેટર પર છે.
મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ આ સ્થિતીની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ એ આ ગેસ લીકેજ ની ઘટના ને ધ્યાનમાં રાખીને નેશનલ ડીજાસ્ટર મેનેજમેંટ ઓથોરીટી (NDMA) સાથે મિટિંગ કરી હતી અને ઘટનાની સમીક્ષા કરી હતી.
રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારને આશ્વાસન આપ્યું હતું અને મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ મૃતકોના પરિવારને 1 કરોડ અને વેન્ટિલેટર પરના પરીવારને 10 લાખની મદદ ની જાહેરાત કરી હતી.
No comments