SBI બેંકે પોતાના ગ્રાહકોને નેટબેન્કીંગનો પાસવર્ડ બદલવા શા માટે કહ્યું?
પૃથ્વી પર માનવી સતત પ્રગતિ કરતો રહ્યો છે. ટેક્નોલૉજી અને ઇન્ટરનેટ દ્વારા માનવીએ દુનિયાને હાથની હથેળીમાં લાવી દીધી છે. પૃથ્વી પર રહેતો માનવી હવે ચંદ્ર અને મંગળ પર પહોચી ગયો છે. ટેક્નોલૉજી અને ઇન્ટરનેટએ દુનિયાને નાની બનાવી દીધી છે. માનવીના બધા કામો સરળ બનાવી નાખ્યા છે અને સમય પણ બચાવ્યો છે. પરંતુ કહેવાય છે ને કે અતિજ્ઞાન સારું નથી. ફાયદાઓની સામે તેમના ગેરફાયદાઓ પણ વધતા જાય છે. ઇન્ટરનેટ ને કારણે સાયબર ગુનાઓ પણ વધતાં જાય છે.
આવીજ રીતે SBI એ પોતાના ગ્રાહકો કે જે નેટ બેંકિંગનો ઉપયોગ કરે છે તેમને એક મેસેજ દ્વારા જણાવ્યુ કે જો કોઈ ગ્રાહકે નેટ બેંકિંગનો પાસવર્ડ 180 દિવસો (6 મહિના) સુધી બદલ્યો ન હોય તો જલ્દી બદલી નાખે અને અપડેટ કરી નાખે.
SBI નું આવું કહેવાનું કારણ એ છે કે કેટલાક હેકરો ગ્રાહકના મોબાઈલ પર મેસેજ મોકલે છે. આ મેસેજ માં જે લિન્ક આવે છે તે SBI નેટ બેંકિંગની લિન્ક જેવી જ હોય છે. જો આ લિન્ક પર ક્લિક કરવામાં આવે તો તે વ્યક્તિ તમારી બધી માહિતીનો ડેટા ચોરી શકે છે અને રૂપિયા પણ ઉપાડી શકે છે. આવું ના બને તે માટે SBI એ કહ્યું કે ગ્રાહક SBI પોર્ટલ પર જઈને પોતાની જાણકારી અપડેટ કરી લે.
SBI દ્વારા કહેવામા આવ્યું છે કે જો કોઈ ગ્રાહકને આવો મેસેજ આવે તો તેને નજરઅંદાજ કરે અને ડિલીટ કરી નાખે. SBI એ કહ્યું છે કે કોઈ ગ્રાહક આવા લોભામણા મેસેજ કે ફોન કોલ નો ભોગ ન બને અને આવી બાબતો પ્રત્યે સાવચેતી વર્તે. જેમ બને તેમ આ જાણકારીને કોઈ એક ગ્રાહક બીજા બધા સુધી પહોચડવા પ્રયત્ન કરે.
આમ એકબાજુ ઇન્ટરનેટ આશીર્વાદ સમાન છે તો બીજીબાજુ શાપ સમાન છે. તેમનો વધુ પડતો ઉપયોગ ટાળવો જોઈએ. આવી બધી બાબતો નું ધ્યાન રાખીને ઇન્ટરનેટનો સુરક્ષિત ઉપયોગ કરવો જોઈએ અને આપણે પણ જાગૃત અને સુરક્ષિત રહેવું જોઈએ.

No comments