Breaking News

રુસમાં એક દિવસમાં રેકોર્ડબ્રેક કોરોના ના કેસો.અમેરિકાને પણ પાછળ છોડી દીધું.

આખું વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. કોરોના વાઇરસએ વિશ્વમાં ત્રાહિમામ મચાવ્યો છે. લોકો કોરોનનાને લીધે ટપાટપ મારી રહ્યા છે. ઈટાલી, અમેરિકા, સ્પેન જેવા દેશોની હાલત કફોડી કરી નાખી છે. આ વાઇરસથી મૃતકોની સંખ્યા 2 લાખ 99 હજાર ને પર થઈ ગઈ છે. બધા દેશોના તંત્ર તેમની સામે નાથવા માટે ઘણા ઉપાયો શોધી રહ્યા છે.

અમેરીકામાં કોરોના કહેર

જ્યારે 16 લાખ 60 હજાર થી વધુ લોકોએ આ કોરોના સામે લડી સાજા થઈ ગયા છે.  અમેરિકામાં 14 લાખ 30 હજાર થી વધુ કોરોનાથી સંક્રમિત છે. જ્યારે અને મૃતકોની સંખ્યા 85 હજારને ઉપર જતી રહી છે. આ બાબતે અમેરિકા પ્રથમ નંબરે આવે છે. જોન હોપકીન્સ યુનિવેર્સિટીના એક રિપોર્ટ મુજબ અમેરિકા માં 1 દિવસ માં 1754 દર્દીઓની મોત થઈ છે. અમેરીકામાં મૃત્યુદર લાભાગ 6% છે અને બ્રાઝિલ માં આ મૃત્યુદર 7% છે. અમેરીકામાં 31,027 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અમેરિકા માં કુલ સંક્રમિતોની સંખ્યા 14 લાખને ઉપર પહોચી ગઈ છે

રુસ માં એક દિવસમાં કોરોના સંક્રમિતોનો આંકડો ઊચો

રૂસમાં પણ મૃતકોની સંખ્યાનો રાફડો ફટયો છે. ત્યાં એક જ દિવસમાં 9974 નવા દર્દીઓ કોરોના સંક્રમિત મળ્યા છે. આ નવા અંક સાથે રુસ માં કુલ સંક્રમિતોની સંખ્યા 3 લાખને ઉપર પહોચી ગઈ છે. ગયા અઠવાડિયામાં સંક્રમિતોની સંખ્યા માં ટોપ 10 દેશોમાં અમેરિકા, રુસ અને બ્રાઝિલ નો સમાવેશ થાય છે. બ્રાઝિલમાં 2 લાખ જેવા લોકો સંક્રમિત થયા છે અને 13,240 જેવા સંક્રમિતો મૃત્યુ પણ પામ્યા છે.

વિશ્વમાં મૃતકોનો આંકડો

જોન હોપકીન્સ યુનિવેર્સિટીના એક રિપોર્ટ મુજબ કોરોનાને લીધે દુનિયાભર માં લાખોમાં મૃત્યુ થયા છે. આ મૃત્યુનો અંક 3 લાખની ઉપર પહોચ્યો છે. જ્યારે આ વાઇરસને કારણે સંક્રમિતોની સંખ્યા 44 લાખની ઉપર પહોચી છે.

અમેરીકામાં અર્થવ્યવસ્થા દોડતી કરશે

અમેરિકાના કેટલાક વિસ્તારોમાં લોકડાઉન હટાવી લેવાયું છે. પરંતુ જો અર્થવ્યવસ્થા પછી ચાલુ કરવામાં આવે તો આ મહામારી હજુ મોટું સ્વરૂપ લઈ શકે છે. કેટલાક સ્થળોએ સંક્રમિતો વધી રહ્યા છે અને કેટલાક સ્થળોએ સંક્રમિતો ઘટી રહ્યા છે.

સિંગાપુર એરલાયન્સને મોટો ફટકો

સિંગાપુર એરલાયન્સ એ 1972માં પોતાની પરિવહન સેવા શરૂ કરી હતી. સિંગાપુર એરલાયન્સ 48 વર્ષમાં સૌથી મોટો ફટકો પડ્યો છે. પહેલી વાર આવું સિંગાપુરમાં બન્યું છે. દુનિયાભરમાં હવાઈ સેવા બંધ છે તેનો મોટો ફટકો સિંગાપુરને મળ્યો છે. સિંગાપુર શેર બજારને કંપનીએ બતાવ્યુ હતું કે આ વર્ષે 21.2 કરોડ સિંગાપુર ડોલર એટલે કે 14.93 કરોડ અમેરિકી ડોલર નો ઘટાડો આવ્યો છે. પહેલાના નાણાકીય વર્ષ માં સિંગાપુર એરલાયન્સને 68.3 કરોડ સિંગાપુર ડોલર (48.09 અમેરિકી ડોલર) નો જંગી લાભ થયો હતો. એ પહેલા ના નાણાકીય વર્ષમાં સિંગાપુર એરલાયન્સને 20.3 કરોડ સિંગાપુર ડોલર (13.62 અમેરિકી ડોલર) નો લાભ થયો હતો.

ચીનના વુહાનમાં ફરી કોરોના દેખાયો

ચીનના વુહાનમાં પાછા કોરોનાના કેશો સામે આવ્યા છે. 15 જેવા દર્દીઓ સામે આવ્યા હતા તેમાં 12 દર્દીઓને કોરોના ના લક્ષણો દેખાયા ન હતા. બીજી વખત ફરી સંક્રમિતો ની સંખ્યા ના વધે તે માટે ચીનના વુહાનમાં લગભગ 1.1 કરોડ લોકોનો ટેસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચીન ના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ (NHC) એ બતાવ્યુ કે આવેલા 3 કેશો સ્થાનિક છે. તેમણે બતાવ્યુ કે ચીનમાં કુલ સંક્રમિતોની સંખ્યા 82 હજાર ની ઉપર હતી તેમાં 101 દર્દીઓનો હજુ સુધી ઈલાજ ચાલુ છે. સાથે અત્યાર સુધીમાં કોરોના ને કારણે 4633 મૃત્યુ પામ્યા છે.

નેપાલમાં પણ દેખાયો કોરોના

નેપાળના હેલ્થ મિનિસ્ટ્રિ વિભાગે અને ન્યૂજ કંપની એએનઆઇ એ ટવીટર પર બતાવ્યુ કે નેપાલમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 245 છે. પહેલા 5 નવા સંક્રમિતો આવતી આ સંખ્યા 250 બતાવા માં આવી હતી અને ત્યારબાદ ફરી 245 બતાવાઇ હતી.

ટ્રંપ એ ચીન પર મૂક્યો આરોપ  

અમેરિકાના 14 રાજયોના એટોર્ની જનરલો એ દેશના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે વાતચીતમા કહ્યું કે આ કોરોના વૈશ્વિક મહામારીને કારણે જે નુકશાન થયું છે તેના માટે ચીન જવાબદાર છે અને બધાએ ભેગા થઈને તેમની સામે પગલાં લેવા કાર્યવાહી ચાલુ કરવી જોઈએ.  

 

 


No comments