Breaking News

આવી રહેલા વાવાઝોડાને કારણે હવામાન વિભાગે આ રાજ્યોને કર્યા એલર્ટ

એક બાજુ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ વાતાવરણ પણ પોતાનો રંગ બદલી રહ્યું છે. આ વાતાવરણ ને લઈને હવામાન વિભાગે આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ચેતવણી આપી છે. બન્યું એવું છે કે વાતાવરણ વિભાગે બંગાળની ખાડી માં કાલે 16 મે ના મોટું વાવાજોડું આવશે. આ વાવાજોડાનું નામ એંફન (Amphan) આપવામાં આવ્યું છે. આ વાવાજોડું એટલું સક્રિય બનશે કે જેને કારણે અંદામાન નિકોબાર, ઓડિશા અને પશ્વિમ બંગાળને ભારે નુકશાન થશે અને ત્યાં ભારે વરસાદ પણ પડશે એવી ચેતવણી અપાઈ છે. હવામાન વિભાગ આપવામાં આવેલી ચેતવણી મુજબ અંદામાન નિકોબારમાં કાલે ભારે  વરસાદ થશે. પશ્વિમ બંગાળના કેટલાક સ્થળો અને ઓડિશાના કેટલાક તટિય વિસ્તારોમાં ભારે વર્ષા થશે. હાલમાં દેશમાં પશ્વિમીય ખલેલ ચાલુ છે. તેને કારણે વાતાવરણએ  અચાનક પલટો માર્યો છે.

હવામાન વિભાગ દ્વારા જે માછીમારો આ વિસ્તારોમાં ગયેલા છે તેને તાત્કાલિક ત્યાથી જતું રહેવા ચેતવણી આપવામાં આવી છે. બંગાળની ખાડીના દક્ષિણ અને કેન્દ્રના સ્થળો પર માછીમારોને નહીં જવા માટે પણ ચેતવણી અપાઈ છે. ઉપરાંત આંધ્ર પ્રેદેશના કેટલાક તટિય વિસ્તારોને પણ ચક્રવાત એંફન (Amphan)ને લઈને એલર્ટ કરાયું છે. વાતાવરણ વિભાગ દ્વારા કહેવાયું હતું કે આ વિસ્તારોમાં તેજ હવા પણ જોર પકડશે.

આ સ્થળોએ પડશે ભારે વરસાદ

હવામાન વિભાગ મુજબ દિલ્લી અને દિલ્લીની આસપાસના કેટલાક સ્થળોએ વરસાદ પાડવાની સંભાવના છે. ઉપરાંત અંદામાન નિકોબારના કેટલાક સ્થળોએ આજે અને કાલે વરસાદ પડવાની સંભાવના છે. ઓડિશાના કેટલાક તટિય વિસ્તારો પર અને પશ્વિમ બંગાળમાં પણ આગળના બુધવારે ભારે વરસાદ પાડવાની સંભાવના છે. દિલ્લીમાં શુક્રવારે અને શનિવારે વરસાદ પડશે એવી સંભાવના બંધાઈ છે.

આ રાજ્યોમાં પણ એલર્ટ જારી

વાતાવરણએ અચાનક પલટો માર્યો છે. તેને કારણે વાતાવરણમાં મોટા ભાગના રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આને કારણે દેશમાં જ્યાં પહાડી ક્ષેત્રો છે ત્યાં વધુ ભારે વરસાદ થવાની સંભાવના છે અને ત્યાં હવામાન પણ પલટો મારી રહ્યું છે. જમ્મુ કશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ માં હવામાનએ પલટો માર્યો છે. આ રાજ્યોમાં તો હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. નદી કિનારાના રહેવાસીઓ ને સલામત જગ્યાએ ખસી જવા માટે અને બીજા લોકોને ઘરની બહાર નહીં નીકળવા માટે સલાહ આપી છે. આહિ 2 થી 3 દિવસ ભારે વરસાદ ની સંભાવના છે.

માછીમારીને અપાઈ ચેતવણી

IMD એ કહ્યું છે કે બધા માછીમારોને ચેતવણી આપી દેવામાં આવે કે કોઈ સમુદ્ર તટ પર દરિયો ખેડવા જઈ નહીં અને અને બીજા લોકોને પણ તટ પર જવા દેવામાં ના આવે.  દિલ્લીમાં ગુરુવારે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો અને તાપમાનમાં પણ ફેરફાર જણાયો હતો.  

 

 

 

 


No comments