ભારત દેશ માટે કોરોના મહામારી ને લઈને આવ્યા આ સારા સમાચાર
પ્રસ્તાવના
આખું વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. કોરોના વાઇરસએ વિશ્વમાં ત્રાહિમામ મચાવ્યો છે. લોકો કોરોનનાને લીધે ટપાટપ મારી રહ્યા છે. ઈટાલી, અમેરિકા, સ્પેન જેવા દેશોની હાલત કફોડી કરી નાખી છે. આ વાઇરસથી મૃતકોની સંખ્યા લાખોમાં થઈ ગઈ છે. બધા દેશોના તંત્ર તેમની સામે નાથવા માટે ઘણા ઉપાયો શોધી રહ્યા છે. જેમ જેમ સંક્રમિતોની સંખ્યા વધતી જાય છે તેમ સામે મૃતક આંક પણ વધતો જાય છે. પરંતુ આપના દેશ ભારતે કોરોના ની સ્થિતિ સામાન્ય રાખી છે. એટલે કે દિવસે ને દિવસે કોરોના દર્દીઓની સાજા થવાની ક્ષમતા વધતી જાય છે. જેટલા એક દિવસ માં કોરોના સંક્રમિતો આવે છે તેની સામે તેનાથી વધુ સાજા થઈ જાય છે. આ એક સારા સમાચાર કહી શકાય.
લોકડાઉનથી થયો ફાયદો
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ એ મંગલવારે યોજાયેલી પ્રેસ કોન્સફરન્સ માં જાણકારી આપી કે દરેક લોકડાઉન બાદ દેશની સ્થિતિ માં સુધારો આવી રહ્યો છે. સંક્રમિત લોકોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે એટલે કે સાજા થવા વાળા લોકોની સંખ્યા માં વધારો થઈ રહ્યો છે. અગ્રવાલે કહ્યું કે દુનિયાના અન્ય દેશોની તુલના માં ભારતમાં સંક્રમિતોની સંખ્યા ખૂબ ઓછી છે. સાથે મૃત્યુ દર ની સ્થિતિ માં પણ સુધારો થઈ રહ્યો છે. મોટા ભાગના લોકોનું સ્થાનિક પ્રસાશન દ્વારા ટેસ્ટિંગ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 60,490 સંક્રમિત દર્દીઓ સજા થઈ ચૂક્યા છે. રીકવરી રેટમાં ખૂબ જ મોટો ઉછાળો આવ્યો છે. માર્ચ માં રીકવરી રેટ 7.1% હતી જે વધીને સીધી 41.61% થઈ ચૂકી છે. એટલે કે લગભગ 34% નો જંગી ઉછાળો આવ્યો છે.
લોકડાઉનના ચરણ વધ્યા એમ રીકવરી રેટ વધી
જેમ લોકડાઉનના ચરણ વધારવામાં આવ્યા તેમ નીચે મુજબ રીકવરી રેટ આવી. જાણીતી ન્યૂઝ કંપની ANI ના જણાવ્યા મુજબ રીકવરી રેટ નીચે મુજબ હતી.
લોકડાઉનનું પ્રથમ ચરણ – 7%
લોકડાઉનનું બીજું ચરણ – 11.24%
લોકડાઉનનું ત્રીજું ચરણ – 26.59%
લોકડાઉનનું ચોથું ચરણ – 41.61%
આમ ધીમે ધીમે રીકવરી રેટમાં ઉછાળો આવતો ગયો છે. તેનું કારણ એ છે કે દેશ માં સ્થાનિક પ્રસાશન દ્વારા મોટી માત્ર માં દરરોજ ટેસ્ટિંગ યથાઈ રહ્યા છે. દેશમાં કુલ 612 લેબ કાર્યરત છે જે કોરોના વાઇરસનું ટેસ્ટિંગ કરે છે. તેમાં 430 સરકારી લેબ છે અને 182 પ્રાઈવેટ લેબ છે. આજે દેશમાં એક દિવસમાં લગભગ 1.1 લોકોનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે.
મૃત્યુદર માં પણ થયો ઘટાડો
જેમ જેમ લોકડાઉનના ચરણ વધારવામાં આવ્યા તેમ નીચે મુજબ રીકવરી રેટ પણ વધી. સાથે સાથે મૃત્યુ દર માં પણ ઘટાડો આવ્યો છે. બીજા દેશોની સાપેક્ષે મૃત્યુ દર ઘણો નીચો છે. એટલે કે બીજા દેશો ની સાપેક્ષે આપણા દેશની સ્થિતિ ઘણી સારી છે. દુનિયા માં હાલ સુધી મૃત્યુ દર પ્રતિ લાખ માં 4.4% રહી છે જ્યારે ભારત દેશમાં મૃત્યુ દર પ્રતિ લાખ માં ખાલી 0.3% રહી છે. એટલે કે બીજા દેશ માં પ્રતિ લાખે 4.4 દર્દી મૃત્યુ પામે છે જ્યારે ભારતમાં 0.3 છે. ભારત દેશમાં મૃત્યુ દર માં ઘટાડો થયો છે. જાણીતી ન્યૂઝ કંપની ANI ના જણાવ્યા મુજબ મૃત્યુ દર માં ઘટાડાની ટકાવારી નીચે મુજબ હતી.
પહેલા ભારત દેશમાં મૃત્યુ દર – 3.03%
હાલમાં ભારત દેશમાં મૃત્યુ દર - 2.87%
સાર
આમ જોઈએ તો બીજા દેશોની તુલના માં ભારત દેશે આ લોકડાઉન ને કારણે કોરોના મહામારીની સ્થિતિ ઘણી સામાન્ય રાખી છે. દેશમાં રીકવરી રેટ પણ વધી રહી છે સાથે સાથે મૃત્યુ દર પણ ઘટી રહ્યો છે. આમ ભારત દેશ કોરોના સામે સારી રીતે લડીને બહાર આવી રહ્યું છે.

No comments