Breaking News

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની તબિયત બગડતા એઇમ્સ હોસ્પિટલમાં દાખલ

 
મનમોહનસિંહ દેશના 13મા પ્રધાનમંત્રી રહ્યા હતા. 2004 થી લઈને 2014 સુધી સતત 10 વર્ષ સુધી દેશને પ્રધાનમંત્રી તરીકે સેવા આપી હતી.ઉપરાત તેને દેશના 22માં નાણામંત્રી તરીકે પણ દેશને સેવા આપી હતી. ઉપરાંત તે RBI ના 15માં ગવર્નર પણ રહી ચૂક્યા છે. પરંતુ હાલમાં તેમની તબિયત લથડી છે.

દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસ નેતા ડો. મનમોહનસિંહ ની રવિવારે રાત્રે તબીયત લથડી હતી. 87 વર્ષીય ડો. મનમોહનસિંહની તબિયત ખરાબ થતાં તેમને દિલ્લીની એઇમ્સ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલાક સૂત્રોના જણાવ્યા મુજબ ડો. મનમોહનસિંહને દુખાવો ઉપડવાથી દાખલ કરવામાં આવ્યા હતા. તેમને એઇમ્સ હોસ્પીટલના કાર્ડિયો થોરસિક વોર્ડમાં ભર્તી કરવામાં કરવામાં આવ્યા હતા. ત્યાં તેમની ડોક્ટરો દ્વારા સારવાર  કરાઇ રહી છે.

ડો. મનમોહનસિંહના કેટલાક નજીકના લોકો દ્વારા જાણ કરાઇ છે કે ચિંતાની કોઈ જરૂર નથી અને તેમની તબિયત માં સુધારો આવી રહ્યો છે.  કેટલાય રાજકારણીઓ એ તેમના સ્વસ્થ થવાની પ્રાથના પણ કરી હતી. તેમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ટવીટર માધ્યમ દ્વારા ટવીટ કરીને સ્વસ્થ થવાની કામના કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસ નેતા ડો. મનમોહનસિંહ અસ્વસ્થ છે એવી જાણકારી મળી છે. ભગવાન જલ્દી તેમની તબિયતમા સુધારો કરે એવી પ્રાર્થના કરું છુ.

જમ્મુ કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા કહ્યું હતું કે તેમને આશા છે કે પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહનસિંહ જલ્દી બરાબર થઈ જશે. ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ટવીટર માધ્યમ દ્વારા ટવીટ કરીને કહ્યું હતું કે દિલ્લીની એઇમ્સ હોસ્પીટલમાં ડો. મનમોહનસિંહને ભર્તી કર્યા બાદ તેઓ ચિંતિત છે અને જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરી હતી.


No comments