Breaking News

નરેન્દ્ર મોદી એ દેશહિત માટે ઘોષિત કરેલા આર્થિક પેકેજ બાબતે અમિત શાહે શું કહ્યું?

ભારત આજે કોરોના મહામારી  સામે લડી રહ્યું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પણ એકજુથ બનીને કોરોના ને હરાવવા સામે જંગે ચડ્યા છે. આ જંગ માં લોકડાઉન એક મોટું પરિબળ સાબિત થયું છે. લોકડાઉનની વચ્ચે લોકોને સંકટ માઠી બહાર લાવવા માટે સરકાર દ્વારા રાહતો અપાઈ રહી છે.

નરેન્દ્ર મોદી દ્વારા રાહત પેકેજ

કાલે 12 મે ના રાતે 8 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ ભાષણ આપ્યું હતું. આ ભાષણ દરમિયાન તેમણે “આત્મનિર્ભર ભારત” ની એક નવી વ્યાખ્યા આઈ હતી. તેમણે સોઈ થી લઈને કાર સુધીના બધા ઉત્પાદનો ભારત ઉત્પાદિત એટલે કે “Make In India” ના ઉપયોગ કરવા માટે વિનંતી કરી હતી. ઉપરાંત જનહિત માટે મોદી સરકારે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજ અર્થતંત્ર માટે ગેમ ચેંજર સાબિત થશે. નરેન્દ્ર મોદી એ કહ્યું હતું કે 2020 માટે આ 20 લાખ કરોડનું પેકેજ દરેક વર્ગ માટે છે.

અમિત શાહએ પેકેજ ને આવકારયું

કોરોના જંગ માઠી દેશને બહાર લાવવા માટે મોદી એ ઘોષિત કરેલા આર્થિક પેકેજનું ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રી અમિત શાહ એ કહ્યું કે મોદી સરકારના દરેક નિર્ણયમાં દેશ અને દેશવાસિયોનું હિત કેન્દ્રમાં હોય છે. તેનું જાગતું ઉદાહરણ મોદી દ્વારા ઘોષિત કરાયેલું 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ છે. આ પેકેજ દેશના દરેક વર્ગ એટલે કે ગરીબ, કિસાન, મધ્યમ અને વ્યાપારી વર્ગ માટે આશીર્વાદરૂપ છે. આ પેકેજ ને કારણે દરેક વર્ગ આગળ આવશે અને અંતે દેશ સ્વનિર્ભર બનશે.

અમિત શાહનું ટવિટ

અમિત શાહએ ટવિટ કરીને જણાવ્યુ કે મોદીએ એક મહત્વની આપીલ પણ કરી છે. જ્યારે આ સંકટની પરિસ્થિતિમાં બધુ જ બંધ છે ત્યારે આપણું પોતાનુ જ આ સંકટ સમય માં આપણો સહારો બન્યું છે. આપણો સાચો મિત્ર અને સાથી બન્યું છે. તો એ સમત હવે આવી ગયો છે કે આપણે દેશના જાગૃત નાગરિક તરીકે વધુને વધુ લોકલ ચીજ વસ્તુઓ નો ઉપયોગ કરીયે. લોકલ  વસ્તુઓના ઉપયોગ નો સંકલ્પ લઈ લોકલ ને જ વૈશ્વિક બનાવીએ.

ભારત બાબતે વિશ્વની સોચ

અમિત શાહ એ કહ્યું કે જે રીતે મોદીના નેતૃત્વ હેઠળ ભારત કોરોના સામે લડયુ છે એ જોઈ ને ભારતે વિશ્વને એક નવી દિશાની સોચ આપી છે. એક સંકટ અને ચૂનૌતી ને અવસરમાં પરિવર્તિત કર્યું છે. આવા સમયમાં ભારતે ન ફક્ત પોતાનું પરંતુ નિસ્વાર્થપણે વિશ્વનું પણ વિચારીને મદદ પણ પહોચાડી છે. તેને કારણે આજે પૂરી દુનિયાનો ભારતને જોવાનો નજરિયો બદલ્યો છે. આખી દુનિયા ભારત દેશની પરસેવા અને એમની યશગાથાના ગુણગાન ગાય રહી છે. આમ ભારતે સંકટ સમયમાં સાચો પડોશીધર્મ નિભાવીને એક મિત્ર તરીકે આખી દુનિયાની બાજુમાં ઊભું રહ્યું છે.

આત્મનિર્ભરતામાં દરેક ભારતવાસીનું યોગદાન

અમિત શાહે કહ્યું કે ભારતમાં 130 કરોડ દેશવાસીઓ રહે છે અને તે જો નક્કી કરી લે તો અસંભવ ને પણ સંભવ બનાવી દે છે.  તેમણે કહ્યું એ મોદીના રાષ્ટ્રજોગ ભાષણ બાદ દરેક દેશવાસી એક સંકલ્પ કરે કે ભારત ને આત્મનિર્ભર ભારત બનાવા માટે એક ભારતીય નાગરિક તરીકે પોતાનું સર્વશ્રેસ્ઠ યોગદાન આપશે. આખી દુનિયાને આત્મનિર્ભર ભારતની એક નવી સંકલ્પના આપે.


4 comments: