Breaking News

જમ્મુ કાશ્મીરના હંદવાડામાં થયેલા હુમલા બાદ ભારતીયસેનાની સર્જીકલ સ્ટ્રાઇકની તૈયારી

જમ્મુ કશ્મીરના હંદવાડામાં એન્કાઉન્ટરની ઘટના બની હતી.આ ઘટનામાં ભારતીયસેના ના કર્નલ આસુતોષ શર્મા અને 4 જવાનોએ શહીદી વહોરી હતી. આ ઘટના પાછળ પાકિસ્તાન આર્મીનો હાથ હતો.આ ઘટનાને ભારત દેશવાસીઓ એ વખોડી કાઢી હતી. ભારતીય સેના પાકિસ્તાન આર્મીની હરેક ચાલ પર નજર લગાવીને બેઠું છે. પાકિસ્તાનને ડર છે કે ભારત સામા જવાબમાં સર્જીકલ સ્ટ્રાઈકના કરે. ભારતની ગુપ્તચર સંસ્થાઓ પાકિસ્તાનની દરેક ચાલ પર નજર લગાવીને બેઠી છે. 

ભારતના સામા જવાબથી ગભરાયેલી પાકિસ્તાની સેના એ લડાકુ વિમાનો તૈનાત કરી દીધા છે. સીમા ઉપર બંધોબસ્તી વધારી દીધી છે. પરંતુ ભારતીયસેના એ આ બદલો હિજબુલના ટોપ કમાન્ડર રિયાજ નાયકુ ને મારીને લીધો છે. ત્યારબાદ પાકિસ્તાનને ડર સતાવે છે કે હજુ ભારતીયસેના બદલો લેશે. આ બીકને લીધે પાકિસ્તાને સીમા ઉપર એફ-16 અને ચીની મૂળના જેફ-17 વિમાનો તૈનાત કરી બંદોબસ્તી વધારી છે. 

જમ્મુ કશ્મીરના હંદવાડામાં બનેલી આ ઘટના બાબતે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાનસેના પરના આરોપને ખોટા બતાવ્યા છે. તેમણે ટવીટર માધ્યમથી કહ્યું હતું કે પાકિસ્તાનને નિશાનો બનાવવા માટે ભારત દ્વારા લગાવાયેલા ખોટા આરોપોની દુનિયાને જાણ કરું છુ. 

સમાચાર એજન્સી ANI અનુસાર આ હુમલા પહેલા પાકિસ્તાન સીમા પાસે હવાઈ સુરક્ષાનો અભ્યાસ કરતું હતું અને તેની જાણકારી ભારતની ગુપ્તચર સંસ્થાઓને હતી પરંતુ આ હુમલાને કારણે કર્નલ રેંકના અધિકારીના મૃત્યુને કારણે પાકિસ્તાન ગભરાઈ ગયું અને તેમને ભારતના સામા જવાબ અને સર્જીકલ સ્ટ્રાઈકનો ડર લાગવા લાગ્યો. 


No comments