Breaking News

WHO એ કોરોના વાયરસની અસરકારકતા મુદ્દે કર્યા કેટલાક આ ગંભીર ખુલાસા

કોરોના મહામારી આખી દુનિયામાં ફેલાઈ છે. એક બાજુ બધા દેશો અર્થવ્યવસ્થા જીવ પુરાવા ધીમે ધીમે લોકડાઉન ખોલવાનો વિચાર કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ WHO (World Health Organization) એ ચેતવણી આપી છે કે કોરોનાની અસર આપણી બાજુ લાંબા સમય સુધી રહી શકે છે.

કોરોનાની અસર નાબૂદ થવી અસંભવ

WHO ના એક મુખ્ય અધિકારી ડો. રેયન એ કહ્યું કે “મને લાગે છે કે લોકોને આ વાત જાણવાનો અધિકાર છે કે આ વાઇરસ આપણી વચ્ચે સ્થાનીય વાઇરસ બનીને રહી જશે.” જેવી રીતે ટીબી,એચઆઇવી જેવા રોગોનો ઉપચાર મળી શક્યો નથી તેમ કોરોનાનો પણ ઉપચાર મળી શકશે નહીં. તેમણે કહ્યું હતું કે આ કોરોના વાઇરસ આપણી વચ્ચે જ રહેશે. આ વાઇરસની વેક્સિન બનાવવામાં વર્ષો લાગી શકે છે અને ના પણ મળી શકે એવું પણ બને. આપણે જે વાસ્તવિક દુનિયામાં જીવી રહ્યા છીએ ત્યાં કોઈ ભવિષ્યવાણી ને સ્થાન નથી કે કોઈ વાઇરસ ખત્મ એમ જ થઈ જશે. એટલે કે આ વાઇરસ ખત્મ થઈ જશે એવા વાયદાઓ કરવા કે ખોટી વાતો કરવી એ યોગ્ય નથી. ઉપરાંત એમને ઉમેર્યું કે આખું દુનિયા આ વાઇરસ ને કાબુમાં લેવા પૂરતા પ્રયત્ન કરી રહી છે. પરંતુ આપણી આ કોશીશો અને પ્રયાસોને હજુ વધારવા પડશે. બધા લોકડાઉન ખોલવાનું વિચારે છે પરંતુ પરંતુ આપણે કોરોના પ્રત્યે સાવધાની રાખવી જોઈએ. ઉપરાંત ડો. રેયન એ કહ્યું કે આ વાઇરસને ખત્મ કરવાની જવાબદારી આપણી છે અને આ મહામારીને રોકવા માટે આપણે બધાએ આપનું પૂરતું યોગદાન આપવું જોઈએ.

WHO ના એક ખ્યાતનામ વિશેષજ્ઞ મારિયા વાન કેરખોવ એ કહ્યું કે હજુ આ જંગ આપણે ચાલુ રાખવી પડશે. આ મહામારીમાથી બહાર નીકળવા હજુ વધુ સમય લાગી શકે છે.

વેક્સિન બનાવવામાં નિષ્ફળ

કોરોના વાઇરસ પર લગભગ 90 થી 100 ની ઉપર વેક્સિન બનાવી રહ્યા છે. કેટલાય ક્લિનિકલ ટ્રાયલ પણ કરી ચૂક્યા છીએ પરંતુ કોઈ સકારાત્મક પરિણામ મળ્યું નથી જે આ વાઇરસને જડમૂળથી નાબૂદ કરી શકે. ટીબી અને એચઆઇવી જેવી બીમારી ને પણ નાબૂદ કરી શકાય નથી તો હજુ તો આ કોરોના વાઇરસ ને નાબૂદ કરવો સહેલો નથી.

ગરીબીમાં વૃધ્ધિ

એક બાજુ આ લોકડાઉનની અસરને કારણે બધુ બધ છે અને તેથી લોકોના ધંધા પણ ભાંગી પડ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર ના એક રિપોર્ટ મુજબ 2030 સુધીમાં લગભગ 13 કરોડ લોકો ગરીબ વર્ગમાં આવી જશે. ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર એ અનુમાન કર્યું છે કે આ મહામારી ને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 3.2 % સુધીનો ઘટાડો આવી શકે છે. આ 1930ની મંદી બાદની સૌથી મોટી આર્થિક મંદી આવી શકે છે. સંયુક્ત રાષ્ટ્રએ બુધવારે જાહેર કરેલા એક રિપોર્ટ મુજબ COVID-19 ને લીધે વૈશ્વિક આર્થિક ઉત્પાદન માં લગભગ 8.5 ટ્રિલિયન ડોલરનો ઘટાડો આવી શકે છે. આ ઉપરાંત લગભગ 3 કરોડ 40 લાખ લોકો ગરીબી રેખા નીચે જશે તેવું અનુમાન લગાવાયું છે. આમાં 56% લોકો ફક્ત આફ્રિકાના હશે.

વૈજ્ઞાનિકોની ચેતવણી

અમેરિકાની Los Alamos National Laboratory ના વૈજ્ઞાનિકોની ચેતવણી છે કે આ કોરોના વાઇરસ પોતાનું રૂપ બદલે છે. હાલનુ કોરોના નું રૂપ કેટલાય લોકોને સંક્રમિત કરે તેવું છે.  ધીમે ધીમે આ વાઇરસ નું નવું રૂપ પહેલા યુરોપ બાદમાં અમેરીકામાં જોવા મળ્યું. ત્યારબાદ ધીમે ધીમે વિશ્વના મોટા ભાગના દેશોમાં ફેલાઈ ગયું. એક રિપોર્ટ મુજબ આ બદલાવ કેટલાક બહારની દુનિયાના નિર્જીવ વસ્તુઓને અડવાથી થાય છે. જર્મનીના એક સંગઠનએ બહાર પાડેલા ડેટા પરથી આ બધી માહિતી મળી છે અને કહ્યું છે કે કોરોનાનું નવું રૂપ જૂના રૂપ કરતાં વધુ ભયંકર છે.


No comments