ભારતીય સંસ્કૃતી ના પ્રાચીનતમ અને સુઆયોજીત નગરયોજના ધરાવતા કચ્છ માં આવેલા ધોળાવીરા વિશે કેટલીક આ અજાણી માહિતી
પ્રસ્તાવના
ભારત તેના સમૃદ્ધ વારસા ને કારણે જગતભરમાં જાણીતું બન્યું છે. ભારત વૈવિધ્યસભર અને સમૃદ્ધ સાંસ્ક્રુતિક વારસો ધરાવે છે. શિલ્પ અને સ્થાપત્ય ક્ષેત્રે ભારતના ઈતિહાસે વિશ્વમાં નવી ઓળખ આપી છે. ભારતનું પ્રાચીન સિંધુકાલીન નગર આયોજન સમકાલીન વિશ્વના નગર આયોજન કરતાં ચડિયાતું હતું. ત્યારની પ્રજા રહેણીકરણી થી લઈને નગર આયોજનનું ઊંડું જ્ઞાન ધરાવતી હતી. સાંસ્ક્રુતિક, પૌરાણિક અને પુરાતત્વિય મહત્વ ધરાવતા સ્થળોમાં લોથલ(ધોળકા તાલુકો), ધોળાવીરા(કચ્છ જિલ્લો), રંગપુર(સુરેન્દ્રનગર નો લીંબડી તાલુકો), શ્રીનાથગઢ (રાજકોટ જિલ્લો) મુખ્ય છે. ઉપરાંત સિંધુખીણની પ્રજાએ સ્થાપત્યના ક્ષેત્રે સુંદર અને સુઆયોજિત નગરો વિકસાવ્યા. તેમાં મોહેં-જો-દડો અને હડડ્પાનું નગર આયોજન જાણીતા છે. સાથે સાથે કચ્છમાં આવેલું ધોળાવીરા એ મહત્વનુ સ્થાન ધરાવે છે. તો આ ધોળાવીરા વિશે જાણીએ.
સ્થાન અને વિસ્તાર
ધોળાવીરા ભુજ થી લગભગ 140 કિમી દૂર ભચાઉ તાલુકાનાં મોટા રણના ધોળાવીરા ગામથી 2 કિમી દૂર આવેલ છે. આ નગર ખદિરબેટ ની નજીક જ આવેલું છે. આ નગર રાધનપુરથી 165 કિમી દૂર છે.એક સમયે આ ધોળાવીરા સમુદ્ર નો હિસ્સો હતું. પરંતુ ધીમે ધીમે થતાં કેટલાક ભૌગોલિક બદલાવ ને કારણે હજારો વર્ષો પછી તે ખારા પટ માં ફેરવાઇ ગયું. આ વિસ્તાર લગભગ 20 હજાર સ્કવેર કિલોમીટર માં ફેલાયેલો છે. આ નગર મનસર અને મનહર નદીઓ વચ્ચે આવેલું હતું એટલે કે ઉત્તરમાં મનસર અને દક્ષિણમાં મનહર નદી વહેતી હતી. આજે આ બંજર જમીન બની રહી છે. ક્યારેક આ સ્થળ હડડ્પા ના પ્રચિંતમ નગરોમાં નું મહત્વનુ સ્થળ હતું. આ નગર આઠ હડ્ડપીય નગરોમાં પાંચમું સ્થાન ધરાવતું એક વિશેષ નગર છે.
સંશોધનકર્તાઓ દ્વારા પુનઃ ઉત્ખનન
આ નગર એટલું પ્રાચીન હતું કે લોકો તેના વિશે જાણવા માગતા હતા કે અહીની સંસ્કૃતિ કેવી હતી. ત્યાં એવા કેટલાક પુરાવાઓ મળી આવ્યા કે સંશોધનકર્તાઓને તેના વિશે જાણવામાં રસ પડ્યો. ગુજરાત રાજ્ય ના પુરાતત્વિય ખાતા એ આ નગરનું સર્વેક્ષણ પણ કર્યું. ત્યારબાદ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના અધિકારીઓએ સંશોધન હાથ ધર્યું. આ નગર 1967-68 માં જે.પી. જોશી દ્વારા શોધવામાં આવ્યું હતું. ઈ.સ. 1990 માં રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ વિશેષ ઉત્ખનન ચાલુ કર્યું.
દુશ્મનોથી બચવા માટેની યોજના
જ્યારે અહયા ઉત્ખનન હાથ ધરાયું ત્યારે એવા એવા પુરાવાઓ અને પ્રાચીન વસ્તુઑ મળી કે તેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. એક વખત તો સંશોધનકર્તાઓને વિચારમગ્ન કરી દીધા. ઉત્ખનન દરમિયાન કિલ્લાઓ, મહેલ તેમજ નગરોની દીવાલોનો રંગ સફેદ હશે તેના અવશેષો મળી આવ્યા. દુશ્મનોથી બચવા માટે નગરની કિલ્લેબંધીની મજબૂત સુરક્ષા અને વ્યવસ્થતા હતી. આ દીવાલ માટી, પથ્થર અને ઈંટો માથી બનેલી હતી. આ પરથી કહી શકાય કે અહીની પ્રજા નગર આયોજન માં ખૂબ જ નિપુણતા ધરાવતી હશે. સાથે સાથે જે પાકી ઈંટો મળી આવી તે પર થી કહી શકાય કે તે પાકી ઈંટો કેમ બનાવાય તેમાં પણ નિપુણતા ધરાવતી હતી. કદાચ એવું પણ બની શકે કે તે સમય માં ઈંટો પકવવા કે બનાવવા કઈક અલગ કે હાલ જેવી રચના હોય શકે.
પાણી શુદ્ધ કરવાની વ્યવસ્થા
સંશોધન દરમિયાન આહીથી પીવાનું પાણી શુદ્ધ ગળાઈને આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વ્યવસ્થા એટલી અદ્ભુત હતી કે આજ ના આધુનિક યુગ માં પણ આપણે આવી વ્યવસ્થા કરી શક્યા નથી. આ પર થી કહી શકાય કે આ સંસ્કૃતિની પ્રજા બધી બાબતે સારી નિપુણતા અને જ્ઞાન ધરાવતી હશે.
મોટું સાઇન બોર્ડ મળી આવ્યું
અહીથી ઉત્ખનન દરમિયાન એક ખૂબ જ મોટું સાઇન બોર્ડ મળી આવ્યું હતું. આ બોર્ડ માં 10 સાઇન હતી. આ બોર્ડ 3 મીટર(9.8 ફૂટ) લાંબુ હતું. આ સાઇન બોર્ડ શું કહેવા માગે છે હજુ તે ઉકેલી શકયું નથી. કહેવાય છે કે તે આ પ્રજાની વાત કરવાની ભાષા હશે.
આ વસ્તુઓ પણ મળી આવી
અહીથી ઘડો, બરણીઓ, ધાતુની હથોડી, છીણી, વાયર અને પકવેલી માટી એટલે કે ટેરાકોટા ના ઘણા બધા અવશેષો મળી આવ્યા હતા.
No comments