Whatsapp માં આવ્યા છે આ નવા 5 ફીચર્સ.જલ્દી whatsapp અપડેટ કરી ને જુઓ
હાલમાં ભારત માં લગભગ 300 મિલિયન જેવા વોટ્સએપ યુઝર્સ છે. વોટ્સએપ કઈ ને કઈ નવી અપડેટ લઈને આવતું હોય છે અને તે અપડેટ બધા યુઝર્સને પણ ગમે છે. બધા યુઝર્સ નવી અપડેટ આવે તેની રાહ જોતાં હોય છે. યુઝર્સ ના અનુભવ ને વધુ બહેતર બનાવા માટે ઘણા નવા ફીચર્સ આવતા હોય છે. હાલમાં વોટ્સએપએ એપમાં નવા 5 ફીચર્સ નો ઉમેરો કર્યો છે. તો આવો આપણે આ નવા ફીચર્સ વિશે જાણીએ.
વોટ્સએપ ફોરવર્ડ લિમિટ
કેટલાક અસમાજિક તત્વો દ્વારા ફેલાવતા ખોટા સમાચારો અને કેટલીક ખોટી જાણકારીઓને રોકવા માટે વોટ્સએપએ મેસેજ ફોરવર્ડની લિમિટ ઘટાડી દીધી છે. પહેલા કોઈ મેસેજ 5 યુઝર્સને ફોરવર્ડ કરી શકાતો હતો તે હવે ઘટાડી ને 1 કરાયો છે એટલે કે હવે વોટ્સએપ યુઝર્સ હવે પોતાનો મેસેજ ફક્ત 1 વ્યક્તિને જ ફોરવર્ડ કરી શકે છે.
વોટ્સએપ ગ્રૂપ કોલિંગ લિમિટ
વોટ્સએપ દ્વારા જે વિડીયો અને ઓડિયો કોલિંગની સુવિધા આપવામાં આવી છે તે યુઝર્સ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે. તેને ધ્યાન માં રાખીને વોટ્સએપએ ગ્રૂપ કોલિંગની લિમિટ વધારી દીધી છે. પહેલા ગ્રૂપ વિડીયો અને ઓડિયો કોલ માં 4 મેમ્બર્સ ને એડ કરી શકતા હતા. હવે 8 મેમ્બર્સ ને એડ કરી શકાય છે.
વોટ્સએપ લોક ની સુવિધા
આ ફીચર્સની યુઝર્સ ઘણા વખતથી રાહ જોઈ રહ્યા હતા. યુઝર્સ પોતાના વોટ્સએપ ચેટની પ્રાઈવસી માટે આ ફીચર્સ નો ઉપયોગ કરી શકે છે. એમના માટે વોટ્સએપ દ્વારા એક ઓથેંટિકેશન સિસ્ટમ પ્રસ્તુત કરવામાં આવી હતી. યુઝર્સ Settings>Account>Privacy>Fingerprint Lock માં જઈને પોતાની વોટ્સએપ ચેટને પ્રાઈવેટ કરી શકે છે.
ન્યુ ગ્રૂપ પ્રાઈવસી
વોટ્સએપ ગ્રૂપમાં કોઈ યુઝર્સને કોણ એડ કરી શકે છે તે પણ હવે કોઈ યુઝર્સ કંટ્રોલ કરી શકે છે. તે માટે યુઝર્સએ સેટિંગ મેનૂમાં Nobody My Contacts અને My Contacts Except વિકલ્પ પસંદ કરવો પડે છે.
કોલ વેટિંગ
જો કોઈ કોલ પર વાત ચાલુ હોય અને વોટ્સએપ માથી કોઈનો કોલ આવે તો રિસીવ કરી શકાય છે. પહેલા યુઝર્સ પાસે આવો કોઈ વિકલ્પ ઉપલબ્ધ હતો નહીં અને યુઝર્સને કોઈનો કોલ ચાલુ હોય તો તે સમયે વોટ્સએપમાં કોલ આવે તો ખ્યાલ રહેતો ન હતો.
No comments