Breaking News

ક્રિકેટ પ્રેમીઓ માટે માઠા સમાચાર. T20 World Cup ને લઈને ICC બોર્ડ દ્વારા લેવાયો આ નિર્ણય

પ્રસ્તાવના

હાલમાં કોરોના મહામારીએ જોર પકડ્યું છે. લોકોના ધંધા પર ગ્રહણ લાગી ગયું છે. કેટલીક ઈવેન્ટઓ મુલતવી રાખવામા આવી છે. કેટલીક રમતો પણ રદ કરવામાં આવી છે તો કેટલીક રમતો પાછળ ઠેલવાય છે. એક સૂત્ર મુજબ ઓક્ટોમ્બર-નવેમ્બર માં યોજનારા ICC T20 World Cup ને પણ ગ્રહણ લાગ્યું હોય તેવું જણાય છે. આ ICC T20 World Cup રદ કરાઇ તેવી ચર્ચા એ જોર પકડ્યું છે.

બેઠક ICC Board ના સભ્યોની

હવે ઓસ્ટ્રેલીયા યોજનારી T20 World Cup ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ 2022 સુધી ટાળવાનો નિર્ણય કર્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ના સભ્યોની 28 મે ના જે બેઠક થવાની છે તેમાં આ નિર્ણય લેવાય તેવું માનવમાં આવે છે. બોર્ડના એક સદસ્યે જણાવ્યુ કે COVID-19 ને કારણે T20 World Cup રદ કરવાનો વિચાર છે અને ઓસ્ટ્રેલીયા ક્રિકેટ બોર્ડે પણ તેમનું સમર્થન કર્યું હતું.

T20 World Cup માટેના વિકલ્પો

T20 World Cup નું આયોજન 18 ઓક્ટોમ્બર થી 15 નવેમ્બર સુધીનું છે. ક્રિકેટ સમિતિની એક બેઠક મળી હતી આ બેઠક ICC બોર્ડની બેઠક પહેલા મળી હતી અને તેમાં બોલ પર લાગતા પરસેવા સહિતના મુદા પર ચર્ચા કરાઇ હતી. ICC બોર્ડની આ બેઠક ક્રિસ તેટલી ના અધ્યક્ષપણા હેઠળ યોજાશે. સાથે આશા પણ સેવાઇ રહી છે કે ICC ની પ્રત્યોગીતા સમિતિ ઘણા બધા વિકલ્પ પણ આપી શકે છે. આ બેઠક માટે સદસ્યોને આ 3 વિકલ્પોની ઉમ્મીદ છે. પહેલો વિકલ્પ એ છે કે મેચ ફક્ત ખાલી સ્ટેડિયમ માં રમાઈ. બીજો વિકલ્પ એ છે કે 14 દિવસના પૃથ્થકરણ પછી T20 World Cup નું આયોજન કરવામાં આવે અને તેમાં દર્શકોને અનુમતી દેવામાં આવે. ત્રીજો વિકલ્પ એ છે કે 2022 સુધી T20 World Cup સ્થગિત કરવામાં આવે.

બોર્ડના અધ્યક્ષ સાથે ચર્ચા

બોર્ડના અધ્યક્ષ શશાંક મનોહર સાથે 2 મહિનાના વિસ્તાર પર ચર્ચા થશે પરંતુ ચર્ચાનો મુખ્ય વિષય T20 World Cup હશે. ક્રિકેટ ઓસ્ટ્રેલીયા અને અને ખેલાડીઓ ટેસ્ટ સિરીજ રમવા પર ભાર આપે જે નવેમ્બર-ડિસેમ્બર માં યોજાશે. આ સિરીજ ઓસ્ટ્રેલીયા માટે મહત્વની છે. એમને કહ્યું કે જો T20 World Cup 2022 સુધી રદ કરવામાં આવે તો એમને દુખ નહીં થાય

ભારતીય ટિમ ઓસ્ટ્રેલીયા જવા માટે રવાના

T20 World Cup 2022 માં રમશે. પરંતુ T20 World Cup રદ થયા બાદ ઇંડિયન પ્રીમીયર લીગ ના આયોજનની સંભાવના છે. તેના માટે ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા જઈ શકે છે. જો ટુર્નામેંટ સમયસર થશે તો મોટી સંખ્યામાં લોકોનું પૃથ્થકરણ થશે. આ આયોજન ઘણું મોંઘું પણ પડી શકે છે. તેમાં 16 ટીમના ખેલાડીઓ, અધિકારીઓ અને બીજો સ્ટાફ પણ હશે.  


No comments