Breaking News

પશ્ચિમ બંગાળમાં કોરોનાની સાથે આવી પડી આ મુસીબત. નરેન્દ્ર મોદી એ લીધી તાત્કાલિક મુલાકાત

પ્રસ્તાવના

એક બાજુ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ વાતાવરણ પણ પોતાનો રંગ બદલી રહ્યું છે. આ વાતાવરણ ને લઈને હવામાન વિભાગે આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ચેતવણી આપી છે. આ વાવાજોડું એટલું સક્રિય બનશે કે જેને કારણે અંદામાન નિકોબાર, ઓડિશા અને પશ્વિમ બંગાળને ભારે નુકશાન થશે અને ત્યાં ભારે વરસાદ પણ પડશે એવી ચેતવણી અપાઈ છે. પશ્વિમ બંગાળના કેટલાક સ્થળો અને ઓડિશાના કેટલાક તટિય વિસ્તારોમાં ભારે વર્ષા થશે. હાલમાં દેશમાં પશ્વિમીય ખલેલ ચાલુ છે. તેને કારણે વાતાવરણએ  અચાનક પલટો માર્યો છે. હાલમાં આ વાવજોડાને કારણે પશ્વિમ બંગાળ માં ભારે વરસાદ પડ્યો છે અને ભારે જાનહાનિ અને માલહાની થઈ છે.

પશ્વિમ બંગાળમાં કોરોના ની સાથે નવી આપત્તિ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે હવાઈ ક્ષેત્ર દ્વારા પશ્વિમ બંગાળના  અમ્ફાન વાવજોડાથી પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત લીધી હતી.  તેને આ બાબતે પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સાથે આ બાબતે વાતચીત પણ કરી હતી અને પશ્વિમ બંગાળ માટે તાત્કાલિક 1000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું. નરેન્દ્ર મોદીએ સાંત્વના આપી હતી કે જલ્દી થી પશ્વિમ બંગાળ સામાન્ય સ્થિતિ આવી જશે.

નરેન્દ્ર મોદીની મમતા બેનર્જીને સાંત્વના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર આ પરિસ્થિતિમાં હમેશા પશ્વિમ બંગાળ સાથે છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે હાલમાં પશ્વિમ બંગાળ કોરોના અને અમ્ફાન વાવજોડા એમ બે કુદરતી આપત્તિઓ માથી પસાર થઈ રહ્યું છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના નો મંત્ર છે ઘર માં જ રહો તેમ આ વાવજોડાથી બચવાનો મંત્ર જલ્દી સુરક્ષિત જગ્યા એ જતાં રહો.

80 લોકોના મૃત્યુનું નરેન્દ્ર મોદીને દુખ

આ તોફાન ને કારણે માલહાનિ ખૂબ જ થઈ હતી. રસ્તાઓ પર વૃક્ષો અને વીજળીના થાંભલાઓ પડી ગયા હતા અને ગાડીઓને પણ ભારે નુકસાન થયું હતું. સાથે સાથે જાનહાની પણ થઈ છે. આ તોફાન ને કારણે 80 લોકોના મૃત્યુ થયા છે. આ તોફાન ને રોકવા ઘણી કોશિશ કરાઇ તેમ છતાં 80 લોકો મૃત્યુ પામ્યા તેનું મને દુખ છે તેવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું.

મૃતકોના પરિવારોને મદદ

નરેન્દ્ર મોદીએ આ વાવજોડાથી જ લોકો મૃત્યુ પામ્યા છે તેને 2 લાખ રૂપિયા પ્રધાનમંત્રી રાહતકોશ માથી આપવાની ઘોષણા કરી છે અને જે લોકો ઘાયલ થયા છે તેમને 50 હજાર રૂપિયા આપવાની ઘોષણા કરી છે. આ તોફાન ને કારણે માલહાનિ ખૂબ જ થઈ હતી. રસ્તાઓ પર વૃક્ષો અને વીજળીના થાંભલાઓ પડી ગયા હતા અને ગાડીઓને પણ ભારે નુકસાન થયું હતું.

નુકસાનની ચકાસણી માટે કેન્દ્ર થી ટિમ રવાના

પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જી એ નરેન્દ્ર મોદીને એક વખત પશ્વિમ બંગાળના જે ક્ષેત્રોમાં નુકસાન થયું છે તેની મુલાકાત લેવા વિનંતી કરી હતી. તેને પગલે કેન્દ્ર એ તોફાનથી થયેલા નુકસાન ની જાણકારી મેળવવા એક ટિમ મોકલવાની વ્યવસ્થા કરી છે.


No comments