આ દેશમાં કરાયું કોરોના માટે ની વેક્સિનનું સફળ પરીક્ષણ.એક આશાનું કિરણ
પ્રસ્તાવના
હાલમાં પૂરા વિશ્વ માં કોરોના વાઇરસએ ત્રાહિમામ મચાવ્યો છે. કોઈ પણ સંજોગોમાં રોકવાનું નામ નથી લઈ રહ્યો. લોકો કોરોનનાને લીધે ટપાટપ મારી રહ્યા છે. ઈટાલી, અમેરિકા, સ્પેન જેવા દેશોની હાલત કફોડી કરી નાખી છે. આ વાઇરસથી મૃતકોની સંખ્યા 2 લાખ 99 હજાર ને પર થઈ ગઈ છે. બધા દેશોના તંત્ર તેમની સામે નાથવા માટે ઘણા ઉપાયો શોધી રહ્યા છે. વૈજ્ઞાનિકો અને ડોક્ટરો આ વાઇરસ ની રસી શોધવા પ્રયત્ન કરી રહ્યા છે. આ માટે દુનિયાના ઘણા દેશોમાં વેક્સિન પરીક્ષણ પણ થઈ રહ્યા છે. આ કોરોના વાઇરસનું સફળ પરીક્ષણ Oxford University દ્વારા કરવામાં આવ્યું.
બ્રિટનમાં વાંદરા પર સફળ પરીક્ષણ
બ્રિટનમાં કોરોના વાઇરસનું સફળ પરીક્ષણ Oxford University દ્વારા કરવામાં આવ્યું અને તેનું પરિણામ પણ સકારાત્મક મળ્યું હતું. આ પરીક્ષણ વાંદરાઓ પર કરવામાં આવ્યું હતું. જ્યારે આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે તેમાં એન્ટિબોડી પણ ઉત્પન્ન થઈ હતી અને બીજી કોઈ આડ અસર પણ જોવામાં આવી ના હતી. ChAdO1 nCoV-19 નું પરીક્ષણ કરી રહેલા સંશોધક એ જણાવ્યુ કે આ વેક્સિનનું પરીક્ષણ 6 વાંદરાઓ પર કરવામાં આવ્યું હતું. આ એક સારા સમાચાર કહી શકાય કારણ કે આ પરીક્ષણ દરમિયાન કોઈ આડઅસર જોવા મળી ના હતી.
માણસો પર પરીક્ષણની તૈયારી
આ પરીક્ષણ પરથી એ જાણવા મળ્યું કે જ્યારે વાઇરસ અને પછી વેક્સિન જ્યારે ઈંજેક્ટ કરવામાં આવી ત્યારે વાંદરમાં કોઈ ન્યુમોનિયા હતો નહીં અને કોઈ આડઅસર પણ ના હતી. પરંતુ આના પરથી એ કહી શકાશે કે માણસો પર આ પરીક્ષણ આટલું જ સફળ થશે કે નહીં. આ બાબતની ખરાઈ જ્યારે માનવી પર પરીક્ષણ કરવામાં આવે ત્યારે જ કરી શકાય. Oxford University ની જેનર ઇન્સ્ટિટ્યૂટના વેક્સિનોલોજીના પ્રોફેસર સેરા ગિલ્બર્ટ એ કહ્યું કે આ વેક્સિન ને સીધી મોટી સંખ્યામાં બધા માનવી પર પરીક્ષણ કરી ના શકાય તે માટે ડેટા લેવામાં આવે છે અને પછી સાબિત કરવામાં આવે છે કે તે કામ કરે છે કે નહીં અને વાઇરસ ને ફેલાતો અટકાવે છે કે નહીં.
વાંદરાના ફેફસા પર નુકસાન નહીં
જ્યારે આ વેક્સિન નું વાંદરા પર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું તો તેમણે ન્યુમોનિયા ની અસર જોવા મળી ના હતી. ઉપરાંત બીજી કોઈ આડ અસર પણ જોવા મળી ના હતી. બીજી મહત્વ ની વાત એ પણ જોવા મળી કે કોરોના વાઇરસ આપના ફેફસા પર પહેલા મારો કરે છે અને ફેફસા ને નુકસાન પહોચડે છે પરંતુ આ સફળ પરીક્ષણ થી વાંદરાઓના ફેફસાને પણ નુકસાન થયું ના હતું. સંશોધકો એ બતાવ્યુ કે “”SARS-CoV-2” થી પીડિત જે જાનવરોને આ વેક્સિન આપવામાં આવી હતી તેમના ફેફસા અને શ્વાસનળી માં આ વાઇરસ ખૂબ જ ઓછી માત્રા માં જોવા મળ્યો અને જે જાનવરોને વેક્સિન આપવામાં આવી ના હતી તેમાં આ વાઇરસના લક્ષણ વધુ જોવા મળ્યા હતા.
એક આશાનું કિરણ
બ્રિટનની દવા બનાવતી કંપની AstraZeneca એ Oxford University સાથે પાર્ટનરશીપ કરીને દાવો કર્યો છે કે જો આ પરીક્ષણ માનવી પર સફળ જશે તો વર્ષના અંત સુધીમાં 100 મિલિયન ડોજ તૈયાર કરવામાં આવશે. આમ આ વાંદરાઓ પરના સફળ પરીક્ષણ બાદ એક ઉમ્મીદ નું કિરણ દેખાયું છે.
વિકાસશીલ દેશોમાં પણ આ જરૂરી
જો બ્રીટનમા સફળ પરીક્ષણ થશે તો Oxford University એ કેન્યા મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને કેન્યાની સરકારને આ પરીક્ષણ અંતે મંજૂરી આપશે. એ વાતને પણ વડો આપ્યો છે કે જો આ પરીક્ષણ માનવી પર સફળ જશે તો આનું ઉત્પાદન પણ મોટા પાયે ચાલી કરી દેવામાં આવશે જેથી વિકાસશીલ દેશો ને પણ ફાયદો થાય.

No comments