Breaking News

અમેરિકામાં કોરોનાની મહામારીને કારણે વધતા મૃતકોની સંખ્યા સામે શું છે ડોનાલ્ડ ટ્રમ્પનો પ્લાન


વિશ્વના બધા દેશોમાં કોરોના સામે જંગ ચાલી રહી છે. બધા દેશોમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ઇટલી, સ્પેન, અમેરીકા જેવા દેશોની હાલત ખૂબ જ કફોડી બની છે. આવા વિકસિત દેશોની હાલત કફોડી બની રહી છે અને સાથે અર્થતંત્ર પર માઠી અસર પડી રહી છે.

હાલમાં અમેરિકાની સ્થિતિ ખૂબ જ ખરાબ બની છે. ત્યાં 1 દિવસ માં થઈ રહેલા મૃત્યુએ રેકોર્ડ સર્જ્યો છે. અમેરિકાનું રાષ્ટ્રપતિભવન વાઇટ હાઉસ કોરોના કહેર ને કારણે હોટજોન બન્યું છે. અહયા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ પણ કોરોના નો ભોગ બન્યા છે. બીજા ઘણા સદસ્યોને પણ કોરોના લાગુ પડી ગયો છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કોઈ નજીકના સદસ્ય અને સલાહકાર કેવિન હૈજેટ એ જણાવ્યુ હતું કે તેમને  કામ પર જતાં પણ બીક લાગે છે.અમેરીકામાં ટોપ મિલેટરી જનરલનો રિપોર્ટ પણ કોરોના પોજીટીવ આવ્યો છે. એક જાણકારી મુજબ નેશનલ ગાર્ડ બ્યુરોના ચીફ જોસેફ લેંગયેલ અને નેવી ના ટોપ એડ્માઇરલ માઈકલ ગિલ્ડવ પણ કોરોના નો ભોગ બન્યા છે.  

કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સ (Coronavirus Task Force) સાથે જોડાયેલી કેટલીક એજન્સીઓ જેવીકે CDC અને FDA એ આ મહામારીને રોકવા માટે ખૂબ જ પ્રયત્ન કરી રહી છે. અમેરીકામાં સંક્રમિતોની સંખ્યા ખૂબ જ વધતી જાય છે છતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લોકડાઉન ખોલવાની સ્થિતિમાં છે. એવી વાત સામે આવી છે કે જેમ બને તેમ જલ્દી બધા બીજનેસ ચાલુ કરી દેવામાં આવે અને અર્થતંત્રને જીવિત કરવામાં આવે.

ડોનાલ્ડ ટ્રમ્પએ ટવિટર દ્વારા જણાવ્યુ હતું કે “કોરોના ને કારણે અસર પામતા સંક્રમિત લોકોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ખૂબ જલ્દીથી સુધારો થઈ રહ્યો છે. અમારા પ્રયત્નોની લોકોએ ખૂબ પ્રશંસા કરી.”

જોવા જઈએ તો રવિવાર ના અંક મુજબ કોરોનાને કારણે અમેરીકામાં 80,000 લોકો મરી ચુક્યા હતા અને દુનિયામાં કુલ મારવા વાળા લોકોની સંખ્યામાં 3 વ્યક્તિએ 1 વ્યક્તિ અમેરિકાની છે. પરંતુ રવિવારે પ્રતિદિન મારતા લોકોનો અંક 803 જોવા મળ્યો હતો. આમ ધીમે ધીમે અંક 1000 ની નીચે જય રહ્યો છે.

કેટલાક રિપોર્ટ અને વિશેષજ્ઞો ના કહેવા મુજબ જો અમેરીકા માં લોકડાઉન ખત્મ કરી દેવામાં આવશે તો ઓગસ્ટ સુધી મૃતકોની સંખ્યા 1 લાખ 35 હજાર સુધી પહોચી જશે. આવી પરિસ્થિતિઓ ને લઈને અમેરીકા અર્થતંત્ર ને ખોલતા બીક લાગે છે છતા પણ ડોનાલ્ડ ટ્રમ્પ લોકડાઉન ખોલવા અને અર્થતંત્ર ધમધમતું કરવાનું નક્કી કરી લીધું છે.


No comments