લો હવે ઓનલાઈન ઓર્ડરથી દારૂ પણ ઘરે પહોંચાડશે આ કંપની.
પ્રસ્તાવના
હાલમાં કોરોના મહામારી વચ્ચે કેટલાક રાજ્યોમાં રાજ્ય સરકારો દ્વારા લોકડાઉનના ચોથા ચરણમાં કેટલીક છૂટછાટો આપવામાં આવી છે. હોટલોને ફક્ત હોમ ડિલિવરી કરી શકે છે તેવી પરવાનગી આપાઈ છે. કેટલાક રાજ્યોમાં સરકાર માન્ય દારૂની દુકાનો ખોલવાની પરવાનગી અપાઈ છે. પરંતુ આમ કરવાથી ભીડ વધુ થાય છે અને સંક્રમણનો ભય રહે છે.
Swiggy દ્વારા દારૂની ડિલિવરી
કેટલાક રાજ્યોમાં સરકાર માન્ય દારૂની દુકાનો ખોલવાની પરવાનગી અપાઈ છે. પરંતુ આમ કરવાથી ભીડ વધુ થાય છે અને સંક્રમણનો ભય રહે છે. તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ઓનલાઇન ફૂડ ડિલિવરી કરતી Swiggy કંપની નો કૉન્ટૅક્ટ કર્યો હતો. તેના દ્વારા સરકારની પરવાનગી થી Swiggy ઘરે ઘરે દારૂની ડિલિવરી કરશે. આ સેવાની પ્રથમ શરૂઆત જારખંડના રાંચીથી કરવામાં આવી હતી. એક અઠવાડીયા બાદ જારખંડના રાંચી સિવાયના બીજા સ્થળોએ પણ આ સેવા ચાલુ કરવામાં આવશે.
સુરક્ષિત ડિલિવરી
કોરોના વાઇરસના સંક્રમણને રોકવા Swiggy દ્વારા સુરક્ષિત ડિલિવરી માટે કેટલીક વસ્તુઓની પરખ કરવાનું રાખ્યું છે. સુરક્ષિત ડિલિવરી માટે દારૂ ખરીદનારની ઉમર નિશ્વિત કર્યું છે. આ ઉપરાંત પણ દારૂની દુકાનો સરકાર માન્ય લાઇસન્સ ધરાવે છે કે નહીં તે પણ સુનિશ્વિત કરે છે. Swiggy ના વાઇસ પ્રેસીડંટ અનુજ રાઠી એ કહ્યું કે આવી રીતે દારૂની સુનિશ્વિત ડિલિવરી કરીને આપણે દુકાન પર થતી ભીડ ને રોકી શકીએ છીએ અને કોરોનાથી થતું સંક્રમણ અટકાવી શકાય છે અને ભીડ ની સમસ્યા માથી પણ છુટકારો મળે છે.
Swiggy એપ માં અલગ ઓપ્શન
Swiggy એ રાજ્ય સરકારોના નિર્દેશ અનુસાર જરૂરી દસ્તાવેજો સુનિશ્વિત કરવાનું નક્કી કર્યું છે. આ દસ્તાવેજો જોઈને જ પછી જ Swiggy દ્વારા દુકાનદાર સાથે કોંટેક્ટ કરવામાં આવે છે. દારૂના ઓર્ડર માટે Swiggy એપ માં એક અલગ ઓપ્શન ”વાઇન શોપ્સ” કરીને આપવામાં આવ્યો છે.
સરકારો સાથે મળીને કામ
Swiggy ના વાઇસ પ્રેસીડંટ અનુજ રાઠી એ કહ્યું કે કંપનીની પાસે ઘણી આધુનિક સુવિધાઓ છે. આ સુવિધાઓનો ઉપયોગ કરીને તે ઘરે ઘરે અને શહેરના કોઈ પણ ખૂણે સુવિધા પૂરી પાડે છે. Swiggy કંપની આ માટે સતત સ્થાનિક પ્રશાસન સાથે સંપર્ક માં રહીને ઘરે ઘરે જીવન જરૂરિયાત વસ્તુઓ પણ પૂરી પાડે છે.

No comments