દેશમાં કોરોના સંક્રમીતોનો આંકડો પહોંચ્યો 90 હજાર.આ છે તેમની પાછળનું કારણ
પ્રસ્તાવના
આખું વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. કોરોના વાઇરસએ વિશ્વમાં ત્રાહિમામ મચાવ્યો છે. લોકો કોરોનનાને લીધે ટપાટપ મારી રહ્યા છે. ઈટાલી, અમેરિકા, સ્પેન જેવા દેશોની હાલત કફોડી કરી નાખી છે. આ વાઇરસથી મૃતકોની સંખ્યા 2 લાખ 99 હજાર ને પર થઈ ગઈ છે. બધા દેશોના તંત્ર તેમની સામે નાથવા માટે ઘણા ઉપાયો શોધી રહ્યા છે. જેમ જેમ સંક્રમિતોની સંખ્યા વધતી જાય છે તેમ સામે મૃતક આંક પણ વધતો જાય છે. લોકડાઉન ની વચ્ચે છૂટછાટ આપવાથી શ્રમિકો ગામડામાં અને બીજે જઈ રહ્યા છે તેમણે કારણે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. આ આંકડો દેશ માં 90,000 ઉપર જતો રહ્યો છે. શનિવાર ની કોરોના અપડેટ મુજબ દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 90,648 પહોચી ગઈ છે. દેશમાં કોરોના સંક્રમણના સૌથી વધી દર્દીઓ મુંબઈ, દિલ્લી, અમદાવાદ, ચેન્નઈ અને પુણે છે. દેશમાં કુલ મૃતકોની સંખ્યાના 30% જેવા મૃતકો આ શહેર માથી છે.
ગામડાઓ સુધી પહોચ્યો કોરોના
દેશમાં વધુ કોરોના સંક્રમિતો એ છે કે જે વિદેશ થી આવે છે અથવા તો પોતાના વતન જઈ રહ્યા છે. તેને કારણે કોરોના ગામડાઓ સુધી પણ પહોચી ગયો છે. દેશના મોટા શહેરોની સ્થિતિ પણ ખરાબ છે. લોકો મુંબઈ, દિલ્લી, અમદાવાદ, ચેન્નઈ અને પુણેથી પોતાના વતન તરફ પ્રયાણ કરે છે તેથી કોરોનનું સંક્રમણ વધ્યું છે અને ગામડાઓ સુધી પહોચ્યું છે.
શ્રમિકો ચાલીને પોતાના વતન રવાના
દેશમાં જ્યારથી લોકડાઉનની શરૂઆત થઈ છે ત્યારથી બધા મજદૂરો પોતાના વતન ચાલીને રવાના થયા છે કારણકે બધીજ પરિવહન સેવાઓ બંધ થઈ ગઈ છે. તેમના પાસે બીજો કોઈ રસ્તો ન હતો. રોજી રોટી ન મળવાથી બધા શ્રમિકો પોતાના વતન જવા લાગ્યા છે. પરંતુ ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય સરકારે ટ્રેન સેવા પણ ચાલુ કરી દીધી છે. કેટલાક રાજયોની સરકારો બસ સેવા પણ ચાલુ કરવાની સ્થિતિમાં છે. પરંતુ બધી જગ્યાએ આ સેવાઓ ચાલુ થઈ ના હોવાથી મોટી સંખ્યામાં શ્રમિકો રસ્તા પર આવી ગયા છે.
પ્રવાસી શ્રમિકોની હાલત ખરાબ
કોરોના અને આ લોકડાઉનની ખરાબ સ્થિતિને કારણે કેટલાક પ્રવાસી શ્રમિકોની હાલત વધુ ખરાબ બનતી ગઈ છે. પ્રવાસી શ્રમિકોને ખાવાના ફાફા પડી રહ્યા છે. ક્યારેક આ શ્રમિકો ટ્રક મારફતે પોતાને ઘર જવા મજબૂર થઈ રહ્યા છે અને કેટલાક જે પગપાળા જાય છે તે કેટલીક ઘટનાઓનો ભોગ બની રહ્યા છે. આવી જ એક ઘટના આજે બની હતી જેમાં ટ્રક માં જઈ રહેલા 26 શ્રમિકોના મૃત્યુ થયા હતા. ઉપરાંત ટ્રેન દુર્ઘટના માં 1 શ્રમિક પરિવારના બધા સભ્યોએ જાણ ગુમાવી હતી. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ માં સડક દુર્ઘટનામાં 35 શ્રમિકો મૃત્યુ પામ્યા હતા.
આજે રવિવારે લોકડાઉન 3 નો અંતિમ દિવસ
આજે રવિવારે લોકડાઉન 3 નો અંતિમ દિવસ છે અને કાલથી નરેન્દ્ર મોદીના 12 મે ના દૂરદર્શી ભાષણ મુજબ નવા નિયમો અને રૂપરંગ અને છૂટછાટો સાથે ચોથા ચરણ નો આરંભ થશે. પરંતુ આ ચરણમાં કેટલીક આર્થિક પ્રક્રિયાઓને છૂટછાટો આપવામાં આવશે. આ સંપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારો પર રહેશે. હજુ શાળાઓમાં તો જૂન સુધી વેકેશન છે અને ત્યારબાદ ખુશે કે શું તે પણ હજુ અસમંજસ છે. આ રીતે ચોથા ચરણમાં પૂર્ણ લોકડાઉન ખત્મ નહીં થાય.

No comments