Breaking News

હવે WHO પણ ઝૂક્યું. WHO કોરોના મહામારી સામે આ દેશ સામે લેશે પગલાં.

પ્રસ્તાવના

હાલમાં કોરોના મહામારીએ વિશ્વને ખોખલું કરી દીધું છે. આ વાઇરસની શરૂઆત ચીનથી થઈ હતી. ચીને આ વાઇરસની જાણ WHO (World Health Organization) કે બીજા દેશોને કરી ન હતી એવું સૂત્રો કહે છે. ચીને જાણી જોઈને સ્થાનિક લોકોને ચીનની બહાર મોકલ્યા હતા એવું સૂત્રો કહે છે. પરંતુ હવે WHO (World Health Organization) એ ચીન સામે કોરોના બાબતે બાયો ચડાવી છે.

WHO પર દબાવ

અમેરિકા જેવા દેશોએ WHO ની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે WHO તેમની કામગીરીમાં સંપૂર્ણ નિષ્ફળ ગયું છે. આમ સદસ્ય દેશોના દબાણથી જુકી જઈને WHO એ આ મહામારી સામે સ્વતંત્ર તપાસ કરવા તૈયાર થઈ ગયું છે. આ માટે ભારત સહિત 120 દેશોએ WHO સામે આવી ગયા છે.

તપાસ થશે શરૂ

WHOની નિર્ણય લેતી સંસ્થા ડબલ્યુએચએ એ સોમવારે બે દિવાસીય યોજાયેલ 73મી બેઠકમાં તેના પ્રમુખ ટેડ્રોસ રિપોર્ટ મુજબ જણાવ્યુ કે કોરોના મહામારી થી જે અર્થ વ્યવસ્થા પર જે ખરાબ અસર થઈ છે તેની સ્વતંત્ર તપાસ થશે. આ માટેના પ્રથમ રિપોર્ટ જરૂરી વિભાગને સોપી દીધા છે. આમ બધા દેશોના ઘેરવમાં આવીને WHO એ કોરોના પાછળ ના કારણો ગોતવાનું શરૂ કરી દીધું છે.

યુરોપીયન યુનિયન ને સમર્થન  

ડબલ્યુએચએ ની બે દિવસની બેઠકમાં કોરોના પાછળના કારણો જાણવા માટેની માગ કરવામાં આવી હતી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એ ઘણી બધી વખત આ બાબતે તપાસ કરવાનું કહ્યું હતું અને તે પણ ઘણી બધી વખત કહ્યું હતું કે આ વાઇરસ ચીનના વુહાન થી ફેલાયો છે. તેમના માટે ચીન જવાબદાર છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એ WHO ને આપતા ફંડ પર પણ રોક લગાવી દીધી છે. ડબલ્યુએચએ ની બેઠકમાં 27 દેશોના સંગઠનો યુરોપીયન યુનિયનના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.

ચીને કર્યો બચાવ

ડબલ્યુએચએ  ની બેઠકમાં ચીની રાષ્ટ્રપતિ જીન પિંગે છું નો  બચાવ કર્યો હતો. કોઈના દબાવથી ના ડરતા ચીને યુરોપીયન યુનિયનના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. તેમણે કબૂલ્યું કે ચીને આ બીમારીને ગુપ્ત રાખી અને એને લગતી જાણકારી પણ છુપાવી. સાથે ચીનના વિદેશ મંત્રાલયે પણ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું.

WHO પ્રમુખનો વાયદો

WHOના પ્રમુખ ટેડ્રોસે બેઠક દરમિયાન વિશ્વાસ આપ્યો કે જેટલી જલ્દી બની શકે તેટલી જલ્દી કોરોના વાઇરસ ફેલાવા પાછળના કારણોની સ્વતંત્ર તપાસ શરૂ કરવામાં આવશે. આ વડો તેમણે અન્ય દેશીના સદસ્યોની સામે જ કર્યો હતો. તેમણે કહ્યું કે WHO તપાસ ની પારદર્શિતા ને લઈને પ્રતિબદ્ધ છે.

ચીનના નામ નો ઉલ્લેખ જ નહીં

પ્રસ્તાવમાં કોરોના વાઇરસની ઉત્પતિ કેમ થઈ હતી તે જાણવા સંશોધકો અને સહયોગીઓ એ તપાસની માગ કરી હતી. કારણકે પાછળ થી આવી કોઈ બીમારી આવે તો તેમની સામે પગલાં લેવા સરળ બને અને જોખમને ઓછું કરી શકાય. પરંતુ આ પ્રસ્તાવમાં ચીન નો ઉલ્લેખ જ નથી. જોવા જઈએ તો પહેલા ડિસેમ્બરથી આ બીમારી ની શરૂઆત ચીનના વુહાન થી થઈ હતી અને ત્યારબાદ બીજા દેશોમાં ફેલાયેલી હતી.

અમેરિકાનું નામ પણ સમવાયું નહીં

સમર્થન કરવા વાળા દેશોમાં ભારત સહિત ભૂટાન, રુસ, તુર્કી, બાંગલાદેશ, મલેશિયા, બ્રિટેન, યુક્રેન અને અરબ સહિતના 120 દેશો સામેલ હતા. જાપાન અને મેક્સિકોએ પણ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. પરંતુ આ બધામાં અમેરિકા સામેલ ના હતું જે દરેક વખતે ચીન ને આ બીમારી માટે જવાબદાર ગણાવતું હતું. ઉપરાંત અમેરિકા તાઇવાનને પણ WHO માં સામીલ કરવા જોર કરે છે પરંતુ ચીન તેનો વિરોધ કરે છે.   


2 comments:

  1. Replies
    1. Thank You, and share our site with your friends and family members, thank you again

      Delete