Breaking News

શાકાહારી ને કોરોના વાયરસ લાગુ પડતો નથી.WHO એ આ દાવા વિશે શું કહ્યું

સોશિયલ મીડિયા Whatsapp પર કઈક ને કઈક મેસેજ ફોરવર્ડ થતા હોય છે. આ ફોરવર્ડ થતા મેસેજ કેટલી હદે સત્ય હોય છે તે ચકાસવું જોઈએ. હાલમાં એક બાબત ફેલાઈ છે કે WHO દ્વારા કહેવાયું છે કે શાકાહારીને કોરોના વાઇરસ લાગુ પડતો નથી અને આ વાઇરસને શરીરમાં વૃદ્ધિ માટે પ્રાણીજન્ય પ્રોટીનની જરૂર પડે છે. WHO દ્વારા એવું સ્ટેટમેંટ અપાયું છે કે જે લોકો વધુ નોન વેજ ખાઈ છે તેમને આ કોરોના વાઇરસનું સંક્રમણ થવાની સંભાવના વધુ રહે છે.

પછી ઉમેર્યું હતુ કે એક પણ શાકાહારી ખોરાક ખાનાર માનવીને કોરોના વાઇરસની અસર થઈ છે નહીં. આ દાવાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થયા છે. Whatsapp ઉપરાંત Twitter અને Facebook પર પણ આ દાવા ઓ ફેલાઈ રહ્યા છે. પરંતુ આ દાવાઓ વિશે સત્ય જાણવું જરૂરી છે. આ વાઇરલ ફેક્ટ સાચા છે કે ખોટા.

સાચી સચાઈ

જ્યારે આ વાઇરલ મેસેજ પર ગૂગલમાં સર્ચ કરવામાં આવ્યું તો એક પણ રિપોર્ટ આમના પર આવ્યો ના હતો. સાથે કોઈ મીડિયા પર પણ આ વાઇરલ મેસેજ ને લઈને મીડિયા રિપોર્ટ જાહેર કરાયો ના હતો. તેથી કહી શકાય કે આ વાઇરલ મેસેજ ખોટો છે.

ભારતના WHO ના રિપ્રેસેંટેટિવ સુપ્રિયા બેજબરૂહ એ આ દાવાને વખોડી નાખ્યો છે. તેમણે ખ્યું કે એવો કોઈ WHO  દ્વારા રિપોર્ટ જારી નથી કરાયો કે શાકાહારી માનવીને કોરોના વાઇરસ લાગુ પડતો નથી.

WHO ના રિપ્રેસેંટેટિવ Gauden Galea એ શું કહ્યું

જ્યારે આ સ્ટેટમેન્ટ ને લઈને WHO ના ચીનના રિપ્રેસેંટેટિવ Gauden Galea એ કહ્યું કે આ સત્ય છે. તેમનું આ સ્ટેટમેન્ટ CNN રિપોર્ટમાં આવ્યું હતું અને એમણે કહ્યું હતું કે કોરોના વાઇરસ ચીનના વુહાનના Seafood માર્કેટથી ફેલાયો હતો. CNN પાસે એક વિડીયો આવ્યો છે જેમાં ચીનના વુહાનના Seafood માર્કેટમાં લોકો મોટા ભાગના seafood વહેચી રહ્યા છે. આ માર્કેટની એક ઇમેજ પણ ડિસેમ્બરમાં આવી હતી જેમાં ચીનના વુહાનના લોકો પક્ષીઓ, સાપો, રેકુન કુતરાઓ વહેચી રહ્યા છે, તેથી કદાચ આ વાઇરસ કદાચ પ્રાણીઓ માથી માનવીમાં આવ્યો હશે.

પછી આ વિડિયોમાં 3:40 મિનિટે Galeaએ કહ્યું કે અમે જે આ પ્રાણી જગત સાથે જોડાયા છીએ અને માનવી જે માંસ ખાઈ રહ્યો છે તેનાથી આ વાઇરસ ફેલાવાની શક્યતા રહે છે. પરંતુ Galea એ માંસના વપરાશ માટે સલાહ આપી નથી પરંતુ તેનું આ નિવેદન વિદેશી માંસના સંદર્ભમાં છે.

તેથી કોઈ શાકાહારીઓ કોરોના વાઇરસથી અસરગ્રસ્ત નથી તે દાવો ખોટી રીતે WHO ને આભારી હતો. WHO એ આ દાવાને એમ કહીને ઊથલાવી દીધો છે કે તેણે કોઈ ખાસ આહારની નિંદા અથવા સમર્થન આપતું નિવેદન જારી કર્યું નથી. કોરોના વાઇરસ ફાટી નીકળ્યો હોવાથી માંસ ના વપરાશ નો પ્રચાર વધતો જાય છે.

પહેલા પણ આ ખોટા દાવા અને સમર્થન માટે હેલ્થ મિનિસ્ટર અને ICMR ને જવાબદાર ગણાવ્યા હતા. પરંતુ ઉપરના કેટલાક સાબુતો પરથી કહેવાય છે કે આ વાતમાં સત્ય ને કોઈ સ્થાન નથી કે શાકાહારી માં કોરોના વાઇરસ ફેલાતો નથી.

    


No comments