Breaking News

લોકડાઉન પછી વધી શકે છે પેટ્રોલ અને ડીઝલ ની કિંમત

કોરોના મહામારીની વચ્ચે આમ આદમી પિસાઇ રહ્યો છે. લોકડાઉન બાદ એવું પણ બને કે મોંઘવારીનો રાફડો ફાટી નિકડે. લોકડાઉન બાદ પણ આપણે ઘણા સંક્ટોનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. તેમની વચ્ચે પહેલો ખ્યાલ લોકડાઉન બાદ પેટ્રોલ અને ડીજલ ના ભાવનો આવે.

તો જણાવી દઈએ કે આગળના મહિના માં ફરી એક વખત પેટ્રોલ અને ડીજલ ના ભાવવધારા માટે આમ આદમીએ તૈયાર રહેવું પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મે મહિના પછી તેલ ઉત્પાદન કરતી કંપનીઓ પેટ્રોલ અને ડીજલ ના ભાવ વધારવાનું નક્કી કરી રહી છે.

OMC ના એક અધિકારીનું કહેવું છે કે 16 માર્ચ પછી પેટ્રોલ અને ડીજલ ના ભાવનું સંશોધન થયું નથી. તેને કારણે સરકારે પેટ્રોલ અને ડીજલ ઉત્પાદન ખર્ચ વધારવો પડ્યો. હવે દૈનિક મૂલ્ય સંશોધન થયા પછી થોડાક દિવસો માટે પેટ્રોલ અને ડીજલ ના ભાવોમાં વૃદ્ધિ જોવા મળશે. દેશમાં ચાલી રહેલા લોકડાઉનને કારણે આના પર કોઈ નિર્ણય લેવાયો નથી. પછી કાયમ પહેલાની જેમ પેટ્રોલ અને ડીજલ ના ભાવ વધી શકે છે.

પરંતુ સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ દૈનિક મૂલ્ય સંશોધન શરૂ થયા પછી પણ અમુક માનકથી વધારે ભાવ વધારવામાં નહીં આવે. આનો સીધો અર્થ એ નિકડે છે કે પેટ્રોલ અને ડીજલ ના ભાવ દરરોજ 20-50 પૈસા વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે. આ કિમત વૈશ્વિક તેલ બજાર પર નિર્ભર કરે છે. હાલમાં કાચા તેલની કિમત પહેલાની કિમતો કરતાં 50% વધુ છે. અને આ લોકડાઉનને કારણે પેટ્રોલ અને ડીજલની માંગમાં પણ ઘટાડો થયો છે.


No comments