મુંબઈ પોલીસ કમિશનરે કર્યો અક્ષય કુમારનો આભાર વ્યક્ત
હાલ ભારત દેશમાં કોરોના મહામારી રોકાવાનું નામ નથી લેતી. તેને કારણે શ્રમિક વર્ગ વધુ ગરીબ બનતો જાય છે. આવાસંકટના સમયમાં મોટી મોટી હસ્તીઓ દાન કરી રહી છે. PM Cares માં પણ બધા ખુલ્લા હાથે દાન કરી રહ્યા છે.
Name : Akshay Kumar
— Akshay Kumar (@akshaykumar) April 9, 2020
City : Mumbai
Mere aur mere parivaar ki taraf se...
Police, Nagar Nigam ke workers, doctors, nurses, NGOs, volunteers, government officials, vendors, building ke guards ko #DilSeThankYou 🙏🏻 pic.twitter.com/N8dnb4Na63
અક્ષય કુમારની ઉદારતા
દેશ ઉપર ગમે તેવું સંકટ હોય પણ એક અભિનેતા તરીકે અક્ષય કુમાર પોતાનું યોગદાન દેવાનું ભૂલતો નથી. તે આર્મી ને પણ ખૂબ જ મદદ કરી રહ્યા છે. તેમણે કોરોના ફાઇટ માટે BMC ને PPE, માસ્ક અને રેપિડ ટેસ્ટ કીટ ખરીદવા માટે 3 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. તે કોઈ સંકટ હોય ત્યારે સારા વિડિયો અપલોડ કરીને લોકોને સંદેશો પહોચાડી રહ્યા છે. તેમણે PM Cares માં 25 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.આમ અક્ષય કુમાર પોતાનાથી શક્ય તેટલી વધુ મદદ દેશને કરે છે. આ તેમની એક ઉદારતા જ દર્શાવે છે. તેને કારણે તો અક્ષય કુમારે લોકોના દિલમાં સ્થાન બનાવી લીધું છે.
BMC ને મોટું યોગદાન
અક્ષય કુમાર રિસ્ટ બેન્ડ બનાવતી એક કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર છે. ત્યારે તેમણે મુંબઈ પોલીસ ને 1000 રિસ્ટ બેન્ડ આપવાનું નક્કી કર્યું છે. આ રિસ્ટ બેન્ડ COVID-19 ના લક્ષણો ને જાણવામાં મદદ કરે છે. તે કાંડા ઘડિયાળ ની જેમ હાથના કાંડા પર બાંધવામાં આવે છે. કોરોના ફાઇટ માં આ અક્ષય કુમારનું મોટું દાન કહેવાય. તે કઈક અલગ વિચારીને સંકટ સમયે દેશની સેવા માટે હમેશા આગળ રહે છે. મુંબઈ પોલીસે પણ તેમના વખાણ કર્યા હતા.
રિસ્ટ બેન્ડ અને કોરોનાને સંબંધ
આ રિસ્ટ બેન્ડ માં સેન્સર લાગેલા હોય છે. એમાં લાગેલા સેન્સર ધબકારા, શરીરનું તાપમાન, બ્લડ પ્રેશર અને શરીરની કેલેરી પર નજર રાખે છે. હવે તો આ ઘડિયાળને અને કોરોનાને શું નાતો છે. તો જણાવી દઈએ કે કોરોના સંક્રમણ માટેનું મહત્વનું લક્ષણ તાપમાન છે. જ્યાં તાપમાન ઓછું હશે ત્યાં આ વાઇરસ વધુ વૃદ્ધિ પામશે અને જ્યાં ગરમી હશે એટલે કે તાપમાન વધુ હશે ત્યાં આ વાઇરસ રહી શકશે નહીં. તેમની વૃદ્ધિ અટકી જશે.
અક્ષય કુમારની અન્ય મદદ
આ પહેલા પણ અક્ષય કુમારે BMC ને PPE, માસ્ક અને રેપિડ ટેસ્ટ કીટ ખરીદવા માટે 2 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. તેમના માટે મુંબઈ પોલીસ કમિશ્નર એ તેમનો આભાર માન્યો હતો. બદલામાં અક્ષય કુમારે મુંબઈ પોલીસના હેડ કોન્સટેબલ ચંદ્રકાંત પેંદૂરકર અને સંદીપ સુરવે ને સલામી આપી હતી. આ બને હેડ કોન્સટેબલએ કોરોના ફાઇટ દરમિયાન પોતાની જાન ગુમાવી હતી. અક્ષય કુમાર કોરોના વાઇરસ બાબતે લોકોને જાગૃત કરવાનું કામ પણ કરે છે. આ ફાઇટના યોદ્ધાઓ જેવાકે ડોક્ટર્સ, નર્સ,પોલીસકર્મીઓ, મેડિકલ સ્ટાફ વગેરેનું સોશિયલ મીડિયા પર થેન્કયુ કહીને આભાર માની રહ્યો છે
Mumbai Police thanks @akshaykumar for contributing Rs. 2 Crore to the Mumbai Police Foundation. Your contribution will go a long way in safeguarding the lives of those who are committed to safeguarding the city - the men and women of Mumbai Police!#MumbaiPoliceFoundation
— CP Mumbai Police (@CPMumbaiPolice) April 27, 2020

No comments