Breaking News

નરેન્દ્ર મોદીની ચોથા ચરણ ના લોકડાઉન માટે શું છે રણનિતી અને ક્યાં સુધી હજુ ચાલી શકે છે લોકડાઉન

ભારતમાં કોરોના મહામારી સામે સરકાર જંગે ચડી છે. લોકડાઉન ના ચરણ પણ વધી રહ્યા છે સાથે સાથે કેટલીક છૂટછાટો પણ આપવામાં આવી રહી છે. હાલમાં દેશમાં 3જા ચરણનું લોકડાઉન ચાલી રહ્યું છે. આ લોકડાઉન ને પૂરું થવામાં થોડા દિવસો બાકી છે એટલે કે 17 મે ના પૂરું થશે. ત્યારબાદની રણનીતિ ઘડવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ રાજ્ય સરકારો સાથે 12 મે ના વિડીયો કોન્ફરન્સ થી 5મી મિટિંગ યોજી હતી.

આ મિટિંગ બાદ મોદીએ કહ્યું હતું કે લોકડાઉનના બીજા ચરણ માટે જેમ પહેલા ચરણના નિયમોની જરૂર નથી તેમ લોકડાઉનના આવનારા ચોથા ચરણ માટે ત્રીજા ચરણના નિયમોની જરૂર નથી. એટલે કે ચોથા ચરણના લોકડાઉનમાં કેટલીક પાબંધીઓ છે તે હળવી કરવામાં આવશે અને વધુ છૂટછાટો આપવામાં આવશે.

આમ આ 5મી બેઠક બાદ એ સાફ જાણવા મળ્યું કે હજુ આપણે લોકડાઉનના ચોથા ચરણ માટે કેટલીક છૂટછાટો સાથે ઘરે જ રહેવું પડશે. આ માટે પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારોના મુખ્યમંત્રીઓને કહ્યું કે તમારે કેવા પ્રકારની લોકડાઉનની વ્યવસ્થા જોઈએ છે તે 15 મે સુધી માં વિગતો આપી દે. આના પરથી એ પણ નક્કી થયું કે લોકડાઉન વધારવું કે નહીં અને વધાર્યા પછી કેટલી છૂટછાટો આપવી તે પણ રાજ્ય સરકાર પર આધાર રાખે છે.

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) માઠી મળતી માહિતી મુજબ PM એ કહ્યું કે “મને વિશ્વાસ છે કે લોકડાઉનના બીજા ચરણ માટે જેમ પહેલા ચરણના નિયમોની જરૂર નથી તેમ લોકડાઉનના આવનારા ચોથા ચરણ માટે ત્રીજા ચરણના નિયમોની જરૂર નથી.”

આ માહિતી પર થી ખ્યાલ આવે છે કે 18 મે થી કેટલીક વધુ  છૂટછાટો સાથે લોકડાઉન ના ચોથા ચરણ નો પ્રારંભ થશે. હવે આ લોકડાઉન ક્યાં સુધી વધારવું તે રાજ્ય સરકારો પાસેથી જાણવામાં આવ્યું હતું. તે મુજબ તામિલનાડુના મુખ્યમંત્રી કે. પાલનીસ્વામી, બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર એ 31 મે સુધી લોકડાઉન વધારવા માટે કહ્યું હતું.  ઉપરાંત એક બાજુ ઉત્તરપ્રદેશના ગાજિયાબાદ ના DM એ 31 મે સુધી લોકડાઉન માટે નોટિસ પણ બહાર પડી દીધી છે.

મુંબઈની સંસ્થા IIPS એ એક સ્ટડી કરીને જણાવ્યુ કે જો લોકડાઉન  મે સુધી વધારવા આવે તો કોરોના સંક્રમણ નો દર 0.975 રહેશે અને 31 મે સુધી વધારવામાં આવે તો આ દર 0.945 સુધી રહેશે. આ રિપોર્ટ પર થી ખ્યાલ આવે છે કે ચોથા ચરણ નું લોકડાઉન 31 મે સુધી હોય શકે છે.  

No comments