Breaking News

ગુજરાત દેશનું પ્રથમ એવું રાજ્ય બનશે જેને COVID-19 ના દર્દીઓ માટે મળશે અલગ સુવિધાઓ.જાણો શું છે આ સુવિધાઓ.

ભારતમાં કોરોના સામે લડી રહ્યું છે. કઈ ને કઈ તરકીબો, સંશોધનો દ્વારા એમની સામે કેમ લડી શકાય તે માટે પ્ર્યત્ન કરી રહ્યા છે. એમાં પણ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે. ગુજરાતનું અમદાવાદ કોરોનાની કેન્દ્ર બન્યું છે. અહી દિવસે દિવસે સંક્રમણના દર્દીઓ વધતા જાય છે. અમદાવાદ એ બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. ગુજરાતમાં અમદાવાદમા 1 થી 7 મે માં 211 દર્દીઓ  અને ગુજરાત રાજયમાં 425 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. તેથી ગુજરાત માટે એક અલગ જ વ્યવસ્થા કરવામાં આવી છે કારણ કે ગુજરાતમાં અને તેમાં ખાસ કરીને અમદાવાદમા કોરોના ને લીધે મૃત્યુ પામતા દર્દીઓનો મૃત્યુદર ખૂબ જ વધતો જાય છે.

હ તમે બરાબર સાંભળ્યુ, દેશ માં એક માત્ર ગુજરાત એવું રાજ્ય હશે જ્યાં COVID-19 થી મૃત્યુ પામતા દર્દીઓનું પાછળથી રિસર્ચ હાથ ધરવામાં આવશે. આમ ગુજરાત એક માત્ર એવું રાજ્ય બનશે જ્યાં COVID-19 થી મૃત્યુ પામતા દર્દીઓ માટે પેથોલોજી અને રોગ માં કેટલી પ્રગતિ થાય છે તેના પર સંશોધનની સુવિધા આપવામાં આવશે.

આ પેથોલોજિકલ અટોપ્સી માં મૃતક દર્દીના દેહ ને પોલીસની મજૂરી સાથે ફોરેન્સિક વિભાગને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવે છે. આ દર્દીનુ સેને કારણે મૃત્યુ થયું છે તે જાણકારી મેળવવા માં આવે છે, દેહનુ પરીક્ષણ કરવામાં આવે છે અને રિપોર્ટ કરવામાં આવે છે. આ આખી પ્રક્રિયા એટલે પેથોલોજિકલ અટોપ્સી.

ડેપ્યુટી સીએમ નિતિન પટેલની નેતાગીરી હેઠળ રાજ્યની સંશોધન સંસ્થાએ ડોક્ટરોને કેટલાક પ્રોટોકોલ અને માનક સંચાલન પ્રક્રિયા (SOP) અને કેટલીક જરૂરી સુવિધાઓનું લિસ્ટ મોકલ્યું છે. આ ગાઈડલાઇન મુજબ જે કોઈ દર્દી  COVID-19 થી મૃત્યુ થઈ તો તેમના પર વિગતવાર એટોપ્સી કરીને સંશોધન કરવાનું કહ્યું છે.

તે માટે અમદાવાદની બી જે મેડિકલ કોલેજના ડોક્ટરોને ગાઈડલાઇન મોકલવામાં આવી છે. આ કોલેજના પેથોલોજી વિભાગના HOD ડો. હંસા ગોસ્વામી એ જણાવ્યુ કે અમને સરકાર તરફથી કેટલાક પ્રોટોકોલ અને માનક સંચાલન પ્રક્રિયા (SOP) તૈયાર કરવા માટેની ગાઈડલાઇન મળેલ છે. પહેલા આવું ક્યારેય બન્યું નથી તેથી અમે COVID-19 ના દર્દીઓની આટોપ્સી અને વિગતવાર સંશોધન માટે ગાઇડલાઇન તૈયાર કરી રહ્યા છીએ.

પરંતુ સમસ્યા એ છે કે કોઈ દેહનું પરીક્ષણ કરવા માટે પૂરતો મેડિકલ, નર્સિંગ, ડોક્ટરો અને ફોરેન્સિક વિભાગના ડોક્ટરો નો સ્ટાફ ઓછો છે. આ દેહનુ પરીક્ષણ પેથોલોજિસ્ટ ડોક્ટરો અને ફોરેન્સિક મેડિસિન વિભાગ જ કરી શકે છે.


No comments