Breaking News

રેલપાટા પર સુતેલા 16 શ્રમિકો પર ટ્રેન ફરી વળતા મૃત્યુ

આ લોકડાઉનમાં કેટલીક છૂટછટો આપવામાં આવી છે. તેને કારણે કેટલાક શ્રમિકો પોતાને વતન જતાં હોય છે. પરંતુ તેમના વતન જવાનું કારણ મોત નું કારણ બની જશે એવી કોને ખબર હોય છે. આવી જ એક ઘટના મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં બની. અહિ કેટલાક પ્રવાસી મજદૂરો પોતાને વતન પગપાળા ચાલીને જઈ રહ્યા હતા. તેમની આ યાત્રા તેમની અંતિમ યાત્રા બની રહેશે એવી કોને ખબર હતી.

 આ ઘટનામાં 16 શ્રમિકોની મોત થઈ છે અને 5 શ્રમિકોને ગંભીર ઇજા પહોચી છે. ઘાયલ શ્રમિકોને ઔરંગાબાદની એક હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતક શ્રમિકો મધ્યપ્રદેશ ના છે એવી જાણકારી મળી છે. 

 સાઉથ સેંટ્રલ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી રાકેશ નું કહેવું છે કે આ ઘટના સવારે 5.15 વાગે બની હતી. આ શ્રમિકો જાલૌન થી ભુસાવલ જઈ રહેલા આ શ્રમિકો  મધ્યપ્રદેશ તરફ પ્રયાણ કરી રહ્યા હતા. આ શ્રમિકો રેલગાડીના પાટાઓ પર ચાલી રહ્યા હતા અને ખૂબ થકાવટને કારણે પાટા પર જ સૂઈ ગયા હતા. તેઓ લગભગ 35 કિમી ની યાત્રા પગપાળા ચાલીને કાપી રહ્યા હતા. તેમણે ક્યાં ખબર હતી કે એમની આ ઊંઘ કયાં માટે ની ઊંઘ બની જશે. 

 રેલ મંત્રાલયે બતાવ્યુ કે શ્રમિકોને રેલ્વે પાટા પર જોઈને આસિસ્ટંટ લોકો પાઇલટ એ ટ્રેનને રોકવા માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ અસફળ રહ્યા હતા. સાથે આ પૂરી ઘટના ની જાંચ કરવા માટે આદેશ આપી દીધા છે.રેલ મંત્રી પિયુષ ગોયલે સોશિયલ મીડિયા ટવિટર દ્વારા દુખ વ્યક્ત કર્યું હતું. આ ઘટના થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ દુખ વ્યક્ત કર્યું હતું અને રેલ મંત્રી પિયુષ ગોયલ સાથે વાતચીત પણ કરી હતી અને કહ્યું હતું કે જરૂરી બધી સહાયતા મૃતક પરિવાર ને કરવામાં આવે તે પણ કહ્યું હતું. 


No comments