Breaking News

જિમ નો ઉપયોગ કર્યા વગર ઘરે બેઠા આ 10 ટિપ્સથી ઘટાડો વજન

શરીરનું વજન એ આપની પર્સનાલિટીનું મૂળભૂત કારણ છે. લોકોના વ્યસ્ત શિડ્યુલ સાથે  દૈનિક ક્રિયાઓ આજે અસ્ત વ્યસ્ત થાય ગઈ છે અને વજન વધારો થતો જાય છે. લોકો વજન ઉતારવા માટે ડાયટિંગ, કસરત,સવારે ચાલવા જવું અને કેટલાય તો ખાવાનું પણ છોડીને વજન ઉતારવાની કોશિશ કરતાં હોય છે. પરંતુ આ બધા નુસખાઓથી કશો ફેર પડતો નથી. જો તમારે વજન ઘટાડવું હોય તમારું દૈનિક શિડ્યુલ અને ખાવા પીવાની કેટલીક આદતોમાં ફેરફાર કરવો પડશે. નીચે બતાવેલી 10 ટિપ્સ થી તમે તમારું વજન સરળતાથી ઉતારી શકો છો.

1 માનસિક તૈયારી

પહેલા તો આપણે બહારની વસ્તુઓ ખાવાની ટાળવી જોઈએ. આ માટે માનસિક તૈયારી રાખવી જોઈએ કે જો કોઈ સંબંધીઓ કે મિત્રો પિઝા અને કેક જેવી વસ્તુઓ ખાવાનું કહે તો ના પડી દેવી જોઈએ. આનાથી તમને અંદરથી ઉત્સાહ આવે છે અને તે તમને વજન ઓછો કરવામાં મદદ કરે છે.

2 સતત પાણી પીવાની ટેવ

પાણી એ શરીરની સ્થૂળતા ઘટાડવા માટે નું મૂળભૂત પરિબળ છે. આપણે જે જે સમયે જમવા માટે બેસીએ ત્યારે જમતા પહેલા પાણી પીવાની ટેવ રાખવી જોઈએ. તે એક સીમિત સમય સુધી તમારી ભૂખ ને ડબડવી રાખે છે. સવારે ઉઠતી વખતે પણ પાણી પીવાની ટેવ રાખવી જોઈએ.

3 ફાઈબર નો વધુ ઉપયોગ

ખાવામાં ફાઈબર હોય ટેવ સોલ્યુબલ અને ઇન- સોલ્યુબલ ફાઈબર હોય તે ખોરાક વધુ ખાવો જોઈએ. તેને કારણે પેટ ભરેલું લાગે છે અને ભૂખ લગતી નથી. આવું કરવાનું કારણ કે ફાઈબર ખોરાક ને આપણે વધુ ચાવવાની જરૂર પડે છે. વધુ ચાવવાથી જે લાળ ઉત્પન થાય છે તે કેટલાક સમય માટે ભૂખને કંટ્રોલ કરી રાખે છે. તેનાથી વજન ઘટે છે.  

4 સુગરની બનેલી વસ્તુઓ ખાવાનું ટાળો

આપણને સુગરથી બનેલી વસ્તુઓ ખાવાનું મન વધુ થાય છે આપણે મન ને રોકી શકતા નથી. પરંતુ ફક્ત એક વખત નાસ્તામાં જ સુગર લેવી જોઈએ. તેને કારણે આપનું શરીર આખો દિવસ તેમાથી કેલેરી મેળવે છે. તેને કારણે આપણ ને ભૂખ ઓછી ભૂખ લાગે છે. પરંતુ જેમ બને તેમ આપણે આવી વસ્તુઓ ખાવાનું ટાળવુ જોઈએ.

5 ઘઉં જેવા અનાજનો ઉપયોગ કરવો  

આપણે Whole grains અનાજ જેવાકે ઘઉં ની બનેલી વાનગીઓ જેવીકે રોટલી, ઘઉની બ્રેડ વધુ ખાવા જોઈએ. આ અનાજ શરીરની સ્થૂરતા ઘટાડવામાં વધુ ઉપયોગી બને છે. તે લાંબા સમય સુધી શરીરને શક્તિ આપે છે. તે ભૂખને ઓછી કરવામાં પણ મદદરૂપ થાય છે.

6 ખાવા પ્રત્યે સાવચેતી

તમારે તમારું ખાવાનું મેનૂ પસંદ કરવામાં થોડી સાવચેતી રાખવી જોઈએ. આપના શરીરને ફેટ અને એસિડની જરૂર પડે છે. તેથી ઓછા ફેટ અને ઓછા સુગર વાળો ખોરાક લેવો જોઈએ જેમાં કેલેરીનું પ્રમાણ પણ વધુ હોય છે. તેથી જેમાં સુગર ના હોય તેવો ખોરાક લેવો જોઈએ. આમ કરવાથી વજન ઘટાડી શકાય છે.

7 ખાવાનું ધીમે ધીમે ઓછું કરવું

ખાવાનો જથ્થો જેમ બને તેમ ધીમે ધીમે ઓછો કરતો જવો જોઈએ અને એક આદત પાડી  દેવી જોઈએ. એપણ ધ્યાન રાખવું જોઈએ કે કેલેરીની માત્ર પણ સીમિત રાખવી જોઈએ. તેથી ધીમે ધીમે મગજ પણ માનવા તૈયાર થઈ જશે કે આપણે ઘણું ખાઈ લીધું છે પછી ભલે ઓછું ખાધું હોય.

8 નમકનો ઓછો ઉપયોગ કરે 

નમક શરીરના બ્લડ પ્રેશરને વધારે છે અને બ્લડ પ્રેશર વધવાથી શરીર પર પરસેવો વધુ થાય છે. આ પરસેવાને કારણે તરસ અને ભૂખ બને વધુ લાગે છે. તેથી તમે ઠંડુ પાણી કે ઠંડા પીણાં લેશો જેમાં સુગરનું પ્રમાણ વધુ હોય છે જે હાનિકારક છે.

9 કસરત ની સહારો

વજન ઘટાડવા માટે એવા કોઈ મોટા કસરત પ્લાન ની જરૂર નથી. તમે ફક્ત સીડીઓ પર ચડવું-ઊતરવું, આતા ફેરા કરવા, ઘરના કામ માં મદદ કરવી વગેરે કરીને વજન ઘટાડી શકાય છે.

10 કેટલીક સાવધાનીઑ  

વજન ઘટાડવાના ચક્કરમાં કેટલીક સાવધાનીઓ પણ રાખવી જોઈએ. વજન ઓછું કરવાથી શરીરમાં પ્રોટીનની કમી પણ આવી શકે છે. તેને કારણે શરીરના મસલ્સ ઘટી જાય છે. તો આવી બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ.

 

 

 


No comments