Breaking News

YouTube vs Tik Tok ના આ વિડિયો એ youtube ના બધા રેકોર્ડ તોડી નાખ્યા

પ્રસ્તાવના

You Tube એ લોકો ને ફેમસ થવા માટે નું મોટું પ્લેટફોર્મ છે. લોકો આ પ્લેટફોર્મ પર ફેમસ થઈને સારી એવી કમાણી કરી શકી છે. Youtuber લોકોને મનોરંજન પણ પૂરું પાડે છે. આવા Youtuber માં નામ લઈએ તો કૈરી મિનાતી નું નામ મોખરે આવે છે. કૈરી મિનાતી રોસ્ટ કરીને વિડીયો મૂકે છે.

શું બન્યું હતું કૈરી મિનાતી સાથે

કૈરી મિનાતી સાથે બન્યું એવું કે તે એક વિડિયોમાં ટીક ટોક સ્ટાર આમિર સિદ્દીકી નો રોસ્ટ વાળો એક વિડીયો અપલોડ કર્યો હતો. પરંતુ આ વિડીયો YouTube એ પોલિસી ની વિરુદ્ધ હોય ડિલીટ કરી નાખ્યો છે. પરંતુ YouTube એ આવું કરવાથી કૈરી મિનાતી વધુ પ્રખ્યાત થયો છે. YouTube અનુસારઆ વિડિયોમાં ધમકવાનો અને ઉત્પીડન નો ભાવ છે. સોશિયલ મીડિયા પર કૈરી મિનાતીને વધુ સમર્થન મળ્યું હતું અને કૈરી મિનાતીએ YouTube ને ટવીટર પર સામો જવાબ આપ્યો છે.

કોણ છે કૈરી મિનાતી

એમનું મૂળ નામ અજય નાગર છે. તે ફરીદાબાદનો છે. તે પહેલેથી જ બધા અભિનેતાઓની નકલ કરે છે. આ શોખ માટે તેને બારમાં ધોરણની પરીક્ષા પણ ના આપી અને 15 વર્ષની નાની ઉમરે તેને YouTube પર પહેલો વિડીયો મૂક્યો હતો પરંતુ તે સફળ થયો ના હતો. પરંતુ તેને હાર ના માંણિ. તેમણે બીજી YouTube ચેનલ બનાવી. તે ચેનલનું નામ તેને સની દેઓલ રાખ્યું હતું અને ત્યારબાદ બદલીને કૈરી દેઓલ રાખ્યું હતું. હવે તે ચર્ચા માં ત્યારે આવ્યો જ્યારે તેમણે જાણીતા Youtuber ભુવન બામનું રોસ્ટ કર્યું. તેમને હાલમાં પ્રખ્યાત મેગેઝીન ટાઇમ્સ માં ‘નેક્સ્ટ જનરેશન લીડર્સ 2019’ માં સ્થાન મળ્યું છે. એમની એક બીજી ચેનલ છે તેમાં તે લાઈવ ગેમ રમે છે.  

કૈરી મિનાતીએ ટવીટર પર શું લખ્યું

કૈરી મિનાતીએ YouTube ને ટવીટર પર સામો જવાબ આપતા ટવીટ કર્યું હતું કે જેમ જેમ હું વધુ પ્રખ્યાત થયો એમ મે ઈછયું છે કે હું લોકોને મનોરંજન પૂરું પાડું. જ્યારે હું 10 વર્ષ નો હતો ત્યારથી વિડીયો બનાવી રહ્યો છું. અત્યાર સુધી માં મને ક્યારે રોકવામાં આવ્યો નથી. મે મારી આશાઓ, સપના, જાત અને મારી જિંદગી YouTube ને નામે કરી દીધી હતી. એક એવું પ્લેટફોર્મ કે જ્યાં યુજર્સ અને ક્રિએટર્સ વચ્ચે કન્ટેન્ટ હોય છે અને તે કરોડો લોકોને મનોરંજન પૂરું પડે છે.

ઉપરાંત લખ્યું કે આને સ્વીકાર કરવો મુશ્કેલ હતો અને આ વિડીયો બેન જ રહેશે પરંતુ આ વિડીયોએ  બધા રેકોર્ડ્સ તોડી નાખ્યા હતા અને સૌથી વધુ લોકોએ લાઇક પણ કર્યો હતો. આ નોન મ્યુજિકલ વિડીયોને વૈશ્વિક રીતે એટલા લોકોએ પસંદ કર્યો હતો કે તે એક ભારતીય ક્રિયેટર નો હતો. ક્યારેક ક્યારેક મોટી કામયાબીને ટાર્ગેટ બનાવો આસન હોય છે.  

શું હતો પૂરો મામલો

પહેલા એક YouTube vs Tik Tok અને Tik Tok vs YouTube નામથી એક લડાઈ ચાલી હતી. આની શરૂઆત રોસ્ટિંગ Youtuber એલ્વિસ યાદવે વિડીયો મૂકીને કર્યું હતું. આ વિડિયોમાં તેને કેટલાક નામી ટીકટોકર્સ ને રોસ્ટ કર્યા હતા પરંતુ ત્યારબાદ કેટલાક યુજસે તેમણે ખોટા બતાવ્યા હતા. ત્યારબાદ કેટલાય Youtuber એ ટીકટોકર્સને રોસ્ટ કર્યા હતા. તેમના એક Youtuber એટલે કૈરી મિનાતી. જેમનો વિડીયો YouTube એ ડિલીટ કરતાં સામો ઉપરનો જવાબ આપ્યો હતો. તેમણે જાણીતા ટીકટોકર્સ આમિર સિદ્દીકીનો વિડીયો અપલોડ કર્યો હતો.

ટીકટોકર્સ આમિર સિદ્દીકીનો વિડીયો અપલોડ કર્યો

નામી ટીકટોકર્સ આમિર સિદ્દીકીનો IGTV(Instagram Video) માં વિડીયો અપલોડ કર્યો ત્યારે ત્યારે તેમાં Youtubers અને ટીકટોકર્સની કેટલીક બાબતોની તુલના કરી હતી. એમાં ધમકવાનો અને ઉત્પીડન નો ભાવ વ્યક્ત થતો હતો. જે YouTubers ને પસંદ ના આવ્યું અને તેમણે આ વિડીયો ડિલીટ કરી નાખ્યો.

વિડીઓને મળ્યા સૌથી વધુ વ્યુ અને લાઇક  

આ વિડિયોમાં કૈરી મિનાતીએ અપશબ્દનો પણ ઉપયોગ કર્યો હતો. કૈરી મિનાતીની ચેનલમાં  મિલિયન સબસ્ક્રાએબર્સ છે. આ વિડીઓને   મિલિયન થી વધુ વ્યૂ મળ્યા અને 10 મિલિયન લોકોએ પસંદ કર્યો. આ સાથે આ વિડિયોએ બધા રેકોર્ડ્સ તોડી દીધા હતા. પરંતુ Youtube એ આ વિડીયો પોલિસી વિરુદ્ધ કહીને 5 દિવસમાં ડિલીટ કરી નાખ્યો અને પછી લોકો કૈરી મિનાતીના સમર્થનમાં આવ્યા અને સોશિયલ મીડિયા પર #JusticeForCarry ટ્રેન્ડ ચાલુ કર્યો.

કૈરી મિનાતીએ આભાર માન્યો

કૈરી મિનાતીએ લોકોએ સમર્થન કર્યું તેના માટે બધા નો આભાર માનતા કહ્યું કે આપ બધાના સપોર્ટ અને પ્યાર માટે આભાર માનું છું. જિંદગીએ ઘણું શીખવ્યું છે અને આજે પણ શીખ્યો છું કે જે વસ્તુ મારા માટે વધુ મેટર કરે છે તે તમારો બધાનો પ્યાર છે. હમેશા મારી સાથે રહેવા માટે આભાર.

 


No comments