બાબા વાંગાની ઇન્દિરા ગાંધીથી લઈને કોરોના મહામારી સહિતની આ 100 જેવી ભવિષ્યવાણી થઇ છે સાચી
આ દુનિયા માં માનવી મોટા ભાગે પોતાના ભવિષ્ય ને લઈને ચિંતા કરતો હોય છે. તે હમેશા એ જાણવા તત્પર હોય છે કે પોતાના જીવનમાં ભવિષ્યમાં શું બનવાનું છે, ભવિષ્ય માં સુખ હશે કે દુખ. દરેક માનવી એવા પ્રયત્નો કરતાં હોય છે કે તે ગમે તેમ કરીને પોતાનું ભવિષ્ય જાની શકે અને ભવિષ્યમાં આવનારી ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરી શકે. જો કોઈ આવી રીતે ભવિષ્યવાણી કરતું હોય અને તે સાચી પડતી હોય તો લોકો તેના વિશે જાણવા ઉત્સુક હોય છે. તો આવા જ એક વ્યક્તિ નું નામ લઈએ જેને અત્યાર સુધી જેટલી ભવિષ્યવાણી કરી છે તે સાચી પડી છે અને તે વ્યક્તિ નું નામ છે બાબા વાંગા.
કોણ છે આ બાબા વાંગા
બાબા વાંગા નો જન્મ સન 1911 માં બુલ્ગારિયા માં થયો હતો. તેમનું મૂળ નામ વેંગેલિયા પાંદેવા હતું. તેમણે 12 વર્ષની નાની ઉમરે પોતાની બને આખો ગુમાવી દીધી હતી. આ ઉમરે તેને પોતાની બને આખો તો ગુમાવી દીધી પરંતુ સામે એક એવી શક્તિ મળી કે તે ભવિષ્યવાણી કરી શકે છે અને તે સાચી પણ પડે છે. આના પરથી તેને અહેસાસ આવ્યો કે તે પોતે ભવિષ્યની વસ્તુઓ અને ઘટનાઓ ની જાણકારી આપી શકે છે. સન 1996 માં તેનું મૃત્યુ થયું હતું.રુસ અને યુરોપમાં તેને સંત ની ઉપાધિ આપવામાં આવી હતી. મૃત્યુ પહેલા તેણી એ 100 જેટલી ભવિષ્યવાણીઑ કરી હતી અને તે સાચી પણ પડી છે જેમાં બરાક ઓબામા નું અમેરિકાના રાષ્ટ્રપતિ બનવું, 26/11 ના રોજ વર્ડ ટ્રેડ સેન્ટર પરનો આતંકી હુમલો અને 2004 ની સુનામી વગેરે ભવિષ્યવાણીઑ સામેલ છે.તેણીએ એવી પણ ભવિષ્યવાણી કરી હતી કે યુરોપ પર 2016માં મુસ્લિમ આતંકવાદીઓ હુમલો કરશે. એટલું જ નથી 85 સાલની ઉમરે મૃત્યુ પામ્યા બાદ પણ તેણીએ સન 5079 સુધીની ભવિષ્યવાણી કરી દીધી હતી.
2020 માં ઘણી વિનાશકારી ઘટનાઓ બનશે
તેણીએ 2020 માં કોરોના ને કારણે વૈશ્વિક મહામારી સર્જાશે તે પણ ભવિષ્યવાણી કરી હતી. તેણીએ ભવિષ્યવાણી કરી હતી કે 2020 માં એવી ઘણી ઘટનાઓ બનશે જે માનવજીવન ને પ્રભાવિત કરશે. તેને કારણે માનવ માત્ર પોતાના વિશે વિચારશે.
દુનિયા થશે ધર્મને આધારે વિભાજિત
બાબા વાંગાએ કહ્યું કે 2020 માં ધર્મના આધારે ઘણા લોકો અને દેશો વિભાજિત થશે. એક બાજુ આ ભવિષ્યવાણી સાચી પડતી દેખાય છે કારણકે NRC અને નાગરિકતા કાનૂન બાબતે મુસ્લિમ સમુદાય નારાજ છે. આમ આ ભવિષ્યવાણી પણ સાચી પડતી જણાય છે.
પૃથ્વીને પ્રદૂષણથી મળશે રાહત
તેણીએ ભવિષ્યવાણી કરી હતી કે 2020 માં પ્રદૂષણ ઓછું થતું જશે. તેણીએ કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલ કરતાં સૌર ઉર્જાનો વપરાશ વધશે. હાલમાં વૈશ્વિક કોરોના મહામારી ને કારણે લોકડાઉન હોય લોકો ઘરની બહાર ગાડી લઈને નીકડતા નથી. તેને કારણે હાલ વાતાવરણ સ્વચ્છ થઈ રહ્યું છે અને પ્રદૂષણમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. આમ આ ભવિષ્યવાણી પણ સાચી પડતી જણાય છે.
કેટલીક જાણીતી ભવિષ્યવાણી કે જે સાચી પડી હોય
- 2000 માં રશિયન સબમરીન ડૂબવાની ઘટના
- ઇન્દિરા ગાંધીની હત્યા ની ભવિષ્યવાણી
- બરાક ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે તે ભવિષ્યવાણી
- 26/11 ના રોજ વર્ડ ટ્રેડ સેન્ટર પરનો આતંકી હુમલો
- 2004 ની સુનામી
- યુરોપ પર 2016માં મુસ્લિમ આતંકવાદીઓ હુમલો
- 2020 માં વૈશ્વિક મહામારી અને પૃથ્વી સ્વચ્છ થશે તે ભવિષ્યવાણી
- સિરિયામાં સિવિલ વોર
- સાઇપ્રસ વિવાદ
- યુગોસ્લોવાકિયા નું અલગ થવું
- ચેર્નોબલની ન્યુક્લિયર ઘટના
ભવિષ્ય કઈ ઘટનાઓ બનશે તેની ભવિષ્યવાણી
- 2023 માં પૃથ્વીની કક્ષા બદલાશે
- 2025 માં યુરોપની આબાદી શૂન્ય થઈ જશે
- 2033 માં પૃથ્વી પર ની વિશાળ બરફની પ્લેટ પીગળી જશે
- 2046 માં મનુષ્ય પોતાના શરીર ના બધા અંગો બનાવતા શીખી જશે
- 2066 માં એક મસ્જિદ પર હુમલો થવાથી અમેરિકા એવા હથિયાર નો ઉપયોગ કરશે જેથી અચાનક તાપમાન ઘટી જશે
- 2111 માં માનવી અને રોબોટ એક થઈ જશે
- 2201 માં સૂર્ય ની આંતરિક ક્રિયા માં બદલાવ થશે.
- 2480 માં બે કૃત્રિમ સૂર્ય વચ્ચે યુદ્ધ થશે અને પૃથ્વી અંધકારમય થઈ જશે


No comments