Breaking News

હેન્ડ સેનિટાઇઝર આપના હાથ પર કેટલા સમય માટે અસરકારક રહે છે

હાલમાં ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોના મહામારી ચાલી રહી છે. આ મહામારીથી બચવા માટે બધા દેશોના તંત્ર કામે લાગ્યા છે. બધા જ દેશોમાં લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. બધાને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું કહેવામા આવી રહ્યું છે. માસ્ક અને સેનિટાઇજરનો ફરજિયાત ઉપયોગ કરવાનું કહેવામા આવી રહ્યું છે.

આ વાઇરસના સંક્રમણથી બચવા માટે વિશ્વ આરોગ્ય સંગઠન- WHO (World Health Organization) અને રોગ નિયંત્રણ કેન્દ્ર એ એડવાઈજરી બહાર પડી છે. આ   એડવાઈજરીમાં કેટલીક આવશ્યક સાવધાનીઓનું પાલન કરવાનું કહેવામા આવ્યું છે. આ સાવધાનીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથ સાબુથી ધોવા અને સેનિટાઈજ કરવા, માસ્ક પહેરવું અને ગરમ પાણી પીવું એ મુખ્ય સાવધાનીઓ છે. પરંતુ હાથ સેનિટાઈજ કર્યા પછી કેટલા સમય સુધી તેની અસર રહે છે. તે કેટલા સમય માટે આપણને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખે છે તે જાણીએ.

કેટલાક સંશોધનીય પરિણામો મુજબ આલ્કોહોલયુક્ત હેન્ડ સેનિટાઇજર વધુ પ્રભાવિત હોય છે અને લાંબા સમય સુધી તેની અસર રહે છે. પરંતુ સામાન્ય હેન્ડ સેનિટાઇજરની અસર ઓછી હોય છે તેથી સમયાંતરે આપણે સાબુતી હાથ સાફ કરવા પડે છે. આ અસર કેટલા સમય માટે રહે છે તે તમારી કાયમની પ્રક્રિયાઓ પર આધાર રાખે છે. આપણે થોડા થોડા સમયે કોઈને કોઈ વસ્તુને અડતા જ હોય છી. તેને કારણે આપણે થોડા થોડા સમય બાદ હાથ સેનિટાઈજ કરવા પડે છે.

આમ 10 થી 15 મિનિટ ના સમય બાદ હાથ સાફ કરતાં રહેવું જોઈએ કારણકે આપણે કયાં કેટલીય બિનજરૂરી વસ્તુઓના સંપર્ક માં આવતા હશું. તેને કારણે સંક્રમણ નો ડર પણ વધે છે. આમ ખરાબ હાથ ને સેનિટાઈજ કરવાથી વધુ ફાયદો નથી. તેથી આપણે હાથ સાબુથી બરાબર સાફ કરવા જોઈએ.

આ ફક્ત એક જાણકારી છે. આ જાણકારીને કોઈ ડોક્ટર કે મેડિકલની સલાહ હોય તેમ ના લે. બાકી બીમારી કે સંક્રમણ ના સમયે ડોક્ટરની સલાહ મુજબ ચાલવું. 

No comments