કોરોના વાઇરસની ઉત્પતીને લઈને ચીન અને અમેરીકા આવ્યા આમને સામને
પ્રસ્તાવના
હાલમાં કોરોના મહામારીએ વિશ્વને ખોખલું કરી દીધું છે. આ વાઇરસની શરૂઆત ચીનથી થઈ હતી. ચીને આ વાઇરસની જાણ WHO (World Health Organization) કે બીજા દેશોને કરી ન હતી એવું સૂત્રો કહે છે. ચીને જાણી જોઈને સ્થાનિક લોકોને ચીનની બહાર મોકલ્યા હતા એવું સૂત્રો કહે છે. પરંતુ હવે WHO (World Health Organization) એ ચીન સામે કોરોના બાબતે બાયો ચડાવી છે. તેને કારણે ચીન કોરોના ની ઉત્પતિ ને સંબંધી તપસ માટે તૈયાર થયું છે. પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એ WHO ની મિટિંગમાં આ તપાસ માટે ઇનકાર કર્યો હતો. ચીન ના વિદેશ મંત્રી વાંગ યી એ કહ્યું કે આ તપાસ માં રાજનૈતિક હસ્તક્ષેપ હશે નહીં.
તપાસ માટે ચીને ખોલ્યા દ્વાર
ચીન ના વિદેશ મંત્રી વાંગ યી એ સંસદ સત્ર દરમિયાન કહ્યું કે ચીન આ કોરોના વાઇરસની તપાસ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ખુલ્લુ છે. ચીન ના વિદેશ મંત્રી વાંગ યી એ કહ્યું કે અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાઇરસ બાબતે ચીન પર આરોપ લગાવી રહ્યું હતું અને વિશ્વ સામે કલંકિત કરવાના પ્રયાસો કરી રહ્યું છે તે નિષ્ફળ ગયા. WHO ની મિટિંગ માં પણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ વાઇરસની ઉત્પતિ સંબંધી આંતરરાષ્ટ્રીય તપાસ માટે માંગ કરી હતી. ઉપરાંત ચીન ના વિદેશ મંત્રી વાંગ યી એ કહ્યું કે આ તપાસ નિષ્પક્ષ અને રાજનૈતિક હસ્તક્ષેપ વિના થવી જોઈએ.
ચીનના રાષ્ટ્રપતિ એ કર્યો ઇનકાર
WHO (World Health Organization) ની બેઠક દરમિયાન ચીન ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એ કોરોનાની ઉત્પતિ કઈ રીતે થઈ તેની તપાસ કરવા ના પાડી હતી. તેમણે કહ્યું કે આ તપાસ કોરોના મહામારી ખત્મ થઈ જાય ત્યાર બાદ થવી જોઈએ. પરંતુ હવે ચીન આ તપાસ માટે માની ગયું છે તો બીજા દેશો ચિંતા માં પડી ગયા છે.
રાજનૈતિક હસ્તક્ષેપ વિના તપાસ
ચીન ના વિદેશ મંત્રી વાંગ યી એ કહ્યું કે કોરોના મહામારીની તપાસ નિષ્પક્ષ અને રાજનૈતિક હસ્તક્ષેપ વિના થવી જોઈએ. ઉપરાંત કહ્યું કે બધા દેશો આ પગલાનું સમ્માન કરે અને અનુમાન દ્વારા જે દેશને દોષીત કરાઇ છે તેનો વિરોધ કરે. અમેરિકા એ હમેશા આરોપ લગાવ્યા છે કે કોરોના વાઇરસ ચીનની અતિ સુરક્ષિત લેબમાથી લીક થયો હતો.
અમેરિકા અને ચીન આમને સામને
ચીન ના વિદેશ મંત્રી એ કહ્યું કે હાલ આ તણાવના માહોલ માં અમેરિકા અને ચીન વચ્ચે ઠંડુ યુદ્ધ થવાની સંભાવના છે. બને વચ્ચે ટ્રેડ વોર પણ થવાની સંભાવના છે. કોરોના ઉત્પતિને મુદ્દે બને દેશો આમને સામને આવી ગયા છે. બને એકબીજા ને નીચા દેખાડવામાં કઈ કચાસ છોડી નથી. અમેરિકા ચીન પર આરોપ લગાવી રહ્યું છે જ્યારે ચીન અમેરિકા પર આરોપ લગાવી રહ્યું છે. ઉપરાંત ચીન અમેરિકા ને તાઇવાન અને હોંગકોંગ બાબતે પણ ઘણું સંભળાવી ચૂક્યું છે.

No comments