Breaking News

રેલ્વે મંત્રાલયની મોટી ઘોષણા, કાલે 12 મે થી શરુ થશે રેલ્વે સેવા

 

દેશમાં  17 મે સુધી લોકડાઉન ની સ્થિતિ યથાવત છે. પરંતુ આ લોકડાઉનની વચ્ચે અર્થતંત્ર ને દોડતું કરવા ધીમે ધીમે છૂટછાટો આપવામાં આવી રહી છે. અન્ય રાજયોના શ્રમિકો કોઈ ને કોઈ જગ્યાઓ એ ફસાઈ ગયા છે અને તે પોતાના વતન જવા માટે તત્પર છે તેઓ લોકડાઉન ખૂલે તેમની રાહ જોઈ રહ્યા છે ત્યારે તેમની વચ્ચે સૌથી મોટા રાહતના સમાચાર એ છે કે રેલ્વે સેવા ચાલુ થઈ જવાની છે. રેલ્વે મંત્રાલયે નક્કી કર્યું છે કે રેલ્વે સેવા 12 મે થી કેટલાક ચરણોમાં શરૂ કરવામાં આવે.

રેલ્વે મંત્રાલયની યોજના છે કે રેલ્વેને કેટલાક વિસ્તારોમાં ધીમે ધીમે શરૂ કરવામાં આવે. આ દરમિયાન નવી દિલ્લી સ્ટેશનથી દિબ્રુગઢ, અગરતલા, હાવડા, બિલાસપુર, ભુવનેશ્વર, સિકંદરાબાદ, પટના, રાંચી, ચેન્નઈ, મડગાવ, બેંગલુરુ, તિરુવનંતપુરમ, અમદાવાદ, જમ્મુ અને મુંબઈ શહેરોને જોડતી ટ્રેનોને ચલાવશે.

કેન્દ્રિય રેલ મંત્રી પિયુષ ગોયલે સોશિયલ મીડિયા ટવીટર માધ્યમ દ્વારા જણાવ્યુ હતું કે 12 મે, 2020 થી નવી દિલ્લી અને કેટલાક શહેરોને જોડતી પેસેંજર ટ્રેનો ધીમે ધીમે ચાલુ થઈ જશે. તેમના માટે બુકિંગ સેવા 11 મે એટલેકે આજ  થી બપોરે 4 વાગ્યા પછી શરૂ થઈ જશે.

આ બુકિંગ ફક્ત IRCTCની વેબસાઇટ પરથી જ થશે. રેલ્વે સ્ટેશનો પર ટિકિટ બુકિંગ કાઉન્ટર બંધ રહેશે. ઉપરાંત પ્લેટફોર્મ ટિકિટ પણ નહીં મળી શકે. ફક્ત કનફોર્મ ટિકિટ વાળા મુસાફરોને જ રેલ્વે સ્ટેશનો પર જવાની મંજૂરી છે. પ્રવેશ દરમિયાન યાત્રીઓ માટે માસ્ક અનિવાર્ય છે અને દરેક યાત્રીઓનું સ્ક્રિનિંગ પણ કરવામાં આવશે.

હાલમાં 20000 જેટલા રેલ્વે કોચ ને COVID-19 કેર સેન્ટર માં ફેરવી દેવામાં આવ્યા છે. તેથી સમયાંતરે બીજા શહેરોમાં કોચની ઉપલબ્ધતા અનુસાર ટ્રેનો ચાલુ કરવામાં આવશે. હાલમાં તો પ્રતિદિન 300 ટ્રેન દોડાવી શકાય તેટલા કોચ ઉપલબ્ધ છે.


No comments