Breaking News

નાણા મંત્રી નિર્મલા સીતારામન દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ક્યાં ક્યાં સેક્ટરોને મળી રાહત.

મોદીએ આપેલા દૂરદર્શી ભાષણમાં જાણતા માટે 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ ખૂલું મૂક્યું. મોદીએ જાહેર કરેલા પેકેજ નું વિસ્તૃત સ્વરૂપ આપવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે આ પેકેજ ની વિસ્તૃત જાણકારી બાદમાં નાણા મંત્રી નિર્મલા સીતારામન દ્વારા આપવામાં આવશે. આ પેકેજ દ્વારા MSME સેક્ટરને ટેક્સમાં રાહત આપવામાં આવશે. તેમાં સરકારે જે કંપનીઓનો પૂરો ટેક્સ માફ કરવાનું કહ્યું છે તેમાં ચિકિત્સક સાધનો, ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ કંપનીઓ છે. સાથે ચીન છોડીને નીકળેલી કેટલીક કંપનીઓને આકર્ષવા કેટલીક રાહતો પણ આપવામાં આવશે.

આજે યોજાયેલી પ્રેસ કોન્સફરન્સ માં નાણા મંત્રી નિર્મલા સીતારામનએ આ પેકેજમાં ક્યાં ક્યાં સેક્ટર આવરી લેવામાં આવ્યા છે તે વિસ્તૃત જણાવ્યુ હતું. આ પેકેજ ભારતની GDPના 10% બરાબર હતું. આ પેકેજમાં પહેલાના પેકેજના 1.7 લાખ કરોડ રૂપિયા પણ ઉમેરવામાં આવ્યા છે.

 

MSME માટે મુખ્ય ઘોષણાઓ

-      MSME ને 3 લાખ કરોડ રૂપિયાના ફ્રી લોનની ગેરેંટી.

-      MSME ને 1 વર્ષ સુધી EMI ચૂકવવામાં રાહત.

-      જે લોન આપવામાં આવે તેને 4 વર્ષમાં ચુક્વવાની છે. આ 31 ઓક્ટોમ્બર, 2020 સુધી સીમિત છે.

-      સરકાર GSTMSE ને 4 હજાર કરોડ રૂપિયા ની મદદ કરશે અને બેન્ક પણ તેમને ક્રેડિટ ગેરેંટી આપશે.

-      સરકારે MSME ની નવી સંકલ્પના અને રૂપરેખા આપશે.

-      MSME ને ક્રેડિટ ફ્રી લોન પણ મળશે.

-      45 લાખ MSME ને આનાથી ફાયદો થશે.

-      સ્ટ્રેસ્ડ MSME માટે 20 હજાર કરોડનો સબ ઓર્ડિનેટ ડેટા આપવામાં આવશે. આનાથી 2 લાખ MSME ને ફાયદો થશે.

-      ફંડ ઓફ ફંડ દ્વારા MSME ને બીજા 50 હજાર કરોડનો ફાયદો કરવામાં આવશે.

-      MSME ને આપેલી રાશિ પાછી આપવા માટે એક વર્ષની અનુમતિ આપશે. દબાવ વાળા MSMEને 20,000 કરોડ રૂપિયા આપવામાં આવશે. જેને કારણે 2 લાખ MSME ને લાભ મળશે.

 

આ પેકેજની અન્ય રાહતો

-      કરદાતા ને 18 હજાર કરોડ રૂપિયા રિફંડ આપીને રાહત અપાઈ છે. આનાથી 14 લાખ કરદાતાઑ ને ફાયદો થશે.

-      પહેલા ઘોષિત કરેલા 1.7 લાખ કરોડ રૂપિયા ના પેકેજમાં કોઈ કિસાન, ગરીબ કે શ્રમિક ભૂખ્યાના રહે તે નિષ્ટિત કરવામાં આવ્યું છે.

-      41 કરોડ રૂપિયા ડાઇરેક્ટ ફંડ ટ્રાન્સફરથી ખાતામાં જમા કરીને મદદ પહોચાડાઈ છે.

-       200 કરોડ રૂપિયાના વૈશ્વિક ટેન્ડરની મંજૂરી આપવામાં આવી નથી.

-      બીજનેસ અને બધા વર્કરોને 3 મહિના માટે 2500 કરોડ રૂપિયાનો EPF સપોર્ટ.

-      NBFCs (Non Banking Financial Companies) ને આંશિક ક્રેડિટ ગેરેંટી યોજના સાથે 45000 કરોડ આપશે.

-      સરકારે વીજળી ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ માટે 90 હજાર કરોડ રૂપિયાની રાહતની ઘોષણા કરી છે.

-      NBFCs (Non Banking Financial Companies), HFCs (Home Financial Companies) અને એમએફઆઇ માટે 30,000 કરોડ ધન રાશિ ઉધાર ની સુવિધા અપાઈ.

-      TDS, TCS ભરવા માટે 31 માર્ચ 2021 સુધી 25% રાહત આપવામાં આવી. તેનાથી 50,000 કરોડ ની ધન રાશિ ફરતી થશે.

-      કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) કર્મચારી માટે 2500 કરોડ રૂપિયા આપશે. આ યોજના ઓગસ્ટ સુધી વધારવામાં આવશે.

દરેક વર્ગ ને રાહતની આશા

એવી આશા સેવાય રહી છે કે આજે યોજાયેલી પ્રેસ કોન્સફરન્સ માં નાણા મંત્રી નિર્મલા સીતારામનએ શ્રમિક, કિસાન, લઘુ ઉધ્યોગ અને MSME સેક્ટર ને લાભ થાય. આગળ જાહેર કરેલા 1.7 લાખ કરોડ ના આર્થિક પેકેજ દ્વારા દરેક જન ધન ખાતા માં 500-500 રૂપિયા નાખી રહી છે. ઉપરાંત ઉજ્જ્વ્લા યોજના ને અંતર્ગત 3 મહિના સુધી ગેશ સિલિન્ડર ફ્રી માં આપી રહી છે. BPL/APL રેશનકાર્ડ ધારકોને મફત ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠું પણ આપી રહી છે તથા દરેક ના ખાતામાં 1000-1000 રૂપિયાની રાહત પણ જમા કરવી રહી છે.


No comments