Breaking News

TikTok ને ભારત માં મોટો ઝટકો. આ એક વિડિઓ વાયરલ થવાથી રેટિંગમાં થયો આટલો ઘટાડો.

પ્રસ્તાવના

હાલમાં દેશમાં કોરોના વાઇરસ ને લઈને લોકડાઉન ચાલુ છે. આ વાઇરસ ચીન થી ફેલાયો છે એવું ઘણા દેશોનું કહેવું છે. સાથે લોકો ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરી રહ્યા છે. સાથે ભારતે અર્થવ્યવસ્થાને ઊભીકરવા માટે આત્મ નિર્ભર બનવાનું કહ્યું છે તેમણે કયું કે લોકલ માટે વોકલ બનો. ત્યારબાદ જ ચીન ની કંપની Tik Tok ને સૌથી મોટો જતકો મળ્યો છે. તેમના રેટિંગમાં સતત ઘટાડો થતો જોવા મળ્યો છે. તેનું કારણ બન્યો એક એસિડ અટેક નો વિડીયો.

Tik Tok ના ઉપયોગ પર પ્રતિબંધ

Tik Tok માં લોકો ટૂંકો વિડીયો બનાવીને અપલોડ કરતાં હોય છે. Tik Tok ના દુનિયાભરમાં 2 બિલિયન યુજર્સ છે અને છેલે એપ્રિલ માં ભારતમાં 6.11 કરોડ યુજર્સ એ આ એપ ડાઉનલોડ કરી હતી. કોરોના મહામારીમાં  Tik Tok ની લોકપ્રિયતાએ FB, Whatsapp અને Instagram ની લોકપ્રિયતા ને પાછળ છોડી દીધી હતી. પરંતુ ધીમે ધીમે તેમનો બહિષ્કાર થવા માંડ્યો અને ગૂગલ પ્લે સ્ટોરમાં તેનું રેટિંગ પણ ઘટી ગયું.કેટલાક દેશો એ આ એપની પ્રાઈવસીથી ખતરો હતો. તે માટે ભારત માં આ એપ નો ઉપયોગ વિરોધ ટવીટર પર ખૂબ જ થવા લાગ્યો. Tik Tok પર એક એસિડ અટેકને  પ્રમોટ કરતો વિડીયો વાઇરલ થયો અને આ સાથે  ટવીટર પર પણ આ વિડીયો વાઇરલ થયો. સોમવારથી ટવીટર પર #BanTikTokIndia અને # TikTokBan ટ્રેડ ચાલુ થયો. આ મામલો એટલો આગળ વધ્યો કે રાષ્ટ્રીય મહિલા આયોગે પણ Tik Tok ને એક લેટર લખ્યો છે.

વિડોયો પર બબાલ

થોડા દિવસ પહેલા Tik Tok પર કોરોના ને લઈને અફવા ફેલાવતો વિડીયો વાઇરલ થયો હતો. ત્યારે પણ વાતાવરણ ગરમ થઈ ગયું હતું, અને અત્યારે પાછો એક એવો વિડીયો વાઇરલ થયો જેમાં છોકરો અને છોકરી ઍસિડ અટેક ને પ્રમોટ કરે છે. આ પહેલી વાર બન્યું નહીં. પહેલા પણ રેપ કલ્ચર ને પ્રમોટ કરતો વિડીયો પણ વાઇરલ થયો હતો. કેટલાક લોકોનો એ પણ દાવો છે કે Tik Tok દ્વારા ભારત માં લવ જેહાદ ને પણ પ્રમોટ કરાય છે.

આ બાબતે યુજર્સ ના જવાબો

આ બાબતે ઘણા બધા યુજર્સે Tik Tok અને આ વાઇરલ થતાં વિડીઓના સંદર્ભમાં ટવીટર પર કમેંટ અને ટવીટ કરીને વિરોધ કરે છે. ગૂગલ પ્લે સ્ટોરમાં આ એપ નું રેટિંગ પહેલા સોમવારે 3.7 હતું જે મંગલવારે ઘટીને 1.3 થઈ ગયું હતું. લોકો એ આ એપને અનીન્સ્ટોલ અને પ્રતિબંધ મૂકવા અપીલ કરી હતી. યુજર્સે Tik Tok પરના એવા ઘણા વિડીઓને ટવીટર પર શેર કરીને રોષ ઠાલવ્યો હતો.


No comments