લોકડાઉન 4 માટે સરકારની શું છે રણનીતિ.ક્યાં હશે પ્રતિબંધ અને કોને મળશે છૂટછાટો
હાલ દેશમાં ત્રીજા ચરણનું લોકડાઉન ચાલી રહ્યું છે. આ ત્રીજા ચરણના લોકડાઉનને પૂરું થવામાં ગણ્યા દિવસો પણ બાકી રહ્યા નથી. ત્રીજા ચરણનું લોકડાઉન 17 મે ના પૂરું થશે. મોદીએ 12 મે ના આપેલા દૂરદર્શી ભાષણ માં જણાવ્યુ કે ચોથા ચરણનું લોકડાઉન નવા રૂપરંગો અને નીતિનિયમો તથા છૂટછાટો સાથે આવશે. આ ભાષણ માં મોદીએ 20 લાખ કરોડ ના આર્થિક પેકેજની પણ જાહેરાત કરી હતી. જેનું વિસ્તૃત સ્વરૂપ નાણા મંત્રી નિર્મલા સિતારામન દ્વારા આપવામાં આવ્યું હતું.
લોકડાઉનના ચોથા ચરણની રણનીતિ
લોકડાઉનનું ચોથું ચરણ રેડ જોન પૂરતું સીમિત રહે તેવું અનુમાન લગાવી રહ્યા છીએ. પછીની રણનીતિ માટે મોદીએ રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ અને સ્વસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન સાથે ચર્ચા કરી હતી. મોટા ભાગ ના મુખ્યમંત્રીઓ ચોથા ચરણના લોકડાઉનને બધે લાગુ પાડવા માગતા નથી. ફક્ત જે એરિયા રેડ જોનમાં સમાવેશ કરાયા છે ત્યાં જ લાગુ પાડવાનું વિચારી રહ્યા છે. ઉપરાંત પોતપોતાના વતન ફરેલા મજદૂરો અને શ્રમિકોને તાત્કાલિક રોજગાર આપવા માટે મનરેગા, સડક પ્રોજેકટ વગેરે ચાલુ કરવા જણાવ્યુ છે.
મોદી સરકાર 2 નું એક વર્ષ પૂરું થવા ઉપર
મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું વર્ષ 30 મે ના પૂરું થશે. ટો આગળની એમની રણનીતિ શું હશે તે ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ આ પહેલા વર્ષમાં કોરોના સંકટમાં આપેલી રાહતો એ એમના માટે પ્રચારનું કારણ જ બન્યો છે. સરકારે કેટલીક સુવિધાઓની પત્રિકાઓ છાપવાની રણનીતિ બનાવી હતી. સૂચના પ્રસારણ મંત્રાલયને કહેવાયું હતું કે આમાં અનુછેદ 370 હટાવીને નાગરિકતા સંશોધન કાનૂન લાગુ કરવા જેવી માહિતીઓનું આ બુકલેટ માં વિસ્તારમાં વર્ણન કરવામાં આવે.
પરિવહનને પણ ધીમે ધીમે શરૂ કરવાની પરવાનગી
મોટા ભાગ ના શહેરોમાં હવે કેટલાક નિયમો જેવા કે સેનિતટાઈજેશન, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પરિવહન સેવા શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. દેશભરમાં કેટલાક સ્થાનો રેલ સેવા પણ શરૂ કરવામાં આવી છે. કાયમની 300 ટ્રેન દોડાવવામાં આવી છે. ધીમે ધીમે રેલ સેવાને સામાન્ય સ્ટાર પર લાવવાની પણ મંજૂરી મળી છે. થોડાક સમય બાદ હવાઈ સેવા પણ ચાલુ કરવામાં આવશે. ઉપરાંત એ પણ નક્કી કરાયું છે કે કેટલાક મહાનગરોની સ્થિતિ જોઈને બસ અને ટેક્સી સેવા પણ ચાલુ કરી દેવામાં આવશે.

No comments