Breaking News

જમ્મુ કાશ્મીરના પુલવામા સતત બીજી વખત બની આ ઘટના.ભારતીય સુરક્ષા બળો એ બનાવી નિષ્ફળ

પ્રસ્તાવના

એક બાજુ ભારત દેશએ કોરોના સામે જંગ છેડ્યો છે ત્યારે બીજી બાજુ આર્મી એ પણ આતંકવાદીઓ સામે જંગ છેડ્યો છે. ભારતની આર્મી હમેશા ખડે પગે રહે છે. તે દેશની સેવા અને સુરક્ષા માટે જાન ની પરવા કર્યા વગર દેશ માટે લડે છે. તે હમેશા એ વાતે સચેત રહે છે કે કે દેશ માં આતંકવાદી ઘૂસી ન જાય અને તેમાં હમેશા સફળ પણ રહે છે આજે જ આવી એક ઘટના જમ્મુ કશ્મીર ના પુલવામા બની. તો આ ઘટનાને કઈ રીતે આપના સુરક્ષા બળોએ આતંકવાદીઓને માત આપી.

કારને આ રીતે ઉડાવી દેવાઈ

જમ્મુ કશ્મીર ના પુલવામા આપના સુરક્ષા બળોએ એક મોટી ઘટનાને કારણે થતું નુકસાન અટકાવ્યું છે. તેમણે એક કાર બોમ્બ થી થતાં હુમલાને અટકાવ્યો. આ કાર માં 40 થી 45 કિલો IED રાખેલો હતો. આ ઘટના બને એ પહેલા જ સુરક્ષા બળોએ રોકી દીધી છે. આ એક ઘાતક હુમલો હોય શકે છે જે હવે બનવાનો નથી.

આ રીતે આર્મી સફળતા મેળવી  

આજે સવારે જમ્મુ કશ્મીર ના પુલવામા જિલ્લાના રાજપોરા ના આયનગુંદ ગામ માં એક કાર એમ જ કોઈ ડ્રાઈવર વિના મળી આવી હતી. આ કાર ને આવી હાલત માં એમ જ પડેલી જોઈ ને શંકા ગઈ અને સુરક્ષા બળોએ સ્કવોડ ની મદદ લઈને આ IED નષ્ટ કરી હતી. હવે આ IED ને કારથી અલગ કરવું શક્ય ન હતું. તેથી સુરક્ષા બળોએ આ IED ને કાર સાથે જ ઉડાવી દીધી અને કારના ચૂરે ચૂરા થઈ ગયા. IG વિજય કુમારે બતાવ્યુ કે સુરક્ષા બળો એ ગોળીઓ ચલાવી પરંતુ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. ઉપરાંત એમણે ઉમેર્યું કે આ ગુપ્ત ખુફિયા કામની જાણકારી પણ અમને મળી ગઈ હતી. તે આગળના દિવસ થી જ આ કાર ની તલાશ કરવાનું ચાલુ કરી દીધું હતું.

આ કારનું રજીસ્ટ્રેશન પણ ન હતું

સ્થાનિક પોલીસે બતાવ્યુ કે આ કારનું કોઈ રજીસ્ટ્રેશન હતું નહીં. એટલે કે આ કાર ને આવા કામ માટે  અંજામ આપવા ઉપયોગ માં લેવાઈ હશે. જ્યારે આ કાર ને પોલીસ દ્વારા રોકવામાં આવી ત્યારે તેના ડ્રાઇવરે સ્પીડ વધારી દીધી હતી. કાર ના ડ્રાઇવરે બેરિક તોડીને પણ ચાલી ગઈ. આ સંયુક્ત કામ ને CRPF, સુરક્ષા બળો અને જમ્મુ કશ્મીરની પોલીસ ના સહકારથી નાકામ બનાવાયું.

આજુબાજુ થોડી માલહાનિ પહોચી

આ IED ને કારથી અલગ કરવું શક્ય ન હતું. તેથી સુરક્ષા બળોએ આ IED ને કાર સાથે જ ઉડાવી દીધી અને કારના ચૂરે ચૂરા થઈ ગયા. આ વિસ્ફોટ એટલો ખતરનાક હતો કે આજુબાજુ ના કેટલાક ઘરો ને નુકસાન પહોચ્યું હતું. બીજી કોઈ જાનહાનિ જોવા મળી ન હતી.

આ સ્થળે આ બીજી ઘટના

આગળના વર્ષે આ જ સ્થળે પુલવામા CRPF ના 40 જવાનો શાહિદ થયા હતા. ત્યારબાદ ભારતીય આર્મી સેના એ પાકિસ્તાન માં ઘૂસીને જૈસ એ મોહમ્મદ ના કેટલાય કેમ્પ ને ઉડાવી દીધા હતા. ત્યારે પણ ભારતીયો એ આર્મી ને આ કામ માટે બિરદાવી હતી અને આજે પણ આ ઘટના ના બની તે માટે સોશિયલ મીડિયા ટવીટર પર લોકો એ ભારતીય સેના, CRPF, સુરક્ષા બળો અને જમ્મુ કશ્મીરની પોલીસ ના વાહ વાહ કર્યા હતા.

No comments