યુઝર્સ ને વિવાદિત પોસ્ટ કરવી પડશે ભારી. ફેસબુક દ્વારા ઉભી કરાઈ પોતાની આ 'સુપ્રીમ કોર્ટ'
સોશિયલ મીડિયા ફેસબુક પર ઘણી બધી વિવાદિત પોસ્ટ મૂકતી હોય છે. આ પોસ્ટ ક્યારેક ચર્ચાનો વિષય બની રહે છે અને સમાજ માં તેની ટીકા થાય છે. ક્યારેક તો આ પોસ્ટ આંદોલન નું સ્વરૂપ પણ ધારણ કરી લે છે. તે માટે સોશિયલ મીડિયા કંપની ફેસબુકે એક સ્વતંત્ર બોર્ડ ની રચના કરી છે જેને ફેસબુક કોર્ટ નામ આપવામાં આવ્યું છે. તેમણે પોતાની જ સુપ્રીમ કોર્ટ તૈયાર કરી છે જે વિવાદિત પોસ્ટ પર નિર્ણય આપશે. તે એ ધ્યાન રાખશે કે ફેસબુક પરથી કોઈ વિવાદિત પોસ્ટ કેવી રીતે હટાવાઇ. આ ટિમ કોન્ટેન્ટ મોડરેશન પર કામ કરશે.
ફેસબુક કોર્ટ ના સભ્યો
ફેસબુક દ્વારા ઊભી કરાયેલી કોર્ટ માં ઘણા સભ્યો સામેલ છે. ફેસબુક દ્વારા ઊભી કરાયેલી કોર્ટના સભ્યો માં ડેન્માર્કના પૂર્વ પ્રધાનમંત્રી સામેલ છે. ઉપરાંત આ સ્વતંત્ર બોર્ડમાં નોબલ પ્રાઈજ વિજેતા, જજ, જર્નલીસ્ટ અને ડિજિટલ રાઇટ્સ એકટીવિસ્ટ પણ સામેલ છે. આ બોર્ડ માં પહેલા શરૂઆતમાં 16 સભ્યો હશે. ત્યારબાદ આ સંખ્યા વધારીને 40 કરવામાં આવશે. આ સભ્યો એ નક્કી કરશે કે કેવા પ્રકારની પોસ્ટને ફેસબુક પરથી હટાવી જોઈએ.
CEO ની ભલામણ અમાન્ય
કેવા પ્રકારની પોસ્ટ વિવાદિત છે અને કેવી પોસ્ટને હટાવવી જોઈએ તે બોર્ડના સભ્યો નક્કી કરશે. આ નિર્ણય માટે તે ફેસબુક ના CEO ની વાત માનવા બંધાયેલા નથી. તેમાં ફેસબુકના CEO ની ભલામણ લેવામાં આવશે નહીં. ફેસબુકની આ સુપ્રીમ કોર્ટનો નિર્ણય કંપનીના CEO માર્ક જુકરબર્ગ પણ બદલી નહીં શકે.
ફેસબુકના આ સભ્યોની ખાસિયત
ફેસબુકે કહ્યું કે આ બોર્ડ માં રહેલા સભ્યો 27 દેશોમાં રહી ચૂક્યા છે અને 29 ભાષાઓ જાણે છે. આ બોર્ડમાં ચાર સભ્યો અમેરિકાના છે. ઉપરાંત એક ચતુર્થાંઊંશ સભ્યો પણ અમેરિકાના હશે. કારણકે ફેસબુક અમેરિકી કંપની છે. ફેસબુકના આ બોર્ડમાં જર્નલીસ્ટ, જજ, ડિજિટલ રાઇટ્સ એકટીવિસ્ટ અને સાથે સરકારના પૂર્વ અડવાઈજર ને રાખ્યા છે જે અલગ અલગ દેશો માથી છે.
કોન્ટેન્ટ મોડરેશન પર કામ
ફેસબુકે એક બ્લોગ માં કહ્યું છે કે આ બોર્ડ કોન્ટેન્ટ મોડરેશન પર કામ કરશે. આ બોર્ડ કોન્ટેન્ટ મોડરેશનના એક નવા બોર્ડ ને બધાની સામે હાજર કરશે. આ માટે ફેસબુક પરથી ટ્રેંડિંગ સેક્શનને હટાવી લીધો હતો. કારણકે કંપની પર આરોપ હતો કે આ ટ્રેંડિંગ સેક્શન નો ઉપયોગ કેટલીક કંપની પોતાના ફાયદા માટે કરે છે.

No comments