Breaking News

Whatsapp ના આ જબરદસ્ત અપડેટથી કૉન્ટૅક્ટ સેવ કરવા થશે સરળ


પ્રસ્તાવના

હાલમાં ભારત માં લગભગ 300 મિલિયન જેવા વોટ્સએપ યુઝર્સ છે. વોટ્સએપ કઈ ને કઈ નવી અપડેટ લઈને આવતું હોય છે અને તે અપડેટ બધા યુઝર્સને પણ ગમે છે. બધા યુઝર્સ નવી અપડેટ આવે તેની રાહ જોતાં હોય છે. યુઝર્સ ના અનુભવ ને વધુ બહેતર બનાવા માટે ઘણા નવા ફીચર્સ આવતા હોય છે. હાલમાં વોટ્સએપએ એપમાં નવું ફીચર્સ આવી રહ્યું છે. આ અપડેટ બાદ યુઝર્સ ડાયલ કર્યા વગર નંબર સેવ કરી શકે છે. નંબર સેવ કરવા માટે QR કોડ સ્કેન કરીને નંબર સેવ કરી શકાય છે.

અપડેટ ટેસ્ટિંગ મોડ માં

Whatsapp એંડરોઈડ અને આઇઓએસના બીટા વર્ઝન પર QR કોડ સપોર્ટ કરે છે કે નહીં તેનું ટેસ્ટિંગ કરી રહી છે. આ ટેસ્ટિંગ થઈ ગયા બાદ કોઈ યુઝર્સ નવા યુઝર્સ ના નંબર સેવ કર્યા વિના QR કોડ સ્કેન કરીને નંબર સેવ કરી શકશે. આ ફીચર્સ નું અપડેટ ક્યારે આવશે તેની હજુ તારીખની ઘોષણા Whatsapp દ્વારા કરાઇ નથી. આ અપડેટ હાલ એંડરોઈડ ના બીટા વર્ઝન 2.20.171 અને આઇફોનના બીટા વર્ઝન 2.20.60.27 પર જોવા મળી શકે છે. આ જાણકારી WABetaInfo એ એમના એક રિપોર્ટ માં આપી છે. આ જાણકારી મુજબ QR કોડ પ્રોફાઇલ સેટિંગ માં જોવા મળશે અને QR કોડ ને સ્કેન કરવાથી નવા યુઝર્સ ના મોબાઇલ નંબર સેવ થઈ જશે.

થોડા સમય પહેલા આવ્યા હતા નીચેના નવા ફીચર્સ

વોટ્સએપ ફોરવર્ડ લિમિટ - કેટલાક અસમાજિક તત્વો દ્વારા ફેલાવતા ખોટા સમાચારો અને કેટલીક ખોટી જાણકારીઓને રોકવા માટે વોટ્સએપએ મેસેજ ફોરવર્ડની લિમિટ ઘટાડી દીધી છે. પહેલા કોઈ મેસેજ 5 યુઝર્સને ફોરવર્ડ કરી શકાતો હતો તે હવે ઘટાડી ને 1 કરાયો છે એટલે કે હવે વોટ્સએપ યુઝર્સ હવે પોતાનો મેસેજ ફક્ત 1 વ્યક્તિને જ ફોરવર્ડ કરી શકે છે.

વોટ્સએપ ગ્રૂપ કોલિંગ લિમિટ - વોટ્સએપ દ્વારા જે વિડીયો અને ઓડિયો કોલિંગની સુવિધા આપવામાં આવી છે તે યુઝર્સ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે. તેને ધ્યાન માં રાખીને વોટ્સએપએ ગ્રૂપ કોલિંગની લિમિટ વધારી દીધી છે. પહેલા ગ્રૂપ વિડીયો અને ઓડિયો કોલ માં 4 મેમ્બર્સ ને એડ કરી શકતા હતા. હવે 8 મેમ્બર્સ ને એડ કરી શકાય છે.

વોટ્સએપ લોક ની સુવિધા - આ ફીચર્સની યુઝર્સ ઘણા વખતથી રાહ જોઈ રહ્યા હતા. યુઝર્સ પોતાના વોટ્સએપ ચેટની પ્રાઈવસી માટે આ ફીચર્સ નો ઉપયોગ કરી શકે છે. એમના માટે વોટ્સએપ દ્વારા એક ઓથેંટિકેશન સિસ્ટમ પ્રસ્તુત કરવામાં આવી હતી. યુઝર્સ Settings>Account>Privacy>Fingerprint Lock માં જઈને પોતાની  વોટ્સએપ ચેટને પ્રાઈવેટ કરી શકે છે.

ન્યુ ગ્રૂપ પ્રાઈવસી - વોટ્સએપ ગ્રૂપમાં કોઈ યુઝર્સને કોણ એડ કરી શકે છે તે પણ હવે કોઈ યુઝર્સ કંટ્રોલ કરી શકે છે. તે માટે યુઝર્સએ સેટિંગ મેનૂમાં Nobody My Contacts અને  My Contacts Except વિકલ્પ પસંદ કરવો પડે છે.

કોલ વેટિંગ - જો કોઈ કોલ પર વાત ચાલુ હોય અને વોટ્સએપ માથી કોઈનો કોલ આવે તો રિસીવ કરી શકાય છે. પહેલા યુઝર્સ પાસે આવો કોઈ વિકલ્પ ઉપલબ્ધ હતો નહીં અને યુઝર્સને કોઈનો કોલ ચાલુ હોય તો તે સમયે વોટ્સએપમાં કોલ આવે તો ખ્યાલ રહેતો ન હતો.

No comments