20 લાખ કરોડના આર્થિક પેકેજ પછી GDP માં ભારતનું સ્થાન વિશ્વના આ 5 દેશોની હરોળમાં
ભારત આજે કોરોના મહામારી સામે લડી રહ્યું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પણ એકજુથ બનીને કોરોના ને હરાવવા સામે જંગે ચડ્યા છે. આ જંગ માં લોકડાઉન એક મોટું પરિબળ સાબિત થયું છે. લોકડાઉનની વચ્ચે લોકોને સંકટ માઠી બહાર લાવવા માટે સરકાર દ્વારા રાહતો અપાઈ રહી છે.
નરેન્દ્ર મોદી દ્વારા રાહત પેકેજ
કાલે 12 મે ના રાતે 8 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ ભાષણ આપ્યું હતું. આ ભાષણ દરમિયાન જનહિત માટે મોદી સરકારે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજ અર્થતંત્ર માટે ગેમ ચેંજર સાબિત થશે. નરેન્દ્ર મોદી એ કહ્યું હતું કે 2020 માટે આ 20 લાખ કરોડનું પેકેજ દરેક વર્ગ માટે છે. આ પેકેજ દેશના દરેક વર્ગ એટલે કે ગરીબ, કિસાન, મધ્યમ અને વ્યાપારી વર્ગ માટે આશીર્વાદરૂપ છે. આ પેકેજ ને કારણે દરેક વર્ગ આગળ આવશે અને અંતે દેશ સ્વનિર્ભર બનશે. સાથે સાથે અસ્ત વ્યસ્ત અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે. આ ભાષણ દરમિયાન તેમણે “આત્મનિર્ભર ભારત” ની એક નવી વ્યાખ્યા આઈ હતી. તેમણે સોઈ થી લઈને કાર સુધીના બધા ઉત્પાદનો ભારત ઉત્પાદિત એટલે કે “Make In India” ના ઉપયોગ કરવા માટે વિનંતી કરી હતી.
પેકેજ પછી GDP માં ભારતનું સ્થાન ટોપ 5 દેશોની હરોળમાં
ભારતની જેમ ઘણા દેશોએ કોરોના સંકટ સામે અસ્ત વ્યસ્ત અર્થવ્યવસ્થાને મજબૂત કરવા આવા ઇકોનોમિક પેકેજની ઘોષણા કરી છે. મોદીએ જાહેર કરેલી પેકેજ ની રકમ એ ભારત દેશની GDP ના 10% બરાબર છે. આ ઘોષણા કર્યા બાદ ભારત પણ અમેરિકા અને જાપાન જેવા મજબૂત અર્થવ્યવસ્થા ધરાવતા દેશોની ટક્કરમાં આવી ગયું છે. સંકટ દરમિયાન કેટલાક દેશોની GDP આર્થિક પેકેજ જાહેર કર્યા બાદ નીચે મુજબ છે.
જાપાન – 21.1%
અમેરિકા - 13%
સ્વીડન – 12%
જર્મની’- 10.7%
ભારત – 10%
આમ ભારત નું GDPમાં સ્થાન 5મુ આવી ગયું છે જે ગર્વ લેવા જેવી વાત છે. ભારત બાદ 9.3% સાથે ફ્રાંસ, 7.3% સાથે સ્પેન, 5.7% સાથે ઈટાલી, 5% સાથે યૂકે, 3.8% સાથે ચીન 2.2% સાથે સાઉથ કોરિયાનો નંબર આવે છે.
આ સેકટર્સને મળશે રાહત
25 માર્ચ બાદ લોકડાઉન ની સ્થિતિ ને કારણે કેટલીક આર્થિક ગતિવિધિઓ બંધ પડી ગઈ છે. 17 મે પછી પણ મોદીએ નવા નિયમો અને રૂપ રંગ સાથે લોકડાઉનના ચોથા ચરણનું એલાન કરશે એ પણ કહ્યું. સાથે જે આર્થિક પેકેજની જાહેરાત કરી એ પેકેજ ને કારણે જમીન, શ્રમ, લિક્વિડિટી અને કાનૂન ને લગતા સેક્ટરો પર ભાર દીધો છે. ઉપરાંત કુટીર ઉધ્યોગ, લઘુ ઉધ્યોગ આપની એમએસએમઇ માટે છે અને કરોડો ભારતીયોને રોજી રોટી પૂરી પડે છે એ જ આત્મનિર્ભર ભારત નો મજબૂત આધાર છે તેને માટે આ પેકેજ છે. આ પેકેજ “આત્મનિર્ભર ભારત” માટે એક અહમ ચાવીરૂપ છે.
ઘરેલુ ઉત્પાદન પર ભાર
મોદીએ જાહેર કરેલા પેકેજ નું વિસ્તૃત સ્વરૂપ આપવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે આ પેકેજ ની વિસ્તૃત જાણકારી બાદમાં નાણા મંત્રી નિર્મલા સીતારામન દ્વારા આપવામાં આવશે. આ પેકેજ દ્વારા MSME સેક્ટરને ટેક્સમાં રાહત આપવામાં આવશે. તેમાં સરકારે જે કંપનીઓનો પૂરો ટેક્સ માફ કરવાનું કહ્યું છે તેમાં ચિકિત્સક સાધનો, ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ કંપનીઓ છે. સાથે ચીન છોડીને નીકળેલી કેટલીક કંપનીઓને આકર્ષવા કેટલીક રાહતો પણ આપવામાં આવશે.
આત્મનિર્ભર ભારતના 5 સ્તંભો
ઈકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ એ ભારતની આત્મનિર્ભરતા ના 5 સ્તંભો છે જે ભારતને વિશ્વ માં એક અલગ ઓળખ આપશે.

No comments