Breaking News

એક સેકન્ડ માં 1000 HD ફિલ્મો ડાઉનલોડ થઇ શકે એટલી આ ઈન્ટરનેટ સ્પીડ, આ દેશે સર્જ્યો રેકોર્ડ

પ્રસ્તાવના

આ ટેક્નોલોજીનો જમાનો છે. હાલમાં આ ટેકનૉલોજીનો ઉપયોગ વરદાન સમાન છે.  માનવી પૃથ્વી પર જીવન વિતાવી રહ્યો છે. પૃથ્વી પર રહેલા માનવીની બુદ્ધિ ધીમે ધીમે વિકસતી ગઈ છે. તે પૃથ્વી પરથી હવે ચંદ્ર અને મંગળ ગ્રહ પર પહોચવાના પ્રયાસો કરી રહ્યો છે. માનવી આદિમાનવ માથી માનવ બનતો જાય છે. માનવી એવી ટેકનૉલોજી વિકસાવી રહ્યો છે કે આખી દુનિયા હાથમાં આવી જાય.આ યુગ ઇન્ટરનેટ યુગ છે. આ દુનિયા ઇન્ટરનેટ ની દિશા માં આગળ વધી રહી છે. આપણને યાદ હશે કે આપણે પહેલા 2G ની સ્પીડ થી ઇન્ટરનેટ ઉપયોગ કરતાં હવે તે 5G સુધી પહોચ્યું છે. એટલે કે ઇન્ટરનેટની દિશામાં માનવી ખૂબ જ આગળ વધી રહ્યો છે અને Kbps માથી Gbps અને તેમાથી હવે Tbps માં જવા માંગે છે. આપણે અનુમાન ના કરી શકીએ તેવી ઇન્ટરનેટ ની સ્પીડ અત્યારે આવે છે તો પણ માનવને હજી સંતોષ નથી તે હજુ આગળ વધવા માગે છે. આવો જ એક રેકોર્ડ ઓસ્ટ્રેલિયામાં 44.2 Tbps ની સ્પીડ થી ઇન્ટરનેટ ચલાવી બનાવામાં આવ્યો. સિંગાપોર માં પણ મહત્તમ 193 Mbps ની સ્પીડ મળે છે.

1 સેકન્ડમાં 1000 HD ફિલ્મ ડાઉનલોડ

ઓસ્ટ્રેલિયાની સ્વાઇનબર્ગ, મોનાશ અને RMIT યુનિવેર્સિટીઓના સંશોધકો એ સૌથી તેજ ઇન્ટરનેટ ચલાવીને રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડમાં ઇન્ટરનેટની સ્પીડ 1 સેકંડમાં 44.2 ટેરાબાઇટની છે. એટલે કે આટલી સ્પીડ દ્વારા એક આંખના પાલકારે 1 સેકન્ડ માં 1000HD ફિલ્મો ડાઉનલોડ થઈ જાય છે. આ ઇન્ટરનેટ સ્પીડ એ બધા રેકોર્ડ તોડી નાખ્યા છે અને બીજા સંશોધનકર્તાઓને આ દિશામાં નવા સંશોધનો કરવાની દિશા પૂરી પડી છે.

આ સ્પીડ આવવા પાછળનું કારણ

સંશોધનકર્તાઓ એ બતાવ્યુ કે આ સ્પીડ એવા ઉપકરણનો ઉપયોગ કરવાથી મળી છે જે ટેલિકોમ હાર્ડવેરમાં 80 લેજર્સ ને માઈક્રો કોંબ ઉપકરણમાં બદલી નાખે છે. સંશોધનકર્તાઓ એ હજુ આના વ્યાવહારિક ઉપયોગ કરવા બાબતે કશું કહ્યું નથી. પરંતુ આ ઇન્ટરનેટ ના યુગ માં બધુ જ શક્ય છે. તેના માટે બધા સંશોધનો ચાલુ જ હોય છે.

ગૂગલ સૌથી તેજ ઇન્ટરનેટ પ્રોવાઇડર્સ

સૌથી તેજ ઇન્ટરનેટ પ્રોવાઇડર્સની વાત કરીયે તો બધા ના મોઢે ગૂગલ ફાઈબર નું નામ આવે છે. આ ગૂગલ ફાઈબરની સ્પીડ 1000 Mbps છે. તેની હરોળ માં જ આરસીએન આવે છે જેની પણ સ્પીડ 1000 Mbps છે. વેરિજોનની સ્પીડ 940 Mbps છે. આ બધા કરતાં સૌથી વધુ ઇન્ટરનેટની સ્પીડ Xfinity ની આવે છે. તેના દ્વારા 2000 Mbps ની સ્પીડ આપવામાં આવે છે.

ભારતમાં ઇન્ટરનેટની સ્પીડ   

હાલમાં સિંગાપોર માં પણ મહત્તમ 193 Mbps ની સ્પીડ મળે છે. જ્યારે ભારતમાં ઇન્ટરનેટની સ્પીડ 25-50 Mbps મળે છે. ઉપરાંત 2019 માં એક વેબસાઇટએ 11 પેટાબાઈટ પ્રતિ સેકન્ડની સ્પીડએ ઇન્ટરનેટ ચલાવાનો દાવો કર્યો છે.


No comments